એક ગઝલ રજુ કરું છું ..... ગમે તો પ્રતિભાવ આપવાનું ન ચુકતા .....
હું ફસાયો છું જિંદગીના અઝાબમાં .........
** હું ફસાયો છું જિંદગીના અઝાબમાં
શું કરું નહોતી તું મારા ઇન્ત્ખાબમાં
** તું મને મળે એ રીતે તોય છે ઘણું
દિવસે નહિ તો રાત્રે આવ ખ્વાબમાં
** બેવડો નશો છે આ તારા શબાબનો
ફૂલને બોળ્યો હોય જાણે શરાબમાં
** ઝુલ્ફ માં સજાવી એને તેં અમર કર્યો
ઝુલ્ફની સુગંધ વસી ગઈ ગુલાબમાં
** તું ગુલાબ આપી જો મારી ઉદારતા
મોકલીશ હું દિલ ને એના જવાબમાં
** જે હકીકતમાં હો અશક્ય શક્ય બને
કેટલી સરળતા રહેલી છે ખ્વાબમાં !
** આ સઘળા ગ્રંથોનું જ્ઞાન બેકાર છે
ઉતર પહેલા કોઈના દિલની કિતાબમાં!
- સઈદ શેખ
હું ફસાયો છું જિંદગીના અઝાબમાં .........
** હું ફસાયો છું જિંદગીના અઝાબમાં
શું કરું નહોતી તું મારા ઇન્ત્ખાબમાં
** તું મને મળે એ રીતે તોય છે ઘણું
દિવસે નહિ તો રાત્રે આવ ખ્વાબમાં
** બેવડો નશો છે આ તારા શબાબનો
ફૂલને બોળ્યો હોય જાણે શરાબમાં
** ઝુલ્ફ માં સજાવી એને તેં અમર કર્યો
ઝુલ્ફની સુગંધ વસી ગઈ ગુલાબમાં
** તું ગુલાબ આપી જો મારી ઉદારતા
મોકલીશ હું દિલ ને એના જવાબમાં
** જે હકીકતમાં હો અશક્ય શક્ય બને
કેટલી સરળતા રહેલી છે ખ્વાબમાં !
** આ સઘળા ગ્રંથોનું જ્ઞાન બેકાર છે
ઉતર પહેલા કોઈના દિલની કિતાબમાં!
- સઈદ શેખ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો