આ બ્લૉગ શોધો

12 જાન્યુઆરી, 2013

GEET.... JAB SE TUMSE HUI MOHABBAT MUJHE

મિત્રો ,આજે એક ઉર્દુ હિન્દી ગીત રજુ કરું છું। પ્રિય પાત્ર માટે ની છલકાતી લાગણીઓ નો આમાં પડઘો છે ...... 
गीत 

                  *     जबसे तुम से  हुई मुहब्बत मुझे
                         दर्द से भी मिल रही है राहत मुझे

*     रौशनी तेरे प्यार की हो तो
                   ग़म के अंधेरों से लड़ जाऊँगा
       रास्ते चाहे जितने हो मुश्किल
                   मंजिलों से आगे मैं बढ़ जाऊँगा
        रास्ता दिखाएगी तेरी चाहत मुझे

*     तू खड़ी हो जाये जिस जगा पर
                   फीके पड़ जाए सारे नज़ारे
        तू चले नंगे पाँव जहां पर
                    ज़र्रे हो जाएँ रोशन सितारे
         कदमोमें बिछ जाऊं दे इजाज़त मुझे

*      अक्स तेरा मैं बन जाऊं यारा
                      आईना तू देखे तो आऊं  नजर
        फर्क न रहे कुछ तुझ में मुझ में
                       मुहब्बत अपनी वो लाऐ असर
        बस यही आखरी  है हसरत मुझे
 
*       जुल्फ चेहरे पे बिखरा के
                        आँचल को काँधे से ढलका के
         सामने मेरे आओ न जानम
                        ऐसे लहराके यूँ बल खा के
         देखिये सुझे न कोई शरारत मुझे
     
      जबसे तुम से हुई मुहब्बत मुझे
       दर्द से भी मिल रही है राहत मुझे
                                                            -सईद शेख 

7 જાન્યુઆરી, 2013

Hazal.... Laage bhale ne traas prachaaro karya karo


                              હઝલ


**     લાગે ભલે ને ત્રાસ , પ્રચારો કર્યા કરો
         છે એ જ બસ વિકાસ !પ્રચારો કર્યા કરો

                    **      આ જૂઠ ધીરે ધીરે પરમ સત્ય થઈ જશે
                              કરતા  રહો પ્રયાસ , પ્રચારો  કર્યા  કરો
                   
**      પાણી નથી તો શું થયું ?વચનોના ધોધથી
         ઠારો બધાની પ્યાસ , પ્રચારો કર્યા કરો

                    **     જોજો કે ભલભલા ને  એ  આંજી નાખશે
                             વાણીનો આ વિલાસ , પ્રચારો કર્યા કરો

**     સાચેજ સાવ દુધે અમે ધોયેલા છીએ !
          જુઠ્ઠી છે સૌ તપાસ , પ્રચારો કર્યા કરો

                                            - મુસાફિર પાલનપુરી 

4 જાન્યુઆરી, 2013

Gazal ... Hu fasaayo chuu

એક ગઝલ રજુ કરું છું ..... ગમે તો પ્રતિભાવ આપવાનું ન ચુકતા .....


હું ફસાયો છું જિંદગીના અઝાબમાં .........


**     હું ફસાયો છું જિંદગીના અઝાબમાં
        શું કરું નહોતી તું મારા ઇન્ત્ખાબમાં

                                           **    તું મને મળે એ રીતે તોય છે ઘણું
                                                  દિવસે નહિ તો રાત્રે આવ ખ્વાબમાં

**     બેવડો નશો છે આ તારા શબાબનો
         ફૂલને બોળ્યો હોય જાણે શરાબમાં

                                         **     ઝુલ્ફ માં સજાવી એને તેં અમર કર્યો
                                                  ઝુલ્ફની સુગંધ વસી ગઈ ગુલાબમાં

**     તું ગુલાબ આપી જો મારી ઉદારતા
         મોકલીશ હું દિલ ને એના જવાબમાં

                                         **     જે હકીકતમાં હો અશક્ય શક્ય બને
                                                  કેટલી સરળતા રહેલી છે ખ્વાબમાં !

**     આ સઘળા ગ્રંથોનું જ્ઞાન બેકાર છે
         ઉતર પહેલા કોઈના દિલની કિતાબમાં!
                                                                      - સઈદ  શેખ 

GAZAL .... durgam pahaadoma rasto kari jaa

મિત્રો , ફરી એક ગઝલ રજુ કરું છું ........

દુર્ગમ પહાડોમાં રસ્તો કરી જા ..........

* દુર્ગમ  પહાડો માં   રસ્તો   કરી જા
   પાણીની જેમ સરળતાથી સરી જા

                *  જીવનનું  લક્ષ્ય  શું  છે  વિચાર જરા
                    કોઈને દિલ નહિ તો મસ્તક ધરી જા

*  ઊંચું મસ્તક રાખીને જીવન જી
   અંત આવે તો ફૂલ સમ ખરી જા

               *  લાશ  પણ તારી જાય છે પ્રવાહ માં
                   હામ તો એ છે એની વિરુદ્ધ  તરી જા

*  દુખી જગત  માં ખુશ કરવા પ્રભુ ને
   કોઈના પાલવ માં   ખુશી   ભરી જા
                                               -સઈદ  શેખ 

31 ડિસેમ્બર, 2012

Maja etle shu

મજા વિષે દરેક માણસનો વિચાર અલગ અલગ હોઈ શકે છે અને હોવું પણ જોઈયેજ .આજે વર્ષનો છેલ્લો દિવસ છે .આ ખરેખર તો આપણા માટે વિચારવાનો દિવસ છે કે આપણે આ આખા વર્ષ માં શું કર્યું ? આખા વર્ષમાં આપણે  કયા સારા અને કયા ખરાબ કાર્યો કર્યા .એક મહત્વનું વર્ષ પસાર થઇ ગયું .આપને જો એમાં કોઈ સારા કામ ના કાર્ય હોય તો દુખની વાત છે અને કોઈ એક પણ સારું કાર્ય કર્યું હોય તો ચોક્કસ આજે આપણે  મોજ મજા કરવી જોઈએ .મોજ મજા નો અર્થ એ નથી કે આપણે રાતભર મિત્રો સાથે ડાંસ કરીએ કે પછી એનાથી પણ થોડા આગળ વધી ને દારૂની મેહફીલ માં પેગ ઉપર પેગ મારતા રહીએ ...  એક નિસ્વાર્થ સાચું સ્મિત પણ કોઈને આનંદિત કરવા માટે પુરતું છે .અરે મિત્રો ને ના મળી શકો તો કઈ નહિ પણ sms કરીને એમને નવા વર્ષની શુભેચ્છા આપશો તોય એક અનેરા આનંદ ની અનુભૂતિ થશે .રેપ કરનારા મૂર્ખાઓને કોણ સમજાવે કે બળજબરીથી કોઈનો પ્રેમ મેળવી શકાતો નથી કે સમ -ભોગ નો આનંદ મેળવી શકાતો નથી .સાચો આનંદ તો સરખા ભાગે સુખ દુખ વહેંચવામાં છે .કુદરત નો નિયમ છે જેવું વાવ શો એવું લણશો .જેટલો આનંદ કોઈ ને આપશો એટલું પામશો . અરબ કવિ ખલીલ જિબ્રાને આજ વાત ને આ રીતે વ્યક્ત કરી છે .

અને તમે તમારા મન ને પૂછો છો  કે 

મજામાં સારી કઈ અને ખરાબ કઈ તે કેમ ઓળખવી ?

તમારા ખેતરો અને બગીચાઓમાં જાઓ .

તમે શીખશો કે ફૂલોમાંથી મધ ભેગું કરવામાં 

મધમાખીને મજા પડે છે ,

પણ તે સાથેજ , માખીને પોતાનું મધ આપવામાં 

ફૂલને ય મજા પડે છે .

કારણકે મધમાખને ફૂલ એ જીવનનો ઝરો છે ,

અને ફૂલને મધમાખ પ્રેમનો દૂત છે ,

અને મધમાખ તથા ફૂલ બંનેને એ મજાની આપલે 

જરૂરીયાત તેમજ લહાવો છે .

તમારી મજાઓની બાબતમાં ફૂલ અને 

મધમાખ જેવા થાઓ . 

મિત્રો , નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ ......   

Jindagi ...... Jindagi

જર્મન કવિ કુર્ત બાર્ક ની પ્રસિદ્ધ કવિતા અહી રજુ કરું છું ..... જિંદગી વિષે જ છે 


હું માત્ર  તેને જ ચાહી શકું 

જેની તલાશ કરવા કાજે 

હું ખુદ સ્વતંત્ર હોઉં !

આ દેશ , આ નગર , આ સ્ત્રી , આ જિંદગી 

અને એટલેજ 

ઓછા લોકો ચાહી શકે છે 

પોતાના દેશને 

થોડાકજ 

કોઈ નગરને 

અને આંગળીના વેઢે ગણાય 

એટલાજ 

પોતાના પ્રિય જનોને 

પણ , આ બધા 

બધાજ લોકો ચાહે છે 

જિંદગીને !!

હા , જિંદગીને !!