આ બ્લૉગ શોધો

લેબલ India સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ India સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

23 એપ્રિલ, 2021

કિસાનોની સમસ્યાઓ અને જવાહરલાલ નેહરુ

 



આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલા ખેડૂતોમાં અંગ્રેજ સરકારના કૃષિ કાયદાઓ વિરુધ બેચેની હતી.એ વખતે જવાહરલાલ નેહરુ ઇંગ્લેન્ડથી ભણીને નવા નવા રાજકારણમાં પ્રવેશ્યા હતા.કિસાનોની સમસ્યાઓ બાબતે અને એ માટે એમણે કેવી રીતે મદદ કરી હતી એનો ઉલ્લેખ નેહરુએ પોતાની આત્મકથામાં વર્ણન કર્યું છે-એ ટૂંકમાં જોઈએ.

“અલ્હાબાદના… આ સમય દરમિયાન હું કિસાન હિલચાલમાં સંડોવાયો.આ સંબંધ પાછળના વર્ષોમાં વધ્યો અને મારી માનસિક વૃત્તિ ઉપર એની બહુ અસર થઈ…..૧૯૨૦ના જૂન મહિનાના આરંભમાં કિસાનો પરતાપગઢ જિલ્લાનાં ગામડાઓમાંથી અલ્હાબાદ ૫૦ માઈલ ચાલતા આવ્યા,એવા હેતુથી કે ત્યાંના જાણીતા કાર્યકર્તાઓનું ધ્યાન તેમની દયાજનક સ્થિતિ તરફ ખેંચાય…..કેટલાક મિત્રોને લઈને હું તેમને મળવા ગયો.તાલુકદારોના પીસી નાખે એવા કરોની અને અમાનુષ વર્તનની તેમણે અમને વાતો કરી અને જણાવ્યું કે,સ્થિતિ હવે સાવ અસહ્ય થઈ ગઈ છે.તેમણે અમને વીનવીને એમ પણ કહ્યું કે,અમારી સાથે ચાલો અને તપાસ કરો અને તાલુકદારોના રોષથી અમને બચાવો….એક બે દિવસમાં મેં તેમને ત્યાં જવાનું વચન આપ્યું.

કેટલાક સાથીઓને લઈને હું ત્યાં ગયો અને રેલવે કે પાકી સડકથી બહુ દૂરનાં ગામડાઓમાં અમે ત્રણ દિવસ કાઢ્યા.આ મુલાકાતથી મારી આંખ ઊઘડી ગઈ.તમામ ગામડાઓમાં ઉત્સાહનો પાર ન હતો અને તેમનામાં કંઇક વીજળિક ચેતન આવ્યું હતું…..”

પછી આસપાસના ગામડાઓમાંથી જનમેદની એમને મળવા આવે છે –એમનામાં ઉત્સાહ જાગે છે અને નવી આશાનો સંચાર થાય છે –એનું વર્ણન કરે છે.પછી આગળ લખે છે –

“….. તેમણે અમને પ્રેમથી નવરાવ્યા..કળિયુગમાંથી સતયુગ તરફ તેમને લઇ જનારા ભોમિયા હોઈએ તેમ પ્રેમાળ અને આશાભરી આંખે તેઓ અમને જોઈ રહ્યા.તેમનું દુઃખ અને તેમની ઊભરાતી કૃતજ્ઞતા જોઇને મારી શરમ અને દુઃખનો પાર ન રહ્યો-શરમ મારા એશઆરામી અને નચિંત જીવન માટે તેમજ આપણા આ અર્ધનગ્ન લાખો ભાંડુઓના દુઃખનો વિચાર કર્યા વિના ચાલતાં આપણા રાજકાજ માટે;દુઃખ હિંદુસ્તાનની આ અધોગતિ અને ભયાનક દારિદ્ર માટે.મારી આંખ ઊઘડી અને ભારતમાતાનું નવું ચિત્ર મારી આગળ ખૂલવા લાગ્યું – વસ્ત્રહીન,અન્ન્હીન,દલિત અને અત્યંત પીડિત ભારતમાતાનું…

તેમના દુઃખની અસંખ્ય કહાણી –તેમના ઉપર લદાતા જતા કચરી નાંખતા ગણોતના બોજા;અનેક પ્રકારના બેકાયદા કરો;જમીન ઉપરથી અને માટીનાં ઝુંપડામાંથી નીકળવાની નોટિસો અને માર;તેમની ઉપર ગીધની માફક ચોમેરથી તૂટી પડતા જમીનદારના ગુમાસ્તાઓ,વ્યાજખાઉ નાણા ધીરનારાઓ અને પોલીસ;આખો દિવસ મજૂરી કરવાને અંતે તેમણે પેદા કરેલું જાય બીજાના પેટમાં અને તેમના પોતાના કપાળમાં લાત અને ગાળો અને ભૂખમરો-આ બધી કહાણી મેં સાંભળી.ત્યાં હાજર રહેનારાઓમાંના ઘણાઓ તો એવા હતા કે જેમને જમીનદારોએ જમીન ઉપરથી કાઢ્યા હતા,જેમની પાસે ન રહેવાનું ઘર હતું ન સીમમાં ખેતર હતું.જમીન ફળદ્રુપ પણ તેનીઉપર કરનો બોજો ભયાનક,ખેતરો અતિશય નાનાં અને તેમાં પણ અનેક ભાગીદારો.આ જમીનની ભૂખનો લાભ લઈને જમીનદારો અનેક લાગત લગાન (બેકાયદા કરો) નાંખીને તેમને ચૂસતા ,કારણ કાયદા પ્રમાણે અમૂક ગણોતથી વધારે તેઓ લઇ શકતા નહોતા.ખેડ્નારની પાસે બીજો કોઈ ઉપાય નહોતો એટલે શાહુકારની પાસે નાણા વ્યાજે લેતો જાય,અને જમીનદારને ભરતો જાય,અને પછી કરજ ન ભરી શકે અને મહેસૂલ ન દઈ શકે એટલે જમીન ખુએ,ઘર ખુએ,ઢોરઢાંખર ખુએ અને નાગો ભૂખ્યો થઈને બેસે.”

આ અહેવાલ વાંચીને લાગે છે કે ૧૦૦ વર્ષ પહેલાં પણ ખેડૂતોની સ્થિતિ તો આજના જેવી જ હતી.એમને લૂંટનારા લોકોના રૂપ બદલાયા છે પણ સમસ્યાઓ તો એ જ છે.

નેહરુ એ પછી રામચંદ્ર નામના ખેડૂત આગેવાનની વાત કરે છે કે એણે અયોધ્યા અને એની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં કેવી રીતે જાગૃતિ લાવી હતી.

“આ પરિસ્થિતિમાંથી ખેડૂતોની મોટી હિલચાલનો ભારે ભડકો સળગે એમાં શી નવાઈ?નવાઈ તો મને એ હતી કે શહેરમાંથી કશી મદદ વિના કે રાજદ્વારી પુરુષોના કે બીજા કાર્યકર્તાઓના એમાં ભાગ લીધા વિના આખી હિલચાલ આપોઆપ ઊભી થઈ.મહાસભાથી એ સાવ સ્વતંત્ર હતી,અને અસહકારની સાથે એને કશો સંબંધ ન હતો…આ કિસાન હિલચાલ વિષે શહેરોમાં કશી જ ખબર નહોતી એથી વળી મને વધારે આશ્ચર્ય થયું.છાપાઓમાં એને વિષે એક લીટી પણ નહોતી આવતી;તમને ખેડૂતોની અને ગામડાંઓની કશી પરવા નહોતી.આપણે જનસમૂહ થી કેટલા અલગ રહેતા હતા અને આપણા બનાવેલા સંકુચિત જગતમાં જ રહીને કામ કરતા હતા એ સત્ય વિષે મારી આંખ અપૂર્વ રીતે ઉઘડી ગઈ.”

એ વખતે ટીવી નહોતા તેથી ન્યુઝ ચેનલો પણ ન હતી.પ્રિન્ટ મીડિયા હતું. એ વખતે પણ મોટા ભાગના અખબારો ને ખેડૂતોની કોઈ પરવા નહોતી –એ આશ્ચર્ય જનક લાગે છે.આજનું ગોદી મીડિયા એ સમયના પ્રિન્ટ મિડીયાથી ક્યાં અલગ છે?એક બે ચેનલોને બાદ કરતા આજનું માસ મીડિયા કિસાનોની સમસ્યાઓ,એમની લડત ,એમની યાતનાઓ-હદ તો એ છે કે ૫૮ ખેડૂતો માર્યા ગયા એમના માટે પણ કોઈ સહાનૂભૂતિ નથી બતાવી.સરકાર અને મીડિયાની આવી નિષ્ઠૂરતા ભારતના ઇતિહાસમાં કદાચ જ જોવામાં આવી હશે!.

એ પછી નેહરુએ ખેડૂતોની સાથે ખાતાં ,તેમનાં માટીનાં ઝુંપડામાં રહેતા,કલાકોના કલાક સુધી તેમની વાતો કરતા અને અનેક નાની મોટી સભાઓ આગળ ભાષણ આપતા એક ગામથી બીજા ગામ ભટકતા – એ બધી બાબતોનું વર્ણન કર્યું છે.નેહરુ ખેડૂતોની સામે બોલતા ગભરાતા હતા,પરંતુ પોતાની વાત મક્કમતાથી કહેતા –અને એ રીતે એમની વકતૃત્વ કળા ખીલી એવું સ્વીકારે છે.૧૯૨૧મા બારે માસ એમણે ગામડાઓની મુલાકાત ચાલુ રાખી હતી.એ પછી અસહકારનું આંદોલન વેગ પકડતા એમનું કાર્યક્ષેત્ર વધ્યું અને એમની જવાબદારીઓ પણ વધી,પરંતુ તેઓ ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેતા.

કિસાનોની સમસ્યાઓની તલસ્પર્શી જાણકારી નેહરુને હતી એટલે જ  દેશના પ્રથમ વડાપ્રધાન બનતા એમણે કૃષિ અને કિસાનો માટે ઘણા પગલાં લીધા હતાં.

૧૯૪૭મા દેશ આઝાદ થયો ત્યારે ૮૦% થી વધુ વસ્તી ગામડાઓમાં વસ્તી હતી અને મુખ્યત્વે ખેતી પર નભતી હતી.કૃષિ ઉપજ બહુ ઓછી હતી-માત્ર ૫ કરોડ ટન.પાક નો બધો આધાર વરસાદ પર રહેતો.વરસાદ સારું થાય તો અનાજ ઉગે-જો દુકાળ પડે તો કશું ન થાય.દેશના કેટલાક પ્રદેશોમાં મધ્ય યુગની સામંતશાહી પ્રથા હજી ચલણમાં હતી.સાધનો ટાંચા હતા.વીજળી નહોતી.નહેરો નું નેટવર્ક ખૂબ માર્યાદિત હતું.ઉપરથી ૧૯૪૩મા પડેલા દુકાળે ૩૦ લાખ લોકોને ભરખી લીધા હતા.દેશની સ્વતંત્રતા વખતે પડેલા ભાગલાને લીધે નિરાશ્રીતો ની સમસ્યા પણ હતી,અનાજ ઓછું હતું,ફુગાવો વધારે હતો.સ્વાભાવિક રીતે જ પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને નવા જોરથી ઊભી કરવાનો મોટો પડકાર હતો.

રશિયાથી પ્રભાવિત નેહરુએ રશિયાની જેમજ પંચવર્ષીય યોજનાઓ લાગુ પાડી. ૨૩૭૮ કરોડના કુલ બજેટની પ્રથમ પંચવર્ષીય યોજના ૧૯૫૧મા લાગુ થઇ.આ યોજનામાં કૃષિ અને કૃષિકારોને પ્રાથમિકતા આપતા સરકારે કૃષિ,સિંચાઈ,ઉર્જા અને ભૂ-વિહીન ખેડૂતોના સ્થાપન માટે કુલ બજેટના ૪૮.૭૦ % રકમ ફાળવી હતી.પાણી છે તો ખેતી છે-પાણી છે તો જીવન છે એ વાત સારી રીતે સમજતા નેહરુએ પાણીના સંગ્રહ માટે ભાખરા નાગલ ,હીરાકુંડ,અને નાગાર્જુન સાગર જેવા મોટા બંધો બંધાવ્યા.કૃષિ ઉત્પાદન વધારવા રીસર્ચ સેન્ટર જરૂરી હોય છે.નેહરુ સરકારે ૧૯૫૪મા ખડગપુર IITમાં કૃષિ ઈજનેરી વિભાગ અને પંતનગર,લુધિયાના ,જબલપુર,ઉદેપુર અને કોઇમ્બતુર માં કૃષિ ઈજનેરી કોલેજોની સ્થાપના કરી.પરિણામે પ્રથમ પંચવર્ષીય યોજનામાં અન્ન ઉત્પાદનમાં ૧૭% નો અને બીજી પંચવર્ષીય યોજનામાં ૧૬% નો વધારો થયો.૧૯૬૪મા પાકના લઘુત્તમ ટેકાના ભાવની પદ્ધતિ લાગુ કરી.

આ હતું નેહરુનું વિઝન અને ખેડૂતો માટેના કાર્યો.

(Published on Yuvasaathi)

8 માર્ચ, 2021

વિરોધ કરવાના લોકતાંત્રિક અધિકારો પર તરાપ


 ટીકા ટીપ્પણી વિના સ્વસ્થ લોકશાહીની કલ્પના કરી શકાય નહિ, એટલે જ આલોચનાને લોકશાહીનો આત્મા કહેવામાં આવ્યો છે. આલોચના ન જ માત્ર સરકારને નિરંકુશ થતા અટકાવે છે, પરંતુ એને જવાબદાર, સંવેદનશીલ અને પારદર્શક પણ બનાવે છે. એટલા માટે આલોચનાનું રચનાત્મક હોવું અને સરકારનું  જનતા પ્રત્યે જવાબદાર હોવું ખૂબ જ આવશ્યક છે. દુર્ભાગ્યવશ ભારત જેવા વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં પાછલા કેટલાક વરસોમાં ટીકા અને વિરોધના અધિકારોને સીમિત જ નહિ સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બાબત દેશના જાગૃત નાગરિકો અને બુદ્ધિજીવી વર્ગ બહુ સારી રીતે સમજી રહ્યું છે કે મહત્વના મુદ્દાઓ પર સરકારની ટીકા કરનારા ટીકાકારો, લેખકો, પત્રકારો, સમાજ સેવકો, શિક્ષકો, લોકાધિકાર માનવ અધિકાર કાર્યકર્તાઓ, એક્ટીવિસ્ટો અને સંસ્થાઓને દમનનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશની આંતરિક દશા કેટલી ચિંતાજનક છે-એને બ્રિટનમાં રહેતા સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પણ સારી રીતે અનુભવી રહ્યા છે. એક ઇન્ટરવ્યુંમાં એમણે આ સત્ય સ્વીકાર્યું કે લોકોનો અવાજ દબાવવા માટે ભારતમાં મરજી મુજબની રીતો અપનાવવામાં આવી રહી છે.હાવર્ડ યુનીવર્સીટીમાં પ્રોફેસર સેને કહ્યું કે જે વ્યક્તિ સરકારની કડક ટીકા કરે છે અથવા સરકારને જે પસંદ નથી આવી રહ્યું,એને આતંકવાદી ઘોષિત કરવામાં આવે છે અને જેલમાં નાખવામાં આવે છે.ભારતમાં અસહમતિ અને ચર્ચાની શક્યતા ઓછી થતી જઈ રહી છે.લોકો પર દેશદ્રોહનો મનમાન્યા આરોપો લગાવી કેસ ચલાવ્યા વિના જ જેલમાં નાખવામાં આવી રહ્યાં છે.

વિચારણીય બાબત આ છે કે પાછલા કેટલાક વરસોમાં સરકાર દ્વારા લાવવામાં આવેલ સીએએ, એનઆરસી, એનપીઆર, કૃષિ સુધારા જેવા વિવાદિત કાયદાઓ અને નોટબંધી, જીએસટી તથા કોરોનાના કારણે લોકડાઉન જેવા નિર્ણયો વિરુધ જનાંદોલન,વિરોધ,ટીકા અને મતભેદોનું વર્તુળ વધ્યું છે. બીજી બાજુ જનતાનો અવાજ સાંભળવાની જગ્યાએ,આ આંદોલનોને દબાવવા ,કચડી નાખવા,બદનામ કરવા અને એમની વિરુધ અરાજક તત્વોને ખુલ્લી છૂટ આપવા માટે ઘણા સ્તરો પર સરકારની કડક આલોચના પણ થઇ છે.વિરોધના સૂરને દાબી દેવા માટે સરકાર તરફથી કરવામાં આવતા અયોગ્ય બળપ્રયોગને માનવ અધિકારોના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી રહ્યા છે.દેશની અંદર અને બહાર વૈશ્વિક સ્તરે અને બુદ્ધિજીવીઓ,માનવ અધિકારવાદી સંગઠનો તરફથી વર્તમાન દશા પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

આની ગુંજ સંસદમાં પણ ત્યારે સંભળાઈ જયારે અમરોહાના બસપા સાંસદ કુંવર દાનીશઅલીએ આ મામલાને ઉઠાવતા કહ્યું હતું કે સીએએ, એનઆરસી અને એનપીઆર વિરુધ શાંતિપૂર્ણ આંદોલન કરનારા જેએનયુ  અને જામીયાના આંદોલનકારીઓ વિરુધ યુએપીએ જેવા ગંભીર કાયદાનો ઉપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે.સંસદનું કાર્ય કાનૂન બનાવવું છે, જો સામાન્ય જનતા એનાથી સંતુષ્ટ નથી તો આંદોલન કરવું એનો અધિકાર છે.એમણે કૃષિ સુધારા કાયદાઓના વિરોધમાં થનારા પ્રદર્શનનો સંદર્ભ આપતા કહ્યું કે કિસાનો માર્ગો પર છે અને તેઓ આ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.આંદોલનકારી કિસાનોને પણ દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે.

એમણે આરોપ લગાવ્યો કે આંદોલનકારી વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. પ્રો.અપૂર્વાનંદ જેવી વ્યક્તિને પણ દિલ્હી પોલીસનું સ્પેશ્યલ સેલ પોલીસ સ્ટેશને બોલાવી પૂછપરછ કરે છે.પોલીસ જાણીજોઈને ચાર્જશીટ ફાઈલ કરવામાં વિલંબ કરે છે,જેથી આંદોલનકારીઓને વધુમાં વધુ દિવસો સુધી વિના ટ્રાયલે જેલમાં ગોંધી રાખી શકાય ,કેમકે પોલીસને ખબર છે કે પોતાની પાસે એમની વિરુધ કોઈ પુરાવા નથી.ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા સીએએ કાનૂન વિરુધ સંવિધાનિક અધિકાર હેઠળ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર ગેન્ગસ્ટર એક્ટ,ગુંડા એક્ટ, રાસુકા અને તડીપાર જેવા કડક કાયદાઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સરકારે આલોચકો અને વિરોધીઓની સંપત્તિ જપ્ત કરી,એમના પોસ્ટર લગાવડાવ્યા.લોકઅધિકારો માટે કામ કરતી સંસ્થા ‘રિહાઈ મંચ’, એના અધ્યક્ષ એડવોકેટ શોએબ દારાપુરી સહીત ઘણા બુદ્ધિજીવીઓનો અવાજ કચડી નાખવા માટે કઠોર કાર્યવાહી કરવામાં આવી.કેટલાક લોકોને નજરકેદ કરવામાં આવ્યા તો કેટલાકને જેલમાં મોકલવામાં આવ્યા.

જેએનયુ હોસ્ટેલમાં પોલીસની હાજરીમાં વિદ્યાર્થીઓને અવાજ ઉઠાવવાની સજા આપવામાં આવી.કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસીને વિદ્યાર્થીઓને માર્યા અને તોડફોડ ની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ .એવી જ રીતે દિલ્હીમાં સીએએ વિરોધી આંદોલનોને નિશાન બનાવી હિંસા આચરવામાં આવી.સીએએ વિરોધી આંદોલન દરમ્યાન શાહીનબાગને બદનામ કરવા માટે સત્તાધારી પાર્ટીના નેતાઓએ ખુલ્લેઆમ ‘ગોલી મારો’ના નારા લગાવ્યા, અને પછી કપિલ ગુર્જર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો.કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા હિંસા ભડકાવનારા નેતાઓ અને  હિંસા આચરનારા ઉપદ્રવીઓના કાર્યોની વિડીઓ ઉપલબ્ધ છે.જામિયા મિલિયા ઇસ્લામિયા યુનીવર્સીટીના કેમ્પસ અને પુસ્તકાલયમાં તંત્રની અનુમતિ વિના પ્રવેશી પોલીસે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને માર્યા,કેટલાકના હાથપગ ભાંગી ગયા.આના પણ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે.

આખું વર્ષ વીતી ગયું,ઘણા પીડિતોને ઝૂઠા આરોપો હેઠળ જેલમાં નાખવામાં આવ્યા,પરંતુ કોઈ પણ દોષી વિરુધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.આ વાત સર્વવિદિત છે કે આ બધા મામલાઓ ,હિંસા અને ગોલી મારોના નારા વિરોધના અધિકારો અને વિરોધના સૂર દબાવી દેવા માટે કરવામાં આવ્યા હતા.આ બધા વિરોધ કરવાવાળાઓને દેશદ્રોહી ,પાકિસ્તાની,નક્સલી,અને ચીનપ્રેમીઓ કહેવામાં આવ્યા.જોકે લોકશાહી સરકાર અને લોક્પ્રતિનીધીઓનો વ્યવહાર જનતાથી સંવાદ સાધી એમની સમસ્યાઓને સાંભળવી અને નિરાકરણ કરવાનું હોવું જોઈએ, ના કે જીદ કરવી અને અનાવશ્યક બળ પ્રયોગ કરવું-જેવું પાછલી સરકારો કરતી આવી છે.

આ ઉપરાંત આંદોલનકારીઓ,સમાજસેવકો, છાત્ર નેતાઓ અને બુદ્ધિજીવીઓ ને જેલમાં નાખી એમના પર ટોર્ચર કરવામાં આવે છે. ઉમર ખાલીદે એક કોર્ટની હાજરી દરમ્યાન જણાવ્યું કે કેટલાક દિવસથી એના દાંતમાં દર્દ છે,પરંતુ એનો ઈલાજ કરવામાં નથી આવી રહ્યો.સાથે જ એણે એમ પણ કહ્યું કે ચાર્જશીટની કોપી મીડિયામાં લીક કરવામાં આવી રહી છે,પણ એને એની નકલ આપવામાં નથી આવી રહી, તેથી પોતાના પર લાગેલા પોલીસના આક્ષેપોને એ જાણી શક્યો નથી.દિલ્હી પોલીસે ડીસેમ્બરના અંતમાં ઉમર ખાલીદ વિરુધ ૧૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં એના પર દેશ વિરોધી ભાષણ આપવા,રમખાણો ભડકાવવા અને એનું ષડ્યંત્ર રચવા જેવા કેટલાય ગંભીર આરોપોમાં કલમો લગાવવામાં આવી હતી.પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું કે ૮ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે શાહીન બાગમાં ઉમર ખાલીદ,ખાલીદ સૈફી અને તાહિર હુસેને મળીને દિલ્હી રમખાણોની યોજના બનાવવા માટે મીટીંગ કરી હતી.આ દરમ્યાન ઉમર ખાલીદે મધ્ય પ્રદેશ,રાજસ્થાન,બિહાર,મહારાષ્ટ્રમાં ભાગ લીધો હતો અને ભડકાઉ ભાષણો આપ્યા અને લોકોને ઉશ્કેર્યા હતા.

સફૂરા ઝરગરને દિલ્હી રમખાણોમાં આરોપી બનાવી ૭૪ દિવસો સુધી તિહાર જેલમાં રાખવામાં આવી.એ પણ ત્યારે જયારે એ ગર્ભવતી હતી.દેશ વિદેશમાંથી એના માટે સરકાર પર ઘણો દબાવ આવ્યો.અહી સુધી કે સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આને માનવ અધિકારનો ઉલ્લંઘન બતાવતા કહ્યું કે એક ગર્ભવતી સ્ત્રીને તમે જેલમાં કેવી રીતે ગોંધી રાખી શકો? ત્યારબાદ એને જામીન પર છોડવામાં આવી.છુટ્યા પછી એનું કહેવું હતું કે પોલીસે એને પાયાની સુવિધાઓ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.એનો જરૂરી સામાન પણ જેલમાં લઇ જવા દેવાની પરવાનગી ન હતી.ચાલીસ દિવસો સુધી એને ઘરે ફોન કરવા દેવામાં નહોતું આવ્યું.ન જ એને કોઈનાથી મળવા દેવામાં આવતી હતી.તેથી કેટલાક સામાન માટે એને બીજા કેદીઓ પર નિર્ભર રહેવું પડતું.આ દરમ્યાન એના સાથી કેદીઓએ એને ચપ્પલ,આંતર વસ્ત્રો અને કામળો આપ્યો.કોર્ટમાં યાચિકા નાખવામાં આવી ત્યારે એને પાંચ જોડી કપડા લેવાની મંજુરી આપવામાં આવી!

વિરોધનો અવાજ કચડી નાખવા માટે કલબુર્ગી,પનસરે અને ગૌરી લંકેશ ની હત્યા કરી દેવામાં આવી.૨૦૧૮માં ભીમા કોરેગાંવમાં હિંસક ઝડપો થઇ હતી –એને આધાર બનાવી ૧૬ સમાજ સેવકો,કવિઓ અને વકીલોની ધરપકડ કરવામાં આવી.એમના ઉપર પણ દેશદ્રોહ સંબંધી આરોપો લગાવવામાં આવ્યા.આનંદ તેલતુંમ્બ્ડે,માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા,કવિ વરવર રાવ,સ્ટેન સ્વામી.સુધા ભારદ્વાજ,અરુણ ફરેરા ,વર્નોન ગોન્જાલ્વીસ જેવી દેશની મોટી હસ્તીઓને જેલમાં નાખવામાં આવી.

એમના સંબંધીઓનું પણ કહેવું છે કે એમની સાથે જેલમાં અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં બેંગ્લોરની એક ૨૨ વર્ષીય પર્યાવરણ એક્ટીવીસ્ટ દિશા રવિની દિલ્હી પોલીસે ધરપકડ કરી.એનાં પર આરોપ છે કે કિસાન આન્દોલનમાં એક ટૂલ કીટમાં ઓનલાઈન ફેરફાર કર્યો હતો.એ જ ટૂલ કીટની કોપીને વિશ્વની પ્રસિદ્ધ પર્યાવરણ એક્ટીવીસ્ટ ગ્રેટા થન્બર્ગે શેર કરી હતી.દિશા રવિ પર દેશદ્રોહનો આરોપ લગાવવમાં આવ્યો છે.આ લખાય છે ત્યારે દિશાને એક લાખના જામીન  પર મુક્તિ મળી ગઈ છે,પરંતુ એના વકીલનું કહેવું છે કે એક લાખ રૂપિયાનું બોન્ડ આપી શકે એમ નથી.

આ બધી ઘટનાઓ આ દર્શાવવા માટે પુરતી છે કે દેશની લોકશાહી બીમાર છે અને સંવિધાનિક સંસ્થાઓ પંગુ બની ચુકી છે.લોકશાહી અધિકારોને માચડે ચઢાવી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.વિરોધના સૂર દબાવવા માટે સામ,દામ,દંડ,ભેદની બધી યુક્તિઓ કામે લગાડવામાં આવી રહી છે.બુદ્ધિજીવીઓ અને કાર્યકર્તાઓ જેલમાં છે અને વાસ્તવમાં રમખાણો ભડકાવનારા ગુંડાઓ આઝાદીથી મહાલે છે.શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સામાજિક કાર્યકર્તાઓને દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવી યોગ્ય નથી.લોકશાહીમાં બધી જ જાતના વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

(યુવાસાથી સામયિકમાં પ્રકાશિત મારો લેખ )

4 માર્ચ, 2020

આ ઉનાળુ સત્રમાં સરકાર લાવશે એવો કાયદો-વાંચીને ચોંકી જશો તમે પણ !


આ ઉનાળુ સત્રમાં મોદી સરકાર એક એવો કાયદો લાવી રહી છે જેનાથી ભારતના તમામ નાગરિકો ચોંકી જશે.મોદી સરકાર જે કાયદો લાવી રહી છે એનું નામ છે "સ્પેશિયલ સીટીઝન્સ પ્રોટેકશન બિલ" (Special Citizens Protection Bill").આ બિલ ઉનાળુ સત્રમાં સંસદના બન્ને ભવનોમાં રજૂ કરવામાં આવશે. આ બિલ ની જોગવાઈ મુજબ દેશના અમુક "ખાસ" એટલે કે સ્પેશ્યલ લોકોની સરકાર ધરપકડ નહીં કરે.જો પોલીસે ધરપકડ કરવી હશે તો પહેલા સરકારની મંજૂરી લેવી પડશે.આ માહિતી કાયદાપ્રધાન શ્રી રવિશંકર પ્રસાદે એક એક પત્રકાર પરિષદમાં આપી.આ કાયદાની જોગવાઈ મુજબ દેશના કેટલાક "ખાસ" નાગરિકોને વિશેષ સુવિધા આપવામાં આવશે.આ સુવિધામાં જો એમણે ગુનો પણ કર્યો હશે તો પોલીસ તરત એમની ધરપકડ નહિ કરે.ઉલટું એમને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવશે.
આની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકાર પોતાના એટલે કે RSS અને ભાજપના લોકોને બચાવવા માંગે છે.આનાથી બીજા સામાન્ય લોકોને અન્યાય થશે.આવા લોકોની ધરપકડ કરતા પહેલા પોલીસે સરકારની મંજૂરી લેવી પડશે અને શક્ય છે કે જજ પણ આવા લોકોની ધરપકડ માટે વોરંટ ઈસ્યુ નહિ કરે.એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ.વધુમાં એમણે જણાવ્યું કે પાછલા કેટલાક દિવસોમાં થયેલા રમખાણોમાં ભાજપના નેતાઓ દ્વારા ઉશ્કકેરણી જનક ભાષણો કરવાથી દિલ્હીમાં વધારે હિંસા ફાટી નીકળી હતી. આવા આગેવાનો વિરુદ્ધ એફઆઇઆર કરવાને બદલે સરકાર એમને બચાવી રહી છે. એટલુજ નહિ કપિલ મિશ્રા જેવા લોકોને તો વાય પ્લસ સુરક્ષા આપી રહી છે ,જે અત્યંત ખેદજનક છે. 
આ બિલ વિશે પ્રતિક્રિયા આપતા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ કહ્યું કે સરકાર આવો કોઈ કાયદો લાવી ન શકે. આ બીલ દેશના કાયદા અને બંધારણની વિરુદ્ધ છે. દેશમાં બધા જ લોકો કાયદાની દ્રષ્ટિએ સમાન છે.આ કાયદાથી દેશમાં જંગલ રાજ ફેલાશે.ખરેખર તો આવા કાયદાની કોઈ જરૂર જ નથી.સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ છે.સરકાર એક તરફી નિર્ણયો લઈ રહી છે અને પોતાના માણસોને ખાસ કરીને પોતાની પાર્ટીના માણસો ને બચાવવા માટે આ બિલ લાવવા માંગે છે.
આ જોગવાઇથી સૌથી વધુ લાભ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને મળશે એવું માનવામાં આવી રહ્યું છે.

23 ફેબ્રુઆરી, 2020

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને પકોડાની પેટન્ટ ભેટ આપશે મોદી!

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભારતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી એમને "પકોડા"ની પેટન્ટ ભેટ આપશે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધારે લોકો અમેરિકન પ્રમુખ નું સ્વાગત કરશે એ પછી તેઓ આગ્રામાં તાજમહલ અને દિલ્હીમાં એક સરકારી શાળાની મુલાકાત લેશે. Trump ભારત આવશે તો દેશને અમેરિકા તરફથી ઘણા વ્યાપારી કરારો કરવામાં આવશે અને ભારતને બીજી પણ ઘણી બાબતોમાં લાભ થશે તેવી આશા સેવાઈ રહી હતી પરંતુ વ્હાઈટ હાઉસે  સપષ્ટ  કરી દીધું છે કે અમેરિકા ભારત સાથે એવા કોઈ કરાર નહીં કરે.ઉલટું એણે ભારત પર 260 મિલિયન ડોલરનો દંડ ફટકારી દીધો છે .આ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમસ્તે Trump  કાર્યક્રમમાં ભવ્ય આગતા-સ્વાગતા કરશે.એટલું જ નહીં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી તેમના "ખાસ મિત્ર" ને પકોડાની પેટન્ટ ભેટ આપી મિત્રતા નિભાવશે.કોઈપણ જાતના ફળની આશા રાખ્યા વિના મહેમાનનું સત્કાર કરવું અને કંઇક ને કંઇક ભેટ આપવી આપણી પ્રાચીન પરંપરા રહી છે.આ પરંપરાના ભાગરૂપે જ શ્રી નરેન્દ્ર મોદી પકોડાની પેટન્ટ આપશે.
 ઉલ્લેખનીય છે પકોડા ભારતીયોનું પ્રિય  વયંજન રહ્યું છે .મોદીજીએ યુવાનોને પકોડા તળી ને વેચવાની જ્યારથી સલાહ આપી છે ત્યારથી દેશમાં પકોડા નો ગ્રુહ ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે.
       પકોડા પેટન્ટ મળશે તેનાથી રોમાંચિત થયેલા પ્રમુખ ટ્રમ્પે ટવીટ કરીને મોદીનો આભાર માન્યો છે અને સાથે માંગણી પણ કરી છે કે માત્ર પકોડા જ શા માટે એમને તો ફાફડા, ઢોકળા , હાંડવા, થેપલા,જલેબી અને લાડવા ના પણ પેટન્ટ મળવા જોઈએ.શ્રી નરેન્દ્ર મોદીએ તેમની આ વાતનો હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.
વોગ્શિંગ્ટન સ્થિત અમારા સંવાદદાતાએ અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મિસ મોરગન ઓરટેગસ સાથે વાતચીત કરી .મિસ ઓરટેગસે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ પેટન્ટ મળવાથી અમેરિકામાં વધુ પ્રમાણમાં પકોડા સેન્ટર ખુલશે અને અમેરિકાની મંદી માં ઘટાડો થશે અમેરિકન બેરોજગારીમાં પણ એક ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે .એટલું જ નહીં ઓફ ધ રેકોર્ડ એમણે કહ્યું કે આવતા વર્ષે ચૂંટણીમાં Trump જીતશે કે નહીં એ કહેવાય નહીં પરંતુ એમના રિયલ એસ્ટેટના ધંધામાં ખૂબ મંદી આવી છે ત્યારે પકોડા ઉદ્યોગથી  મિ.ટરમપ ફરીથી બિલિયોનેર બનશે .

22 ઑગસ્ટ, 2019

ભારતની સ્વતંત્રતામાં મુસ્લિમોનો ફાળો-ર

ગયા લેખમાં આપણે જાયું હતું એમ અંગ્રેજાની ગુલામી સામે સૌ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ૧૮પ૭માં થયો જેની આગેવાની બહાદુરશાહ ઝફર અને બીજા મુસ્લિમ નેતાઓએ લીધી હતી. ૧૮પ૭માં પાંચ લાખ મુસ્લિમોને ફાંસી આપવામાં આવી હતી એવું ઇતિહાસકાર મેવારામ ગુપ્તાએ નોંધ્યું છે. એ સંગ્રામમાં પુરૂષોની સાથે કેટલીક મુસ્લિમ મહિલાઓએ પણ ભાગ લીધો હતો. કેટલાક ઈતિહાસકારો માત્ર બેગમ હઝરત મહલ અને બી-અમ્માનો અછડતો ઉલ્લેખ કરે છે. બીજી અસંખ્ય મહિલાઓ વિશે લખવાનું ટાળ્યું છે. આ માહિતી મનમોહન કૌરે તેણીના પુસ્તક ‘વિમેન  ઇન ઈન્ડિયાસ  ફ્રિડમ મૂવમેન્ટ’માં નોંધી છે. ૧૯પ૭ના સંગ્રામમાં કાઝી અ.રહીમના માતા અસગરીબેગમ પણ અંગ્રેજા સામે લડયા હતા જેમને અંગ્રેજાએ જીવતા બાળી દીધા હતા. આ ઉપરાંત રરપ મુસ્લિમ મહિલાઓએ આ સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
પ્રથમ લેખમાં આપણે નોંધ્યું હતું એમ અંગ્રેજા સામેના સ્વાતંત્ર્ય સંગ્રામને બે વિભાગમાં વહેંચી શકાય. ૧૮પ૭ પહેલાં અને ૧૮પ૭થી ૧૯૪૭ સુધી. બીજા વિભાગમાં ૧૮પ૭થી લઈ સ્વતંત્રતા સુધી ભારતીયો સતત સંઘર્ષ કરતા રહ્યા. આમાં દરેક ધર્મના લોકોએ ભાગ લીધો હતો. બધાએ ખભેખભા મિલાવી લડાઈ લડી હતી. ભારતના ઇતિહાસના દસ્તાવેજા દિલ્હીના નેશનલ આર્કાઇવ્ઝ મ્યુઝિયમમાં સચવાયેલા છે.
અને આજે એ જ કહેવાતા રાષ્ટ્રવાદના ખોટા દાવેદારો ભારતીયોને ખોટો ઇતિહાસ ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મુસ્લિમોએ સ્વતંત્રતા આંદોલનમાં કોઈ ભૂમિકા ભજવી ન હતી. વાસ્તવિકતા તો આ છે કે આ કહેવાતા દાવેદરના સંસ્થા-કાર્યકરોને છોડી ઘણા ભારતીયોએ કુરબાનીઓ આપી હતી.
ઘણા મુસ્લિમ આગેવાનોના નામો આપણે જાણીએ છીએ અને ઘણા એવા છે જેમના વિશે બહુ કહેવાયું કે લખાયું નથી. પાઠય પુસ્તકોમાં અશફાકઉુલ્લાહખાન, ખાન અબ્દુલ ગફફારખાન, મૌલાના અબુલ કલામ આઝાદ, અલી બંધુઓ, હસરત મોહાની વગેરે વિશે ઉલ્લેખ આવે છે એટલે આપણે એમાંના વિશે જાણીએ છીએ. કેટલાક આગેવાનો એવા છે જેમના વિશે જાણવું જાઈએ.
ઝાકિર હુસૈન : ડો.ઝાકીરહુસેન આપણા દેશના ત્રીજા અને પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. જામિયા મિલિયા ઇસ્લામિયાના સર્વેસર્વા હતા. રર વર્ષ સુધી વાઈસ ચાન્સેલર રહ્યા. ગાંધીજીની અહિંસાની નીતિથી પ્રભાવિત થઈ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રહ્યા. ૩ મે, ૧૯૬૯ના દિવસે એમની ઓફિસમાં જ અવસાન થયું હતું. એમને ભારતનો સર્વોચ્ચ ઈલકાબ ‘ભારત રત્ન’થી સન્માનવામાં આવ્યા હતા.
મૌલાના અબુલકલામ આઝાદઃ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી હતા. સ્વતંત્રતા આંદોલનના એક મહત્વના આગેવાન હતા. હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. એમની દીર્ઘદૃષ્ટિના કારણે ભારતમાં આઈઆઈટી અને યુજીસી જેવી સંસ્થાઓ સ્થપાઈ. ૧૯ર૩માં કોંગ્રેસના સૌથી યુવાન પ્રમુખ તરીકે ચૂંટાવાનો રેકોર્ડ છે. નાગપુરમાં ‘ધ્વજ સત્યાગ્રહ’ કર્યું હતું. ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા.
ખાન અબ્દુલ ગફફારખાન : ‘ફ્રન્ટીયરના ગાંધી’  ‘ફખ્રે અફઘાનિસ્તાન’, ‘બાદશાહખાન’ અને ‘બાચાખાન’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફ્ફારખાન મહ¥વના સ્વાતંત્ર્ય સેનાની હતા. એમણે ૧૯ર૯માં ‘ખુદાઈ ખિદમતગાર’ ચળવળ શરૂ કરી હતી. આ ચળવળથી અંગ્રેજ સરકાર એટલી ગભરાઈ ગઈ હતી કે જગ્યા જગ્યાએ છાપા મારી આના કાર્યકરોને ત્રાસ આપવામાં આવતો. અમેણે અલગ પાકિસતાનની માગનો વિરોધ કર્યો હતો જ્યારે ભાગલા પડી ગયા ત્યારે એમણે કહ્યું હતું કે, ‘તમે અમને શિયાળોની સામે ફેંકી દીધા.’ ભાગલા પછી તેઓ પાકિસતાન જતા રહ્યા હતા અને ત્યાં અલગ બલોચ પ્રદેશ માટે સંઘર્ષ કર્યો હતો. ૧૯૪૮થી ૧૯૮૮ સુધી તેમને અનેક વખત જેલવાસ સહેવો પડયો હતો અથવા તો નજરકેદમાં રહ્યા. ૧૯૮૮માં અવસાન થયું ત્યારે હજારો લોકોએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૯૯૭માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
મૌલાના હસરત મોહાની : સ્વતંત્ર્ય સેનાની ઉપરાંત ઉર્દૂ ભાષાના સારા કવિ અને ભારતીય સામ્યવાદી પક્ષના સ્થાપક પણ હતા.  ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો આપ્યો. ૧૯ર૧માં અહમદઆબાદમાં કોંગ્રેસના અધિવેશનમાં સ્વામી કુમારાનંદ સાથે એમણે ‘સંપૂર્ણ સ્વતંત્રતા’ની માંગ કરી હતી. ૧૯રપમાં કાનપુરમાં ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા’ની સ્થાપના કરવામાં આવી તેઓ સ્થાપકોમાંથી એક હતા.
બદરૂદ્દીન તૈયબજી  : કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ પ્રમુખ હતા. મુંબઈ હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરનાર પ્રથમ ભારતીય હતા. લંડનમાં ભણ્યા. ત્યાંથી પાછા આવી કોંગ્રેસમાં જાડાઈ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ લીધો. ૧૮૯પમાં મુંબઈ હાઈકોર્ટમાં જજ તરીકે નિમાનાર ત્રીજા ભારતીય અને પ્રથમ મુસ્લિમ હતા. સ્ત્રીઓની સ્વતંત્રતાના હિમાયતી હતા. પોતાની બે પુત્રીઓને ભણાવવા માટે લંડન પણ મોકલી હતી, એમના ધર્મપત્ની સુરૈયા તૈયબજીએ ભારતનો ધ્વજ જે હાલની સ્થિતિમાં છે એને ડિઝાઈન કર્યું હતું.
અત્યાર સુધી એવું મનાતું હતું કે આંધ્રપ્રદેશના પિંગલી વૈંકૈયાએ આપણું રાષ્ટ્રધ્વજ ડિઝાઈન કર્યું છે. પિંગલી વૈંકૈયાએ જે ધ્વજ ડિઝાઈન કર્યુ હતું એ માત્ર ત્રણ રંગનો હતો. ગાંધીજી ઈચ્છતા હતા કે લાલ, સફેદ અને લીલા રંગની વચ્ચે ચરખાનું ચિહન મૂકવામાં આવે. ૧૯૩૧માં ધ્વજ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. જેણે લાલને બદલે કેસરી રંગ સૂચવ્યું હતું. ૧૯૪૭માં સંસદીય સમિતિ દ્વારા ખરડો પસાર કરી ચરખાને બદલે અશોકચક્રનું ચિહન પસંદ કરવામાં આવ્યું હતું.
સંસદીય સમિતિએ પિંગલી વૈંકૈયા કે સુરૈયા તૈયબજીનો ડિઝાઈનર તરીકેનો કયાંય ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તાજેતરમાં સુરૈયા તૈયબજીની પુત્રી લેલા તૈયબજીએ ‘ધ વાયર’મા પુત્રી લૈલા તૈયબજીએ ‘ધ વાયર’માં એક લેખ લખ્યો હતો જેમાં એમણે જણાવ્યું હતું કે કેવી રીતે એમની માતાએ અશોકચક્રના ગ્રાફિક ડિઝાઈન બનાવી ડો.રાજેન્દ્રપ્રસાદની આગેવાની હેઠળની ધ્વજ સમિતિના પાસે પાસ કરાવી હતી અને કેવી રીતે એમની માતાએ ભારતનું રાષ્ટ્રધ્વજ એમના પિતા તૈયબજીની દેખરેખ હેઠળ બનાવ્યું એનું વર્ણન કર્યું છે.
મૌલાના શૌકતઅલી અને મોહમ્મદઅલી જોહર :
‘અલી બંધુઓ’ તરીકે જાણીતા છે. ખિલાફત ચળવળના આગેવાનોમાંથી હતા. શૌકતઅલીએ ભાઈ મોહમ્મદઅલી જાહરને ઉર્દૂ સાપ્તાહિક ‘હમદર્દ’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘કોમરેડ’ને સ્થાપવામાં મદદ કરી હતી. અસહકારની ચળવળમાં પણ એમણે ભાગ લીધો હતો. ૧૯ર૮માં શૌકતઅલીએ નહેરૂ રિપોર્ટનો વિરોધ કર્યો હતો. એમણે મુસ્લિમો માટે અલગ ચૂંટણીની માંગ કરી હતી. આખરે ખિલાફત કમિટીએ નહેરૂ રિપોર્ટને ફગાવી દીધો હતો. શૌકતઅલી ઓલ ઇÂન્ડયા મુસ્લિમ લીગ સાથે ૧૯૩૬માં જાડાયા હતા. મોહમ્મદઅલી જાહર એક સારા પત્રકાર પણ હતા. ‘ધી ટાઇમ્સ’ (લંડન), ‘ધી માંચેસ્ટર ગાર્ડિયન’ અને ‘ધી ઓબ્ઝર્વર’ જેવા ઈંગ્લેન્ડના દેનિકોમાં કટાર લખતા હતા. એમણે ‘કોમરેડ’ અને ‘હમદર્દ’ સાપ્તાહિકો શરૂ કર્યા હતા. મુસ્લિમ લીગના સભ્ય હતા.
સૈયદ મોહમ્મદ શરફુદ્દીન કાદરી :  ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જાડાયા હતા. કટકની જેલમાં ગાંધીજી સાથે એક જ ખંડમાં હતા. ર૦૦૭માં ભારત સરકારે ભદ્મભૂષણથી નવાજ્યા. ૩૦  ડિસેમ્બર ર૦૧પમાં ૧૧૪ વર્ષની વયે અવસાન થયું.
આ ઉપરાંત કેટલાક  મહત્વના નામો આ પ્રમાણે છે જેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં મહત્વનો ભાગ લીધો હતો.
ભોપાલના બરકતુલ્લાહ (ગદર પાર્ટીના સંસ્થાપક), સૈયદ રહમત શાહ (ગંદર પાર્ટીના સભ્ય, ફાંસીની સજા થઈ હતી), અલી મોહમ્મદ સિદ્દીકી (મલાયા અને બર્મામાં અંગ્રેજા વિરુદ્ધ બળવો કર્યો હતો. ૧૯૧૭માં ફાંસીએ ચઢાવવામાં આવ્યા હતા) ઉમર સુબ્હાની (મુંબઈના કરોડપતિ ઉદ્યોગપતિ કે જેમણે કોંગ્રેસના ખર્ચા માટે ગાંધીજીને કોરો ચેક આપી દીધો હતો),
મુહમ્મદ બશીર, ખુદાબક્ષ, અ.ઝકરિયા, અલ્લાહ નવાઝ, અબ્દુલ અઝીઝ જેવા હજારો મુસ્લિમોએ ભારતની સ્વતંત્રતા માટે બલિદાનો આપ્યા. આ ઉપરાંત અબાદી બેગમ (મૌલાના મો.અલીની માતા), અમજદી બેગમ (મૌલાના મો.અલીની પત્ની), નિશાતુન્નિસા (હઝરત મોહાનીના પત્ની), સદાતબાનુ કિચલુ (ડો.સૈફુદ્દીન કિચલુના પત્ની), બેગમ ખુરશીદ ખ્વાજા (એમ.એ. ખ્વાજાના પત્ની), ઝુલેખા બેગમ (મૌલાના આાઝાદના પત્ની), ખદીજા બેગમ અને ખુરશીદ સાહેબા, ફ્રન્ટીયરમાંથી મેહરતાજ (ખાન અ.ગફફારખાનની સુપુત્રી), ઝુબૈદાબેગમ દાઉદી (બિહારના રાષ્ટ્રવાદી શફી  દાઉદના પત્ની), કનીઝ સાજેદાબેગમ (બિહાર), મુનીરાબેગમ (મૌલાના મઝહરુલ હકની પત્ની), અમીના તૈયબજી (અબ્બાસ તૈયબજીના પત્ની), સુરૈયા તૈયબજી (બદરૂદ્દીન તૈયબજીના પત્ની), બેગમ સકીના લુકમાની (ડો.લુકમાનીના પત્ની અને બદરુદ્દીન તૈયબજીના સુપુત્રી). રેહાના તૈયબજી (અબ્બાસ તૈયબજીની સુપુત્રી), હમીદાના તૈયબજી (શમ્સુદ્દીન તૈયબજીની પૌત્રી), ફાતિમા તૈયબઅલી, સફિયા સાદખાન, શફાતુન્નિસા (મૌલાના હબીબુર્રહમાનના પત્ની), કુલસુમ સિયાની (ડો.જાનમોહમ્મદ સિયાનીના પત્ની), જેવી અસંખ્ય મુસ્લિમ મહિલાઓએ પણ કોંગ્રેસના બેનર હેઠળ અથવા સ્વતંત્ર રીતે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પુરૂષો સાથે ખભેખભા મિલાવી ભાગ લીધો હતો. આ સ્ત્રી પુરૂષો, સ્વાતંત્ર્યકારોએ હિંદુ-મુસ્લિમ બનીને નહીં પરંતુ ‘ભારતીય’ બનીને ભાગ લીધો હતો અને એ સાબિત કરી દીધું હતું કે
‘સભી કા ખૂન શામિલ હૈ યહાં કી મિટ્ટી મેં
કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ.’
(shaheenweekly માં છપાયેલ મારો લેખ)

ભારતની સ્વતંત્રતામાં મુસ્લિમોનો ફાળો-1



બસો વર્ષ સુધી અંગ્રેજાએ ભારતને ગુલામ રાખ્યો. આ ગુલામીમાંથી સ્વતંત્ર થવા માટે બધા જ ભારતીયોએ ચાહે એ હિંદુ હોય, મુસ્લિમ હોય કે પછી શીખ હોય બધાએ જ પોતાનું યોગદાન આપ્યું છે. આજે કેટલાક સંગઠન અને રાજકીય પક્ષ દ્વારા એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે ભારતની આઝાદીમાં માત્ર હિંદુઓએ જ ભાગ લીધો હતો, મુસ્લિમોની આમાં કોઈ ભૂમિકા ન હતી, આશ્ચર્ય તો આ છે કે આ વાત સંગઠન અને પક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહી છે કે જેના કોઈ કાર્ય કરે દેશની સ્વતંત્રતા માટે કયારેય કોઈ લડાઈ લડી ન હતી, ઉલ્ટું જેલમાથી છૂટવા માટે અંગ્રેજાને માફીપત્રો લખ્યા અને અંગ્રેજા માટે વફાદાર રહેવાની ખાતરી આપી હતી !
આ દેશને અંગ્રેજાની ગુલામીમાંથી આઝાદ કરવા માટે જેટલી કુર્બાનીઓ હિંદુઓએ આપી હતી એટલી જ બલ્કે, કદાચ એનાથી પણ વધારે કુર્બાનીઓ મુસ્લિમોએ આપી હતી અને આના ઐતિહાસિક દસ્તાવેજા પણ ઉપલબ્ધ છે. કોઈપણ મુસલમાન કયારેય કોઈની ગુલામીને સ્વીકારી શકે નહીં. કારણ કે એના માટે ગુલામી એક માત્ર એના પાલનહાર અલ્લાહ માટે જ હોઈ શકે છે. કોઈપણ મુસ્લિમ માટે સ્વતંત્રતાનો અર્થ આ છે કે એકમાત્ર સર્જક અલ્લાહની ગુલામીનો પટ્ટો પહેરી બીજી બધી જ ગુલામીઓમાંથી આઝાદ થઈ જવું એ છે. અહીં સુધી કે ઇજ્જત, આબરૂ, ધન, દૌલતની ગુલામીમાંથી પણ મુકત થઈ પોતાની ઈચ્છાઓને અલ્લાહને તાબે કરી દેવી. સૌથી કિંમતી વસ્તુ પ્રાણ છે. તે પોતાના પ્રાણને અલ્લાહની સૌથી મોટી કૃપા સમજે છે અને અલ્લાહના માર્ગમાં એને લૂટાવી દેવાને સૌથી વધુ  ભાગ્યશાળી બાબત માને છે. જિંદગી પસાર કરવાના અને પ્રાણ આપવાના જે ઉદાહરણો મુસ્લિમોમાં જાવા મળે છે એવા કોઈ ઉદાહરણ બીજા ધર્મ કે સમુદાયના લોકોમાં ભાગ્યે જ જાવા મળે છે.
મુસ્લિમો ગુલામીને સૌથી કનિષ્ઠ બાબત સમજે છે. ઇસ્લામના બીજા ખલીફા હઝરત ઉમર રદિ.એ કહ્યું હતું ઃ ‘તમે એ બાળકોને ગુલામ બનાવી દીધા જેમની માતાઓએ એમને સ્વતંત્ર પેદા કર્યા હતા.’
કેટલાક લોકો એવી ગેરસમજ ફેલાવે છે કે અંગ્રેજાની જેમ મુઘલોએ પણ ભારતને ગુલામ બનાવી દીધું હતું. આ તદ્દન ખોટી વાત છે. ઉલ્ટુ મુઘલોએ ભારતને પોતાની કર્મભૂમિ બનાવી દીધી હતી. અહીં જ જીવ્યા અને અહીં જ મર્યા. તેમણે કોઈ ખજાનો અહીંથી  લૂંટી બીજે કયાંય લઈ નહોતા ગયા. એમણે ભારતમાં કરેલા કેટલાક કાર્યોથી અને ખાસ કરીને  એમણે બાંધેલા સ્થાપત્યો અને સ્મારકોથી આજે દુનિયામાં ભારતનું નામ રોશન છે.
ભારતમાં મુસલમાનો લઘુમતીમાં હોવા છતાંય ઘણા વર્ષો સુધી શાસન કર્યું અને એમ છતાંય કોઈ બળવાનો સામનો કરવો પડયો નહીં. એટલા માટે કે એમણે ભારતને શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે જીવનના ઉચ્ચ વિચારો આપ્યા. આની સરહદોની રક્ષા કરી, સામાજિક અન્યાયથી મુક્તિ અપાવી અને ધર્મના નામે ગુલામીની કલ્પનાને નાબૂદ કરી.
મુસ્લિમોએ અંગ્રેજા સામેના ભારતના સ્વાતંત્ર્ય આંદોલનોમાં ભાગ લીધો અને એેને બે ભાગમાં વ્હેંચી શકાય. પ્રથમ, ઈ.સ.૧૮પ૭ના સ્વાતંત્ર્ય આંદોલન પહેલાં અને ઈ.સ.૧૮પ૭થી ૧૯૪૭ સુધીની સ્વતંત્રતા સુધીના આંદોલનો ઈ.સ.૧૮પ૭નો સ્વાતંત્ર્ય આંદોલનને અંગ્રેજા ‘બળવો’ કહે છે, પરંતુ ખરેખર તો એ સ્વતંત્રતા માટેની ભારતીયોની પહેલી લડાઈ હતી અને આ આંદોલનના પ્રણેતાઓ મોટાભાગના મુસ્લિમો હતા. શાહ વલીઉલ્લાહ દહેલ્વી અને એમના પુત્ર શાહ અબ્દુલઅઝીઝ દહેલ્વીએ ભારતીયોમાં સ્વતંત્રતા માટેની આહલેક જગાવી હતી. શાહ અબ્દુલ અઝીઝે તો એક ફતવો ભારતીયોના નામે જારી કર્યો હતો જેનો સાર એ હતો કે અંગ્રેજા ભારતને દારૂલ ઇસ્લામ બનાવી શકતા નથી, તેથી મુસલમાનોએ કાં તો અહીંથી હિજરત કરી જવી જાઈએ, અથવા અંગ્રેજા સામે સંઘર્ષપૂર્ણ લડાઈ લડવી જાઈએ.
અંગ્રેજા સામે સૌ પ્રથમ સંઘર્ષપૂર્ણ લડાઈ કરનારાઓમાં મૈસૂરના હૈદરઅલીખાન અને એમના પુત્ર ટીપુ સુલતાનનું યોગદાન મહત્વપૂર્ણ છે.
ઈ.સ.૧૮પ૭ના આંદોલનની આગેવાની બહાદુરશાહ ઝફરે લીધી હતી. રાણી લક્ષ્મીબાઈ, બેગમ હઝરત મહેલ, નાનાજી પેશ્વા જેવા આગેવાનોએ પણ પોતાની ભૂમિકા નિભાવી હતી. આટલા મોટા દેશમાં એક સાથે બળવો કરવાનું નક્કી થયું હતું પરંતુ નિર્ધારિત સમય પહેલાં જ અમુક જગ્યાઓએ બળવો ફાટી નીકળ્યો. બધી શક્તિઓ વિખરાઈ ગઈ અને બળવો નિષ્ફળ નિવડયો. અંગ્રેજ સરકારે બહાદુરશાહ ઝફરને કેદ પકડી રંગૂન મોકલી દીધા, જ્યાં જેલખાનામાં અવસાન થયું હતું. એમના માત્ર એક શેહઝાદાને છોડી બધાને પકડી ફાંસીએ ચડાવી દેવામાં આવ્યા. ઇતિહાસકાર મેવારામ ગુપ્તાએ ‘મુસલમાન મુજાહિદીન’ પુસ્તકમાં પૃ.ર૦૪ ઉપર નોંધ્યું છેઃ ‘એક અંદાજ મુજબ ઈ.સ.૧૮પ૭માં પાંચ લાખ મુસલમાનોને ફાંસી આપવામાં આવી.’ અને એ પાંચ લાખમાં મોટાભાગના ઇસ્લામી વિદ્વાનો હતા. પાંચ લાખ કોઈ નાની-સૂની સંખ્યા નથી. જે લોકો મુસ્લિમો વિરુદ્ધ કુ-પ્રચાર કરે છે એમણે ઇતિહાસ બરાબર વાંચવો જાઈએ કે આ કેટલી મોટી કુર્બાની છે. બળવો ભલે નિષ્ફળ રહ્યો હોય, પરંતુ સૌથી મહત્વની વાત આ હતી કે દેમાંથી અંગ્રેજાને હાંકી કાઢવા માટે બ્યુગલ વાગી ચૂકયું હતું. સ્વતંત્રતાના ચાહકો ૯૦ વર્ષના સખત સંઘર્ષ પછી ૧૯૪૭માં અંગ્રેજાને ભગાડવામાં સફળ થયા, અને દેશ આઝાદ થયો.
( shaheenweekly માં છપાયેલ મારો લેખ )

16 જાન્યુઆરી, 2019

તરાનાએ હિંદી

સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા
હમ બુલબુલેં હૈં ઇસકી યહ ગુલસિતાં હમારા
ગુરબતમેં હોં અગર હમ રહતા હૈ દિલ વતનમેં
સમઝો વહીં હમેંભી દિલ હો જહાં હમારા
પરબત વહ સબસે ઊંચા, હમસાયા આસમાં કા
વહ સંતરી હમારા, વહ પાસબાં હમારા
ગોદીમેં ખેલતી હૈં ઇસકી હજારોં નદિયાં
ગુલશન હૈ જિન કે દમ સે રશ્કે જિનાં હમારા
અય આબરૂદે ગંગા! વહ દિન હૈ યાદ તુઝકો
ઉતરા તેરે કિનારે જબ કારવાં હમારા
મઝહબ નહીં સિખાતા આપસમેં બૈર રખના
હિન્દી હૈં હમ વતન હૈ, હિન્દોસ્તાં હમારા
યૂનાન વ મિસ્ર વ રૂમા સબ મિટ ગએ જહાં સે
અબતક મગર હૈ બાકી નામો નિશાં હમારા
કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી
સદિયોં રહા હૈ દુશ્મન દૌરે ઝમાં હમારા
ઇકબાલ! કોઈ મહેરમ અપના નહીં જહાં મેં
મા’લૂમ કયા કિસી કો દર્દે નિહાં હમારા


આ ગીત ડા. ઇકબાલે ત્યારે કહ્યું હતું જ્યારે તેઓ એક દેશભક્ત તરીકે અખંડ ભારતને જ પોતાનું સર્વસ્વ સમજતા હતા. એક દેશપ્રેમી શાયરની હેસિયતથી એમનું મગજ આ પંક્તિઓમાં દરેક જાતના મતભેદો અને ઘૃણાથી પવિત્ર દૃષ્ટિગોચર થાય છે. એમના મનમાં એ વખતે મુખ્ય પ્રશ્ન માત્ર ને માત્ર અંગ્રેજી ગુલામીનો હતો. તેથી આ
પંક્તિઓમાં ક્યાંક ક્યાંક એના વિશે ઇશારો પણ મળી જાય છે.
આનું વિવરણ વાંચવા માટે લિંક પર ક્લિક કરો

31 જાન્યુઆરી, 2018

ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ-1

હાલમાં જ ભારત સરકારે મુસ્લિમ મહિલાઓને એક સાથે અપાતી ત્રણ તલાક વિરુદ્ધનું બિલ લોકસભામાં પસાર કર્યું હતું. જે રાજ્યસભામાં પાસ થયું નથી કેમ કે ત્યાં એનડીએ સરકાર લઘુમતીમાં છે. જ્યાં સુધી રાજ્યસભામાં બિલ પાસ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલી શકાય નહીં અને ત્યાં સુુધી આ કાયદો અસ્તિત્વમાં આવશે નહીં. આ બિલ વિરુદ્ધ મુસ્લિમ સમાજમાં ઉહાપોહ શરૃ થયો છે. પુરૃષો તો ઠીક પરંતુ ૮૦ ટકા જેટલી મુસ્લિમ મહિલાઓ પણ આની વિરુદ્ધ છે. સરકાર તરફથી દલીલ એવી આપવામાં આવી રહી છે કે એક જ ઝાટકે ત્રણ તલાક બોલી મહિલાને નિરાધાર કરી છૂટી કરી દેવામાં આવે છે. મહિલાઓ સાથે આ અન્યાય છે. સરકાર મહિલાઓને આ દયનીય સ્થિતિમાંથી બચાવવા માગે છે અને વિશ્વના ઘણાબધા મુસ્લિમ દેશોમાં ત્રણ તલાક ઉપર પ્રતિબંધ છે તો ભારતમાં કેમ નહીં ? સરકારની દલીલ તાર્કિક નહીં પરંતુ રાજકીય છે. માત્ર રાજકીય લાભ લેવા માટે કેટલીક મુસ્લિમ સંસ્થાઓને ખાસ  પક્ષ-સંસ્થા દ્વારા આર્થિક સહાય કરી આ મુદ્દો ચગાવવામાં આવ્યો છે. મુસ્લિમો દ્વારા બિલનો વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે આ એક સિવિલ બિલ હતું એને ક્રિમિનલ બિલ બનાવી દેવામાં આવ્યું છે. જે મહિલાને છૂટાછેડા આપવામાં આવ્યા હોય એ મહિલા પોલીસ ફરિયાદ કરે તો પોલીસ એના પતિને જેલમાં ધકેલી શકે છે અને આ માટે ત્રણ વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે. મુસ્લિમોનો વિરોધ આનાથી જ છે કે જો પતિ ત્રણ વર્ષ સુધી જેલમાં જાય તો સ્ત્રીનું ભરણ-પોષણ કોણ કરશે ? શું સરકાર આ મહિલાને ભરણ-પોષણ આપશે ? જે પતિ-પત્નીને પરસ્પર બનતું ન હોય અને છૂટા થવા માગતા હોય તો ઇસ્લામે તલાકની રીત નક્કી કરી છે. આમાં એક સમયે એક તલાક આપ્યા પછી પણ પતિ-પત્ની એક જ ઘરમાં (શારીરિક સંબંધ બાંધ્યા વિના) રહી શકે છે. જો એક મહિનામાં જ બંને ફરીથી રાજી થઈ જાય તો પતિ-પત્ની તરીકે ફરીથી જીવન શરૃ કરી શકે છે. જો કે એ એક તલાક ગણાઈ જશે. માની લો કે એક મહિનામાં પણ પતિ-પત્નીને કોઈ પશ્ચાતાપ થતો નથી અને મનમેળ થતો નથી તો પછી પતિ બીજા મહિને બીજી તલાક આપશે. હજી પણ મનમેળાપ ન થાય અને પતિ-પત્ની છૂટા થવા જ માગતા હોય તો ત્રીજા મહિને પતિ એને ત્રીજી તલાક આપશે. આમ ૯૦ દિવસની આ પ્રક્રિયામાં બંને પક્ષે નારાજગી રહે તો  પછી છૂટાછેડા થઈ જાય છે. એ પછી સ્ત્રીએ ઈદ્દતમાં બેસવું ફરજિયાત છે. હવે તેઓ કોઈપણ પરસ્પરનો સંબંધે તેઓ રાખી શકતા નથી. એમને ફરજિયાત છૂટા થવું જ પડશે. ઇસ્લામે આ ત્રણ મહિનાનો સમયગાળો એટલા માટે આપ્યો છે કે જો પતિ-પત્ની કોઈ સામાધાન કરીને ફરીથી જીવન શરૃ કરવા માગે તો કરી શકે છે. માણસ એકલો હોય ત્યારે પોતાની ભૂલો વિશે વિચારે. સામા પક્ષની ત્રુટિઓનો વિચાર કરતા પોતાનામાં રહેલી ખામીઓ વિશે પણ વિચારે અને કોઈ સમાધાનની શકયતા ઉભી થાય તો માત્ર બે જીવો જ નહીં બે કુટુંબો પણ ઘણી સમસ્યાઓમાંથી ઉગરી જાય. ઇસ્લામની આ એક મનોવૈજ્ઞાનીક ફોર્મ્યુલાને કેટલાક રાજકીય પક્ષો સત્તાની સીડીનું પગથિયું બનાવવા માગે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે જે લોકો મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા મેદાને પડયા છે એમને ત્યાં સ્ત્રીઓની સ્થિતિ એટલી ખરાબ છે જેનું સંપૂર્ણપણે અહીં વર્ણન શકય નથી.
મુસ્લિમો ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરે છે એનું એક કારણ એ પણ છે કે લોકો તલાક આપ્યા વિના સ્ત્રીને એના પિયર મોકલી દેશે. ન તો તલાક આપવાની જરૃર છે ન  જ ભરણપોષણ આપવાની. આનાથી તો સ્ત્રીઓની સ્થિતિ વધારે કફોડી થશે. એ ન તો પતિની રહેશે ન તો પિયરની. શકય છે કે એના પિયરવાળા એટલા સક્ષમ ન હોય કે એનું ભરણ-પોષણ કરી શકે. તો એ સ્થિતિમાં સ્ત્રીએ શું કરવું ? એમાં એ ખરાબ રસ્તે રઝળી પડે એવી શકયતા પણ છે. ભાજપ સરકાર મુસ્લિમ મહિલાઓની સ્વાતંત્ર્યના નામે સ્વચ્છંદી બનાવવા તો નથી માંગતી ને ? આ પ્રશ્નો છે જેને લીધે વિરોધના સૂર બુલંદ બન્યા છે. સોશિયલ મીડિયામાં સરકારની વિરુદ્ધ મજાક ચાલી રહી છે કે ભાઈ, મુસ્લિમ પુરૃષોએ ત્રણ તલાક આપવાની કયાં જરૃર છે ? આપણા વડાપ્રધાનશ્રીની જેમ પિયર મોકલી આપોને ! કોઈ ઝંઝટ જ નહીં. બીજી મજાક એ છે કે સ્વતંત્રતા સારી બાબત છે, પરંતુ બંધ પાંજરાનું બારણું જો બિલાડીએ જ ખોલવાનું હોય તો કબૂતર માટે કેદ જ સારી છે ! આ જ વાતની પ્રતીતિ કરાવતું કાર્ટૂન વોટ્સએપ ઉપર ફરી રહ્યું છે જેમાં બુરખો પહેરેલી સ્ત્રીઓ તારની વાડની એક બાજુએથી બીજી બાજુ જવાનો પ્રયત્ન કરી રહી છે અને જ્યારે કેટલીક સ્ત્રીઓ ગમે તે રીતે બીજી બાજુ પહોંચે છે તો એમનો બુરખો ફાટી ગયો છે અને તેઓ અર્ધનગ્ન અવસ્થામાં છે.
પશ્ચિમ બંગાળની ઈશરતજ્હાં નામની મહિલા કે જે ત્રણ તલાકથી પીડિત છે અને કેસ કરાવાવાળીઓમાંની એક હતી એ ભાજપમાં સામેલ થઈ ગઈ છે. આનાથી મુસ્લિમો  વધારે રોષે ભરાયા છે અને ભાજપ આર્થિક રીતે સહાય કરી આ મુદ્દાને વધારે રાજકીય ગરમી આપી રહ્યો હોવાનું માનવામાં આવે છે.
ભાજપ જો આ દેશમાં સ્ત્રીઓની દુઃખદ સ્થિતિને બદલવા જ માંગતું હોય તો માત્ર મુસ્લિમ મહિલાઓ જ શા માટે ? સૌ પ્રથમ તો હિંદુ મહિલાઓની સ્થિતિ સુધારવા જેવી છે. બીજા ધર્મોની મહિલાઓની પણ દયાજનક સ્થિતિ છે. તો શું એમને અન્યાય નહીં થાય ?
આ દેશમાં સ્ત્રીઓ જ્યાં છેડતી, બળાત્કાર, દહેજને લીધે બાળી નાખવામાં આવે છે, દેવદાસી પ્રથા, બાળલગ્નો, કૂપોષણ, ઓનર કિલીંગ, સામાજિક, આર્થિક ભેદભાવ જેવી ઘણી સમસ્યાઓથી પીડાઈ રહી છે. સરકારે ત્રણ તલાક જેવી નજીવી બાબત ઉપર ધ્યાન આપવાના બદલે સ્ત્રીઓની આ વિકરાળ સમસ્યાઓ ઉપર જલ્દીથી ધ્યાન આપવાની જરૃર છે. મુસ્લિમ મહિલાઓ માટે જેને એકદમ પ્રેમ ઉભરાઈ આવ્યો છે એ ભાજપ સરકાર હજી સુધી ૩૩ ટકા મહિલાઓને ચૂંટણીમાં ટિકિટ આપતી નથી. સંઘના ૯૩ વર્ષના ઇતિહાસમાં કેમ કોઈ સ્ત્રી વડી બની નથી ? કોંગ્રેસે તો સ્ત્રીઓને પક્ષના પ્રમુખ બનાવ્યા છે પરંતુ ભાજપે પોતાના ૩૭ વર્ષના ઇતિહાસમાં કેમ કોઈ સ્ત્રીને પક્ષ પ્રમુખ બનાવી નથી ? આવા પ્રશ્નો જનતાના મનમાં ઉઠે એ સ્વાભાવિક છે. કારણ કે સંઘ અને ભાજપની મંશા સ્ત્રીઓને સશકત કરવાની કે એમનું કલ્યાણ કરવાની નથી પરંતુ એના નામે માત્ર રાજકીય રોટલા શેકવાનો છે. આવી ખોટી દાનતથી ભારતીય સ્ત્રીઓનું કલ્યાણ થવાનું નથી. જો સરકારે સ્ત્રીઓનું ભલુ કરવું હોય તો જે ભયાનક શોષણ સ્ત્રીઓ સામે થઈ રહ્યું છે એને અટકાવવાની જરૃર છે. ઘણી બધી સમસ્યાઓ છે જેના ઉપર સરકારે વિચારણા કરવાની જરૃર છે.
આજે આપણે ભલે પોતાની જાતને સૌથી સુસંસ્કૃત ગણતા હોઈએ પરંતુ વાસ્તવિકતા આ છે કે ર૧મી સદીમાં પણ આખા વિશ્વમાં જેની અડધી વસ્તી છે એવી મહિલાઓ પુરૃષોના આધિપત્ય હેઠળ એમના શોષણનો શિકાર છે. જગત ભલે પ્રગતિ કરી રહ્યું હોય પરંતુ આ વાતનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી કે આજની માનવ સભ્યતાની સમસ્યાઓ ઉપભોકતાવાદી બજાર અને જીવન પ્રણાલિની તથા શાસન અને શક્તિની વિચારધારાની દેણ છે. વિકાસ, વિકાસના બણગાઓ વચ્ચે દરેક દેશ અને ખાસ કરીને આપણા ભારતમાં જે કેટલીક મોટી સમસ્યાઓ ઉદભવી છે એમાં કોમવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ, શિક્ષણમાં પડતી, શિક્ષિત યુવાઓની બેરોજગારી અને લિંગભેદનો ઉલ્લેખ જરૃરી છે. દરેક સમસ્યા માટે આખું પ્રકરણ લખી શકાય એમ છે. સ્થળ સંકોચને લીધે અહીં માત્ર લિંગભેદના મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે.
વિકાસનો અર્થ સમાનતા, આર્થિક પ્રગતિ, અધિકાર સંપન્નતા અને સશક્તિકરણ છે, આ શભ્દો સાંભળવામાં બહુ સારા લાગે છે પરંતુ છે ખરેખર ભ્રામક,. વિકાસનો સિદ્ધાંત વિકાસશીલ દેશો તો ઠીક પરંતુ વિકસિત દેશોમાં પણ મહિલા શોષણને રોકવામાં નિષ્ફળ નીવડયો છે. પોતાને ખૂબ આધુનિક ગણાવતા દેશોએ પણ સ્ત્રીઓને મતદાનનો અધિકાર છેલ્લા ૮૦-૯૦ વર્ષોમાં જ આપ્યો છે. સમૃદ્ધ અને વિકસિત દેશોમાં પણ આજની તારીખે સ્ત્રીઓને પુરૃષોના શોષણનો શિકાર (ભોગ) બનવું પડે છે ત્યાં ગરીબ અને વિકાસશીલ દેશોની વાત જ શું કરવી. ત્યાં તો સ્થિતિ ખૂબજ ગંભીર છે. વિકાસની પ્રક્રિયા સ્ત્રી અને પુરૃષ બંનેને અલગ રીતે અસર કરે છે. કૃષિના આધુનિકરણના ફળસ્વરૃપે સ્ત્રી-પુરુષ શ્રમ સમીકરણમાં પરિવર્તન આવ્યું છે. મહિલાઓમાં નિર્ભરતા વધવાની સાથે કામનો બોજો પણ વધ્યો છે. સંસાધનો ઉપર મોટાભાગે પુરૃષોનું વર્ચસ્વ હોય છે તેથી સ્ત્રીઓ સંસાધનો ઉપર અધિકાર મેળવી શકતી નથી. વિકાસશીલ દેશોમાં મહિલાઓને માત્ર ઘર-પરિવારની જવાબદારી જ નિભાવવાની નથી હોતી, આ ઉપરાંત તેમને ઘરની સાથે સાથે ખેતરોમાં કે બહાર કામ પણ કરવું પડે છે. એમને લિંગભેદ અને પુરૃષપ્રધાન સમાજનું વર્ચસ્વ પણ સહન કરવું પડે છે. આજે જ્યારે આર્થિક અને સામાજિક અસમાનતા વધતી જઈ રહી છે ત્યારે લિંગભેદ જેવો મુદ્દો ખૂબ મહત્ત્વનો બની ગયો છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (વિશ્વ આર્થિક મંચ) ર૦૦૬થી દર વર્ષે વિશ્વના દેશોનું જેન્ડર ગેપ ઈન્ડેક્ષ અર્થાત્ લિંગભેદ ક્રમણિકા બહાર પાડે છે. એમાં મુખ્ય ચાર બાબતો ધ્યાનમાં લેવાય છે. આર્થિક સહભાગિતા, શૈક્ષણિક પ્રાપ્તિ, આરોગ્યલક્ષી જીવન અને રાજકીય સશક્તિકરણ, ર૦૧૭માં ૧૪૪ દેશોમાંથી ભારતનું સ્થાન ૧૦૮મું હતું. ભારત આર્થિક સહભાગિતામાં ૧૩૯મા ક્રમે, શૈક્ષણિક પ્રાપ્તિમાં ૧૧રમા ક્રમે, આરોગ્યલક્ષી જીવન બાબતે ૧૪૧મા ક્રમે હતું. એકમાત્ર સંતોષ લઈ શકાય એ બાબત હતી રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓનું સશક્તિકરણ જેમાં ભારતનો ક્રમ ૧પમો હતો.
આર્થિક સહભાગીતામાં ૧૩૯મા ક્રમનો અર્થ એ છે કે હજી પણ ઉદ્યોગ-ધંધા અને આર્થિક વ્યાપારમાં સ્ત્રીઓને સ્થાન મળતું નથી. સ્ત્રીઓનું યોગદાન નહિવત્ છે. એનું કારણ શિક્ષણ પણ હોઈ શકે છે. ઔદ્યોગિકરણથી સમાજમાં ગતિશીલતા આવે છે અને રોજગારીના અવસર વધે છે પરંતુ એનો આધાર શિક્ષણ ઉપર હોય છે. કમભાગ્યે ભારતમાં શિક્ષણના અભાવે ઔદ્યોગિકરણમાં પણ અસમાનતા જ પ્રવર્તે છે. સ્ત્રીના સંદર્ભમાં આ અસમાનતા વિકરાળ રૃપ ધારણ કરીને ઉભી છે. આપણે ત્યાં છોકરીને ભાર સમજવામાં આવે છે. પરિણામે સ્ત્રી ભ્રૂણ હત્યાના સૌથી વધુ કિસ્સા  દુુર્ભાગ્યે આપણા દેશમાં બને છે. તેથી આપણા વડાપ્રધાનને 'બેટી બચાવો-બેટી પઢાવો' જેવા સૂત્રો અપનાવવાની જરૃર ઉભી થાય છે. પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે છોકરીઓનું પ્રમાણ છોકરાઓ કરતાં ઓછું છે. ફરીથી એ જ ખોટી માન્યતા કે દીકરીને ભણાવીને શુું કરીશું ? એ તો સાસરે ચાલી જશે. આપણને શો ફાયદો થશે ? આ ખોટી માન્યતાના કારણે શિક્ષણ ક્ષેત્રે મહિલાઓની ઉપસ્થિતિ ઓછી છે. તેથી ઔદ્યોગિક મોરચે પણ એમની ભાગીદારી નહિવત છે. આ ઉપરાંત આપણા દેશમાં સ્ત્રીઓની આર્થિક અને શૈક્ષણિક પછાતપણાની સ્થિતિ માટે બીજા પરિબળો પણ અસર કરે છે. ભારતના કોઈ પછાત ક્ષેત્રની એક નિમ્ન જાતિની મહિલાને આત્મોત્થાન માટે જાતિ, વર્ગ, ક્ષેત્રીય વિષમતા અને લિંગ-ભેદ જેવા પરિબળોનો સામનો કરવો પડે છે. તેથી મહિલાઓ શૈક્ષણિક રીતે મજબૂત બને એ આવશ્યક છે. જો આમ થશે તો મહિલા સશક્તિકરણ તો આપોઆપ થશે. શિક્ષણ પ્રાપ્તિમાં દેશનું સ્થાન ૧૧રમું હોય એ સ્થિતિ ખૂબ દયનીય છે. માત્ર સૂત્રો આપવાથી આ અસમાનતા દૂર થવાની નથી. એ માટે સરકારે નવી શિક્ષણ નીતિ, નિયમો લાગુ કરવા પડશે. શાળા-કોલેજા, શિક્ષણના સાચા ધામ બને એ જોવું પડશે. બદલાતા જતા યુગ અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને કોર્સ ડિઝાઈન કરવા પડશે. છોકરા-છોકરીઓ બંનેને શિક્ષણની સમાન તકો આપવી પડશે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સુધી તો મહિલાઓની સ્થિતિ થોડી ઘણી પણ સારી છે પરંતુ ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે. છોકરીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીના કોર્સ ભણે અને તેઓ આગળ વધે એવા પ્રયાસ કરવા પડશે.
આરોગ્ય ક્ષેત્રે આપણો નંબર લગભગ છેલ્લે કહી શકાય એવું ૧૪૧મું હતું. આ શરમજનક બાબત છે. દેશના ભવિષ્યનો આધાર લોકોની તંદુરસ્તી ઉપર હોય છે. રોગી સમાજ કયારેય પ્રગતિ કરી શકે નહીં. દેશને પ્રગતિના પંથે લઈ જવો હોય તો સરકારે લોકોના આરોગ્યની સુવિધાઓ વધારવી રહી.
યુરોપ અને અમેરિકામાં થોડા વર્ષો પૂર્વે મહિલાઓની સ્વતંત્રતા ચળવળો કે જે 'ફેમીનીઝમ' નામે ઓળખાય છે એનો પ્રભાવ ત્યાં તો થોડો ઘણો પડયો છે પરંતુ ભારત જેવા દેશોમાં સ્ત્રીઓની સ્થિતિમાં સુધારા માટેની ચળવળોનો કોઈ પ્રભાવ જોવા મળ્યો નથી. આધુનિક યુગમાં યુરોપ અમેરિકામાં સ્ત્રીઓ-પુરૃષો સમકક્ષ કાર્યો કરતી થઈ છે. ભારતમાં પણ એમની દેખાદેખ સ્ત્રીઓ ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજી રહી છે પરંતુ આ ટકાવારી નગણ્ય છે. ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓ માટે અલગ અનામત બેઠકો રાખવામાં આવે છે. વિશેષત સરકારી નોકરીઓમાં. ખાનગી કંપનીઓમાં હજી સ્ત્રી અનામત જેવી કોઈ ઘટના જોવા મળતી નથી. ખાનગી ક્ષેત્રમાં સ્ત્રીની આર્થિક કે સામાજિક સ્થિતિ જોવા કરતા એની લાયકાત, પ્રતિભા અને કાર્ય પ્રત્યેની સજ્જતાને ધ્યાનમાં રાખીને નોકરી આપવામાં આવે છે પરંતુ આવી મહિલાઓ તો અપવાદ રૃપ છે. મોટભાગની મહિલાઓ ગરીબ, નિરક્ષર અને ઘરની ચાર દીવાલોમાં કેદ અશકત છે. લિંગ-ભેદ વૈશ્વિક ઘટના છે. વિભિન્ન સંસ્કૃતિઓમાં આના રૃપમાં થોડો ઘણો તફાવત છે. ઘણા વિકસિત દેશોમાં મહિલાઓને મતાધિકાર હજી થોડા સમય પૂર્વે જ અપાયા છે. યુરોપ અને અમેરિકા જેવા આધુનિક ગણાતા દેશોમાં પણ સ્ત્રીઓ સાથે થતાં ચેડાં, બળાત્કાર, અત્યાચાર અને શોષણના કિસ્સાઓ હવે વોટસએપિયા કે ફેસબુકિયા યુગમાં છાનાછપના રહી શકે એમ નથી. ત્યાં આવી સ્થિતિ છે તો ગરીબ અને વિકાસશીલ દેશોમાં પણ સ્ત્રીઓની એ જ દશા છે.
ઉપનિવેશવાદી શાસન પૂર્વે ભારતીય સમાજ સંપૂર્ણપણે પુરૃષપ્રધાન સમાજ હતો, મણિપુર કે નાગાલેન્ડના એકલ-દોકલ રાજ્યોને બાદ કરતા આજે પણ  આપણે પુરૃષપ્રધાન સમાજમાં જ જીવીએ છીએે. જ્યાં સ્ત્રી-પુરૃષના વર્ચસ્વ હેઠળ જીવન વ્યતીત કરતી હતી. આજે પણ સ્ત્રીઓની સ્થિતિમાં ઝાઝો ફરક પડયો નથી. કહેવા ખાતર કહી શકાય કે આધુનિક ટેકનોલોજી અને માહિતી યુગમાં માહિતીની ભારમારને લીધે સ્ત્રીઓ પોતાના અધિકારો અંગે સજાગ થઈ છે અને હવે અન્યાય વિરુદ્ધ બંડ પોકારે છે. એ માટે દેશના કાયદા-કાનૂન અને સંવિધાનનો પણ મહત્ત્વનો રોલ છે. ભારતીય સંવિધાનમાં મહિલાઓને પુરૃષોની જેમ જ સમાન અધિકાર અને અવસર આપવામાં આવ્યા છે અને એમની પ્રગતિ માટેના પ્રબંધો કરવામાં આવ્યા છે. પાછલી સરકારોએ પણ મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના કેટલાક પગલાઓ લીધા છે અને કેટલાક વિશેષ કાયદાઓ પસાર કર્યા છે. હાલમાં સરકાર મુસ્લિમ મહિલાઓ માટે ટ્રીપલ તલાક બિલ લાવવાની વેતરણમાં છે.

26 જાન્યુઆરી, 2018

હાસ્યાસ્પદ અનુવાદ

ગુગલ ટ્રાન્સલેટર નું હાસ્યાસ્પદ અનુવાદ ...... લો વાંચો પહેલા અનુવાદ પછી ઓરીજીનલ અંગ્રેજી...... જેને હસવું નાં આવે એ કોમેન્ટ જરૂર કરે.....


શૌર્ય ચક્ર

 મુખ્ય અખિલ RAJ આરવી
ગ્રેનાડિયર્સ રેજીમેન્ટ / 55 બટાલિયન THE રાષ્ટ્રીય રાઈફલ્સ

01 AUG 2017

પર 01 ઑગસ્ટ 2017, લગભગ 0200 કલાકે, મેજર અખિલ રાજ આરવી જમ્મુ અને કાશ્મીર Pulwama જિલ્લાના એક ઘરમાં હાર્ડકોર લશ્કર-એ-Toiba આતંકવાદીઓ હાજરી અંગેની તેમની સ્રોતોમાંથી ઇનપુટ પેદા કર્યો હતો. સૌથી વધુ ઓર્ડર સુનિયોજિત કુશળતા પ્રદર્શિત બટ્સે કામગીરી આયોજન કર્યું હતું અને સ્ટીલ્થ અને આશ્ચર્ય સાથે ફૂલ સાબિતી કોર્ડન સ્થાપના કરી હતી.

વ્યક્તિગત સલામતી કુલ અવજ્ઞા સાથે, અધિકારી બહાર રિકોનિસન્સ ભારે આતંકવાદી આગ વચ્ચે તેમના રોકેટ પ્રક્ષેપણ ટુકડી તૈનાત, ત્યારબાદ બંધ શ્રેણીમાંથી પર પ્રભુત્વ જમાવ્યું હતું આતંકવાદીઓ નાશ માટે ધરાયેલા અધિકારી લક્ષ્ય ઘરમાં પ્રવેશ બનાવવામાં ભંગ મારફતે ક્રોલ, કાચા હિંમત અને અસાધારણ પ્રતિબિંબ પ્રદર્શિત કુશળતા ફાયરિંગ એક આતંકવાદી દૂર કરવા. મુખ્ય અખિલ અભયતા અને સ્ટીલ સદી પ્રદર્શિત, ઇરાદાપૂર્વક કવર બહાર ખસેડવામાં બાકી આતંકવાદીઓ જેથી તેઓ તેઓ અન્ય પક્ષ દ્વારા એક અલગ દિશામાં માંથી તટસ્થ કરી શકાય ધ્યાન વિચલિત કરવા માટે.

તીવ્ર ફાયરિંગ અને લશ્કર-એ-Toiba tanzeem ના હાર્ડ કોર આતંકવાદીઓ નાબૂદી પરિણમે ફરજ કોલ બહાર નજરે વીરતા માટે દ્રષ્ટાંતરૂપ નેતૃત્વ, કાચા હિંમત, ચહેરા નિર્ભયતા પ્રદર્શિત કરવા માટે, મેજર અખિલ રાજ આરવી "શૌર્ય ચક્ર" સાથે આપવામાં આવે છે.
SHAURYA CHAKRA

 MAJOR AKHIL RAJ RV
THE GRENADIERS REGIMENT / 55TH BATTALION THE RASHTRIYA RIFLES

01 AUG 2017

On 01 Aug 2017, at approximately 0200 hrs, Major Akhil Raj RV generated input from his sources regarding presence of hardcore Lashkar-e-Toiba terrorists in a house in Pulwama district of Jammu and Kashmir. Displaying tactical acumen of highest order, meticulously planned the operation and established a fool proof cordon with stealth and surprise.

With total disregard to personal safety, the officer carried out reconnaissance amidst heavy terrorist fire for deploying his rocket launcher detachment, subsequently destroying the dominating terrorists from close range, the officer crawled through a breach created into the target house, displayed raw courage and exceptional reflex firing skills to eliminate one terrorist. Major Akhil displaying fearlessness and nerves of steel, deliberately moved out of cover to distract attention of the remaining terrorists so that he they could be neutralized from a different direction by another party.

For displaying exemplary leadership, raw courage, fearlessness in face to intense firing and conspicuous gallantry beyond call of duty resulting in elimination of hard core terrorists of Lashkar-e-Toiba tanzeem, Major Akhil Raj RV is awarded with “SHAURYA CHAKRA”.

શૌર્ય ચક્ર
લાન્સ નાઈક BADHER હુસૈન
4 થી બટાલીયન THE જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી
07 JUNE 2017
પર 07 0500 કલાક 2017 જૂન લાન્સ નાઈક Badher જમ્મુ અને કાશ્મીર ઉરી જિલ્લામાં એક ગાઢ જંગલ માં શોધ પક્ષ અગ્રણી સ્કાઉટ હતી.
સતત 1140 કલાક આતંકવાદીઓ રસ્તાઓ શોધમાં તેઓ આતંકવાદીઓ આપ્યો અને તરત જ તેના પક્ષ ચેતવણી આપી હતી. જોકે, આગામી તોપમારો માં, બંદૂકધારી વિજય ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. તેના સાથી માટે ભય આશંકાએ તેમણે પોતાની જાતને ખુલ્લી પાડી, પોતાની અંગત સલામતી unmindful, તેમણે તેમની સ્થિતિ જાળવવા ચાલુ રાખ્યું અને આતંકવાદીઓ પર આગ ભારે વોલ્યુમ નીચે લાવવામાં, સલામતી માટે તેના સાથી પાછા ખેંચી પરંતુ આતંકવાદીઓ ભાગી વ્યવસ્થાપિત અન્ય સક્ષમ બનાવે છે. તેમ છતાં, તેમણે ગરમ અનુસરવાના ચાલુ રાખ્યું અને આતંકવાદીઓ પગેરું માટે શોધ ભાગ હતો. જ્યારે આતંકવાદીઓ ફરી આવેલા હતા, તેમણે એક સ્ટોપ અને સ્ટીલની ચેતા પ્રદર્શિત સ્થાપના કરી, તેમના પર ચોક્કસ આગ નીચે લાવવામાં ત્રાસવાદીઓની નાબૂદી ખાતરી આપે છે.
જીવન બચત અને દૂર હાર્ડકોર વિદેશી આતંકવાદીઓ નજરે હિંમત સાથે દાગીનો ફરજ કોલ ઉપરાંત, આ સુંદર કાર્ય માટે, લાન્સ નાઈક Badher "શૌર્ય ચક્ર" સાથે આપવામાં આવે છે.
SHAURYA CHAKRA LANCE NAIK BADHER HUSSAIN
4TH BATTALION THE JAMMU AND KASHMIR LIGHT INFANTRY
07 JUNE 2017
On 07 June 2017 at 0500 hours, Lance Naik Badher was the leading scout of the search party into a dense Forest at Uri district of Jammu and Kashmir.
Persistently searching trails of terrorists at 1140 hours, he spotted terrorists and immediately warned his party. However, in the ensuing firefight, Rifleman Vijay was severely injured. Sensing danger to his buddy he exposed himself, unmindful of his personal safety, he continued maintaining his position and brought down heavy volume of fire on terrorists, enabling others to pull back his buddy to safety but terrorists managed to escape. Undeterred, he continued hot pursuit and was part of search for trail of terrorists. When terrorists were sited again, he established a stop and displaying nerves of steel, brought down accurate fire on them, ensuring elimination of the terrorists.
For this gallant act of saving a life and eliminating hardcore foreign terrorists ensemble with conspicuous courage, beyond the call of duty, Lance Naik Badher is awarded with “SHAURYA CHAKRA”.
આ ત્રીજો નમુનો પણ જુઓ.........
શૌર્ય ચક્ર
છત્રી સૈનિક માન્ચુ
12TH બટાલિયન THE પેરાશ્યુટ રેજીમેન્ટ (વિશેષ દળો)
06 JUNE 2017
છત્રી સૈનિક માન્ચુ, 12 બટાલિયન THE પેરાશ્યુટ રેજીમેન્ટ (વિશેષ દળો), સોમ ડિસ્ટ્રિક્ટ (નાગાલેન્ડ) માં તૈનાત મોબાઇલ વાહન ભાગ પોસ્ટ (MVCP) ચકાસો 06 પર 17 જૂન હતો.
મેજર ડેવિડ Manlun અને કેપ્ટન (હવે મેજર) હેઠળ NSCN (K) અને ULFA (હું), સંયુક્ત સ્તંભ શંકાસ્પદ લડવૈયાઓએ ના ચાલ અંગે ઇનપુટના આધારે Nitesh કુમાર MVCP સ્થાપિત કરવા માટે બહાર ગયા હતા. અંદાજે 2200h ખાતે બે ઑટો રિક્ષા MVCP ભૂતકાળ અને પોતાના ટીમમાં દ્વારા પીછો કરવામાં આવી રહી જીપ્સીમાં અચાનક થંભી આવ્યા ઝડપમાં વધારો. આતંકવાદીઓ dismounted અને ભારે આગ અને પોતાના પક્ષ પર lobbed ગ્રેનેડ ખોલ્યું. આગામી આગ લડાઈમાં ત્રણ સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. છત્રી સૈનિક માન્ચુ ખસેડવામાં તરફ ભારે આગ હેઠળ ઘાયલ અને અસરકારક આગ નીચે લાવવામાં અને સક્ષમ આતંકવાદીઓ નાબૂદી. ગ્રેનેડ વિસ્ફોટમાં કારણે તેમણે grievously બંને આંખો અને ખભા ઘાયલ કરવામાં આવી હતી પરંતુ profusely રક્તસ્ત્રાવ છતાં તેમણે સુરક્ષા પર પાછા બે સૈનિકો પીછેહઠ કરી.
ઓપરેશન દરમિયાન છત્રી સૈનિક માન્ચુ ભારે આગ હેઠળ કાચા હિંમત અને મનની હાજરી પ્રદર્શિત કર્યા છે. તેમના પહેલ અને ખૂબ જ ઊંચી હુકમ નિર્ણય પોતાની જાતને ગંભીર ઇજાઓ હોવા છતાં તેના સાથી ટીમમાં સભ્યો જીવન સાચવી. આ સુંદર ક્રિયા માટે, છત્રી સૈનિક માન્ચુ "શૌર્ય ચક્ર" સાથે આપવામાં આવે છે.
SHAURYA CHAKRA
PARATROOPER MANCHU
12TH BATTALION THE PARACHUTE REGIMENT (SPECIAL FORCES)
06 JUNE 2017
Paratrooper Manchu, 12th Battalion THE PARACHUTE REGIMENT (SPECIAL FORCES), deployed in Mon District (Nagaland) was part of Mobile Vehicle Check Post (MVCP) on 06 June 17.
Based on input regarding move of suspected cadres of NSCN(K) and ULFA(I), combined column under Major David Manlun and Capt (Now Major) Nitesh Kumar moved out to establish a MVCP. At approx at 2200h two Auto Rickshaws sped past MVCP and on being pursued by own squad in Gypsy came to sudden halt. The terrorists dismounted and opened heavy fire and lobbed grenades on own party. In the ensuing fire fight three soldiers were critically injured. Paratrooper Manchu moved towards injured under heavy fire and brought down effective fire and enabled elimination of the terrorists. Due to the grenade blast he was grievously injured in both eyes and shoulder but despite bleeding profusely he pulled back two soldiers to safety.
During the operation Paratrooper Manchu displayed raw courage and presence of mind under heavy fire. His initiative and determination of very high order despite grievous injuries to himself saved lives of his fellow squad members. For this gallant action, Paratrooper Manchu is awarded with “SHAURYA CHAKRA”.

12 ડિસેમ્બર, 2017

અલાઉદ્દીન ખિલજી :એક મહાન શાસક

વીસ વર્ષ મંત્રી (ઈ.સ.૧ર૪૬-૧ર૬૬) અને વીસ વર્ષ સુલતાન (ઈ.સ. ૧ર૬૬-૧ર૮૭) તરીકે દિલ્હી ઉપર શાસન કરનાર બલ્બનના મૃત્યુ સાથે જ બલ્બન વંશનો અંત આવી ગયો. વર્ષો સુધી બલ્બનની સેવા કરનારબરનનો રાજ્યપાલ અને યુદ્ધમંત્રી (આરિજે મમાલિક) મલીક ફિરોઝ ખિલજીએ ઈ.સ.૧ર૯૦માં પોતાને સુલતાન શાઇસ્તાખાન જલાલુદ્દીન ફિરોઝ ખિલજી તરીકે જાહેર કર્યો.
કેટલાક ઇતિહાસકારોના મત મુજબ જલાલુદ્દીન સુલતાન તરીકે નિર્બળ અને અયોગ્ય સાબિત થયો. સિત્તેર વર્ષના ઘરડા સુલતાને નવી ઉદાર નીતિ અપનાવી હતી. તે માનતો કે 'લોહી અને લોખંડની નીતિ'થી કાયમી સામ્રાજ્યની સ્થાપના કરી શકાય નહીં. આવી ઉદારનીતિને કારણે લોકોના મનમાંથી રાજ્સત્તાનો ભય નીકળી ગયો હતો. રાજ્યમાં ઠેરઠેર અનેક કાવતરા રચાયા અને બળવાઓ થયા પરંતુ નરમ દિલ જલાલુદ્દીને બળવાખોરોને સજાને બદલી માફી આપી.
જલાલુદ્દીનનો ભત્રીજો અને જમાઈ અલી ગુર્શપ એક બહારદૂર સૈનિક હોવા ઉપરાંત મહત્ત્વાકાંક્ષી અને વાસ્તવવાદી રાજનીતિજ્ઞ હતો. ઈ.સ.૧ર૯પમાં દેવગિરી પર કરેલી આક્રમણમાં ઘણો ખજાનો એને મળ્યો હતો. આ હુમલા પછી અલીગુર્શપની સત્તા માટેની મહત્ત્વકાંક્ષા બેકાબૂ બની ગઈ. એેણે પોતાના કાકા અને સસરા જલાલુદ્દીનનો ૧ર૯૬ની વીસમી જુલાઈએ વધ કરાવ્યો. એ વખતે એણે પોતે કડામાં હતો. એ પોતાને 'અલાઉદ્દીન મહંમદશાહ સુલતાનતરીકે જાહેર કર્યોજેને સામાન્ય લોકો અલાઉદ્દીન ખિલજી તરીકે ઓળખે છે.
 સુલતાન બનતા જ અલઉદ્દીને કડાથી રાજધાની દિલ્હી તરફ કૂચ કરીરસ્તામાં નવા સૈનિકોની ભરતી શરૃ કરી. જલાલી અમીરો પક્ષાંતર કરી એને મળવા આવવા લાગ્યા. ૩જી ઓકટોબર ૧ર૯૬ના દિવસે એનો વિધિવત રાજ્યાભિષેક કરાયો.
અલાઉદ્દીને દેવગિરિથી મેળવેલું ધન દિલ્હીની જનતામાં વહેંચી દીધું. એણે જલાલુદ્દીનના પુત્રોનો નાશ કર્યો.
અલાઉદ્દીનના રાજ્યાભિષેક સમયે મોટાભાગનો ઉત્તર અને દક્ષિણ ભારત મુસ્લિમ આધિપત્યથી બહાર હતો. એવામાં સમગ્ર ભારત ઉપર વિજય મેળવવો એના માટે સૌથી મોટી સમસ્યા હતી. મુલતાન અને સિંધ ઉપર જલાલુદ્દીન ખિલજીનો પુત્ર કે જે અલાઉદ્દીનનો સાળો થાય. અર્કલીખાન સ્વતંત્ર રૃપે રાજ ચલાવી રહ્યો હતો. ગુજરાતમાં બધેલ રાજપૂતોનું રાજ્ય હતું. રાજપૂતાના તરીકે ઓળખાતું રાજપૂતોનું વતન કે જેમાં હાલના રાજસ્થાન તથા મધ્યપ્રદેશગુજરાત અને પાકિસ્તાનના સિંધના કેટલાક ભાગનો સમાવેશ થતો હતો. એમાં ૧૮ રજવાડાઓ હતા. તેઓ દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર હતા પરંતુ અંદરોઅંદર એકબીજા સાથે લડતા હતા. રાજપૂતાનાને પોતાના આધિપત્યમાં લાવવું અલાઉદ્દીન ખિલજી માટે એક પડકાર હતો. એની પહેલાં કોઈ મુસ્લિમ શાસક રાજપૂત રાજ્યોને સંપૂર્ણપણે હરાવીને પોતાને આધિન કરવામાં સફળ થયો ન હતો. ચિત્તોડ અને રણથંભોરનું અસ્તિત્વ જ સલ્તનત માટે ખુલ્લો પડકાર હતો. મધ્ય ભારતમાં માલવાધારઉજ્જૈન અને બુંદેલખંડ જેવા પ્રદેશો સંપૂર્ણપણે સ્વતંત્ર હતા. દોઆબઅવધવારાણસી અને ગોરખપુરના પ્રદેશો ઉપર દિલ્હી સલ્તનતનો કોઈ પ્રભાવ ન હતો. આવી સ્થિતિમાં સુલતાન અલાઉદ્દીન ખિલજીએ અવિરત યુદ્ધો કરી સલ્તનતનો વિસ્તાર વધાર્યો. ઉત્તર ભારતમાં પંજાબસિંધ અને ઉત્તરપ્રદેશના કેન્દ્રના સીધા શાસન હેઠળ નિયંત્રણમાં લાવી દીધા. મોટાભાગના મધ્ય ભારતમાં કે જેમાં ચંદેરીએલિમાપુરધારઉજ્જૈન અને માંડુ જેવા મહત્ત્વપૂર્ણ પ્રદેશોને પણ એણે કેન્દ્રીય સરકાર દ્વારા પ્રાંતપતિઓના સીધા નિયંત્રણમાં મૂકી દીધા. ગુજરાત એની સલ્તનતનો એક પ્રાંત હતો. પૂર્વમાં વારાણસી અને અવધથી આગળ સલ્તનત વધી ન શકી. બીહાર અને બંગાળ ઉપર ક્રમશઃ હરિસિંહ અને શમ્સુદ્દીન ફિરોઝનું શાસન હતું. જેઓ સલ્તનતથી સ્વતંત્ર હતા. ઓરિસ્સા અને પૂર્વિય રાજ્યોમાં પણ સુલતાનની સેનાઓ પહોંચી ન હતી.
એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી એક નવો ધર્મ સ્થાપવા ઇચ્છતો હતો પરંતુ એના પ્રિય દરબારી દિલ્હીના કોતવાલ અલાઉદ્દીન મુલ્કે એને નવો ધર્મ સ્થાપવાના બદલે સિકંદરની જેમ વિશ્વ વિજયનું કાર્ય કરવાની પ્રેરણા આપી.
ઈ.સ.૧ર૯૭માં કાદરખાનના૧ર૯૯માં સકદી તથા કુતલુગ ખ્વાજાના૧૩૦પમાં અલીબેગના અને ૧૩૦૭-૦૮માં ઈકબાલમંદના નેતૃત્વ તળે મોગોલો ભારત ઉપર ચઢી આવ્યા હતા. અલાઉદ્દીન ખિલજીએ બધા જ આક્રમણોને સફળતાપૂર્વક ખાળ્યા અને દેશને કાયમ માટે મોગલોના આક્રમણોથી મુકત કર્યો.
પરંતુ એણે ભારતવ્યાપી સામ્રાજ્યના વિસ્તરણની યોજના તો ચાલુ જ રાખી. જેના ભાગરૃપે ઈ.સ.૧ર૯૭માં એણે પોતાના ભાઈ ઉબુદાખાન અને વજીર નુસરતખાનની આગેવાની હેઠળ વિશાળ લશ્કર ગુજરાત મોકલ્યું. વાઘેલા શાસક કર્ણ બીજો હાર્યો અને અણહલવાડ છોડીને ભાગી ગયો.
એ જ યુદ્ધમાં કાફૂર નામનો ગુલામ ખંભાતમાંથી મળ્યો જે પાછળથી અલાઉદ્દીન ખિલજીનો મુખ્ય વજીર બન્યો. (કેટલીક ટીવી ચેનલ  ઉપર અલાઉદ્દીનને સોમનાથ મંદિર ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હોવાનું બતાવે છે પરંતુ ઇતિહાસકારોએ કયાંય આ ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી. એની કોઈ સાબિતી મળતી નથી.)
રાજસ્થાનનો રણથંભોરનો કિલ્લો વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો હતો. અલાઉદ્દીન ખિલજીએ રણથંભોર પર આક્રમણ કર્યું અને લગભગ એક વર્ષ સુધી કિલ્લાને ઘેરો ઘાલ્યા પછી જુલાઈ ૧૩૦૧માં કબજો કર્યો. રાણા હમીરદેવનો પરાજ્ય થયો. મહાન સૂફી કવિ અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીના સમકાલીન અને એના દરબારી હતા. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે 'એક રાત્રે રાય (હમીર દેવ)એ ડુંગરની ટોચે આગ સળગાવી પોતાની સ્ત્રીઓ અને કુટંબીજનોને એમાં હોમી દીધા અને પોતાના કેટલાક સૈનિકો સાથે શત્રુ ઉપર હુમલો કરવા ધસી ગયા અને નિરાશામાં પ્રાણ આપી દીધા.
ઈ.સ.૧૩૦૩માં અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ ઉપર હુમલો કરી એના ઉપર કબજો કર્યો. આ એ કાર્ય હતું જે એની પહેલા કોઈ મુસ્લિમ શાસકે કર્યું ન હતું. રાણાએ કેસરિયા કર્યા. ૩૦,૦૦૦ રાજપૂતો માર્યા ગયા. અમીર ખુશરો આ યુદ્ધમાં અલાઉદ્દીન ખિલજીની સાથે હતા. એમણે લખ્યું કે અલાઉદ્દીને ર૬મી ઓગષ્ટ ૧૩૦૩માં ચિત્તોડ ઉપર વિજય મેળવ્યો. અલાઉદ્દીન ખિલજીએપોતાના મોટા પુત્ર ખિઝરખાનને ચિત્તોડનો શાસક બનાવ્યો અને ચિત્તોડનું નામ ખિઝરાબાદ પાડયું. જોકે માત્ર આઠ વર્ષના ટૂંકાગાળામાં ૧૩૧૧માં રાજપૂતોએ ખિઝરખાનને ત્યાંથી ભાગવાની ફરજ પાડી ચિત્તોડને પુનઃ પોતાના કબજામાં કરી લીધું.
જે કેટલાક લોકો કહે છે કેઃ 'અલાઉદ્દીન ખિલજી ચિત્તોડની રાણી પદ્મિની કે પદ્માવતી ઉપર મોહિત થઈ ગયો હતો અને એના પતિ રતનસિંહને ઉઠાવી લઈ ગયો હતો એ પછી રતનસિંહના બે બહાદુર સૈનિકો ગોરા અને બાદલ એને છોડાવવા માટે દિલ્હી આવ્યા હતા. એનો બદલો લેવા માટે અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડ ઉપર હુમલો કર્યો હતો અને રાણા રતનસિંહને હરાવી દીધો હતો. રાણી પદ્મિનીએ પોતાની દાસીઓ સાથે જોહર કરી પોતાની જાતને આગમાં હોમી દીધી હતી.આ ઘટનાનો ઉલ્લેખ કોઈપણ ઇતિહાસકારે કર્યો નથી. મલિક મોહમ્મદ જાયસીએ ૧પ૪૦માં એક કાલ્પનિક મહાકાવ્ય 'પદ્માવત'ની રચના કરી હતી એમાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીની કથા વણી લીધી હતી. એ સિવાય જો કોઈએ આનો ઉલ્લેખ કર્યો હોય તો એ જેમ્સ ટોડ નામક ઇસ્ટ ઈન્ડિયા કંપનીના એક અધિકારીએ કર્યો હતો અને એ પણ છેક ઓગણીસમી સદીમાં ! એટલે પદ્માવતીને ઐતિહાસિક પાત્ર ગણી શકાય નહીં. ઈરફાન હબીબ જેવા ઇતિહાસકારો કહે છે કે  એ એક સંપૂર્ણપણે કાલ્પનીક પાત્ર છે એટલે પદ્માવતી વિશે વિરોધ વંટોળ ઊભો કરવો યોગ્ય નથી.
ઈ.સ.૧ર૯૦થી ૧૩૦૮ સુધી અલાઉદ્દીન ખિલજીએ નિરંતર યુદ્ધો કર્યા અને મોટાભાગના યુદ્ધોમાં એનો વિજય  થયો. એ માટે એનો ઉલુઘબેગનુસરતખાનમલીક  કાફૂર અને ગાઝી મલિક જેવા યોગ્ય સેનાનાયકોનો સાથ મળ્યો હતો. આ યુદ્ધો દર્શાવે છે કે તે સેનાપતિઓનો સેનાપતિ હતો. હરિશચંદ્ર વર્મામધ્યકાલીન ભારતભાગ-૧માં લખે છે કે એની (અલાઉદ્દીન ખિલજીની) પ્રભાવશાળી દૂરંદેશીતાથી ભારતવાસીઓ અત્યંત પ્રભાવિત થયા. જોધપુરના સંસ્કૃત શિલાલેખમાં કહેવામાં આવ્યું છેઃ 'અલાઉદ્દીન ખિલજીના દેવતુલ્ય શૌર્યથી પૃથ્વી અત્યાચારોથી મુકત થઈ ગઈ.'
અલાઉદ્દીનના શૌર્ય અને એની સૈનિક સફળતાએ એને સમકાલીનોમાં આશ્ચર્ય જન્માવ્યું હતું.
'મધ્યયુગીન ભારતનો ઇતિહાસ'માં ડો.ઇશ્વરભાઈ ઓઝા લખે છે કે ઈ.સ.૧૩૦૬ સુધીમાં સુલતાન અલાઉદ્દીન ખિલજીએ લગભગ સંપૂર્ણ ઉત્તર ભારત પર આધિપત્ય સ્થાપી દીધું હતું. ઈ.સ.૧૩૦૬માં વિશાળ લશ્કર લઈને મલીક કાફૂરે (દક્ષિણ ભારતના) દેવગીરી પર આક્રમણ કર્યું. પ્રારંભમાં બાગલણમાં ગુજરાતના નિર્વાસિત કૃણદેવ બીજાને હરાવ્યો. દેવગિરીમાં પણ રાજા રામચંદ્ર મલિક કાફૂર સામે ટકી શકયો નહીં. તેણે સંધિ સ્વીકારી લીધી કાફૂરને થોડા હાથીઓ અને પ્રચૂર માત્રામાં ધન આપીને રાજી કર્યો. રાજા રામચંદ્રને અલાઉદ્દીન ખિલજીને'રાયરાયાન'નું  બિરૃદ આપ્યું તથા છત્ર ચામર આપીને સન્માનિત કર્યો. આવા માનમરતબાની સાથે એક લાખ સોનાના ટકા પણ રાજાને ભેટ આપવામાં આવ્યા. ઉપકારવશ થયેલ રામચંદ્રે પોતાની પુત્રી ઝત્યાલીના લગ્ન અલાઉદ્દીન ખિલજી સાથે કર્યા. આ પ્રકારની મૈત્રી અલાઉદ્દીનના દૂર દક્ષિણના અભિયાનો માટે આશીર્વાદરૃપ નીવડી.
એવી જ રીતે ઈ.સ.૧૩૦૯માં વારંગલ અને ઈ.સ.૧૩૧૦માં દ્વારસમુદ્ર પર મલીક કાફૂરે આક્રમણ કર્યું. બંનેમાં વિજયી થયો. ઈ.સ.૧૩૧૩માં દેવગિરિને પુનઃ દિલ્હીના આધિપત્ય હેઠળ લાવવા કાફૂરે આક્રમણ કર્યું અને શંકરદેવને મારી વિજયી થયો.
આમ ઈ.સ.૧૩૧૩ સુધીમાં અલાઉદ્દીન ખિલજીએ લગભગ સમગ્ર દક્ષિણ ભારત પર સત્તા સ્થાપી દીધી. મલિક કાફૂરના વિજયો એ તેને દિલ્હી સલ્તનતના ઇતિહાસમાં અમલ કરી દીધો.
રાજત્વ સિદ્ધાંતઃ અલાઉદદ્દીન ખિલજી દિલ્હી સલતનતનો એક મહાન શાસક હતો. તેણે રાજનીતિ અને વહીવટીતંત્રના લગભગ તમામ ક્ષેત્રોમાં પોતાની દૂરદર્શિતા તથા મૌલીકતા પ્રદર્શિત કરી એનો રાજત્વનો સિદ્ધાંત આનું ઉદાહરણ છે કે તે પૃથ્વી પર અલ્લાહના પ્રતિનિધિ (ખલીફાનાયબ)નો દાવો કરતો હતો. જો કે તે એ પણ માનતો હતો કે એનું રાજત્વ જનતાના પ્રેમ અને ભક્તિ વિના સંભવ નથી. તેથી એણે ભારતમાં હિંદુઓને રંજાડયા નહીં. એણે ધર્મ અને રાજનીતિને એક થવા દીધા નહીં. આમ એણે ધર્મ નિરપેક્ષ રાજત્વનું સ્વરૃપ આપ્યું. જો કે તે પોતે તો ઇસ્લામનો ચુસ્ત અનુયાયી હતો અને તેણે પોતાને ખલીફાનો નાયબ જ ગણાવ્યો. અમીર ખુશરોએ પોતાની રચના 'ખજાઈનુલ કુનુહ'માં અલાઉદ્દીનને 'વિશ્વનો સુલતાન' 'પૃથ્વીના શાસકોનો સુલતાનઅને 'પ્રજાપાલકજેવા બિરૃદ આપ્યા છે. એણે કયાંય ઇસ્લામના આદેશોનું ઉલ્લંઘન કર્યું ન હતું.
વહીવટી સુધારાઃ અલાઉદ્દીન ખિલજી એક મહાન વિજેતાની સાથે કુશળ વહીવટકર્તા પણ હતો. તેણે વહીવટી ક્ષેત્રે નોંધપાત્ર સુધારા કર્યા. આમાંના કેટલાક તો પાછળથી શેરશાહ અને અકબરે અપનાવ્યા હતા.
એણે વિદ્રોહીઓને શોધીને કડક સજાઓ કરીઅમીર વર્ગ પાસેથી વધારાની સંપત્તિને જપ્ત કરી. ખાલસા ભૂમિને ખેતીલાયક બનાવી. મહેસૂલમાં વૃદ્ધિ કરીએણે ગુપ્તચરોની નિયુક્તિ કરી જે સમગ્ર પ્રદેશમાંથી રજેરજની માહિતી એને આપતા હતા. તેથી કોઈ અમીર-ઉમરાવ કે સૂબો સુલતાન વિરુદ્ધ બળવો કરવાનું વિચારી પણ નહોતો શકતો. સુલતાને દારૃબંધી કરીદારૃ બનાવનારાઓને અંધારા કૂવામાં ફેંકી દીધા. અમીરોને મદ્યપાન કરવા માટે કઠોર દંડ આપ્યા. જુગાર રમવા અને ભાંગ પીવા ઉપર પણ પ્રતિબંધ લાધ્યો. અમીરો દારૃની મહેફિલ સજાવી ન શકે કે ઉજાણી ન કરી શકે એ માટે એમના હળવા-મળવા ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો. એણે લશ્કરને બળવાન બનાવ્યો. એણે ઉલેમાઓથી સલાહ-સૂચન લેવાનું બંધ કરી દીધું હતું. એ રીતે તે ફ્રાન્સના લુઈ ચૌદમા કે પ્રુશિયાના ફ્રેડરીક મહાનની જેમ પોતે જ પોતાનો સલાહકાર હતો. એના મંત્રીઓની સ્થિતિ સચિવો અને કારકૂનો જેવી હતી. બધાને એની આજ્ઞાનુસાર કાર્ય કરવું પડતું હતું. સલતનતમાં કોઈપણ વ્યક્તિ સુલતાનની સમકક્ષ પોતાને માની શક્તી ન હતી.
અલાઉદ્દીન સામ્રાજ્યનો સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. એ ખુલ્લા દરબારમાં ન્યાય તોળતો હતો. પ્રજાને ઘણો ઝડપી ન્યાય મળતો હતો. મોટાભાગના ઇતિહાસકારો અને તજજ્ઞો માને છે કે અલાઉદ્દીનનું ન્યાયતંત્ર એકંદરે નિષ્પક્ષ હતું. અલાઉદ્દીન ખિલજી આ વાતનું ધ્યાન રાખતો હતો કે એના ઉચ્ચ ન્યાયાધીકારી લોકો સાથે સારો વ્યવહાર કરે અને જીવનમાં પણ પવિત્રતા રાખે. દારૃનું સેવન કરનારા એક ન્યાયાધીશને એણે સજા આપ્યાનો ઉલ્લેખ પણ મળે છે. એના જાસૂસો એ વાતનું ધ્યાન રાખતા કે કોઈ અધિકારી રૈયત ઉપર અત્યાચાર ન કરે.
પોલીસ અને જાસૂસીતંત્રઃ
અલાઉદ્દીન ખિલજીએ પોલીસ ખાતાને મજબૂત બનાવ્યું હતું. આ ખાતાનો મુખ્ય અધિકારી કોટવાલ હતો. જે રાજ્યમાં શાંતિ અને કાયદાનો રક્ષક હતો.
અલાઉદ્દીન ખિલજીએ ગુપ્તચર વિભાગને સક્ષમ બનાવ્યું હતું. જાસૂસી ખાતાનો મુખ્ય અધિકારી 'બરીદ-એ-મુમાલિકહતો. એના અંતર્ગત ઘણા બરીદ અથવા સંદેશવાહકોની નિયુક્તિ કરવામાં આવતી. રાજ્યમાં ઘટનારી દરેક ઘટનાની જાણકારી સુલતાનને આપવામાં આવતી હતી.ગુપ્તચરોની ગતિવિધીઓને કારણે લોકો ખાસ કરીને અમીર-ઉમરાવો અને અધિકારી ફફડાટ અનુભવતા રહેતા. બજાર નિયંત્રણનો શ્રેય આ જાસૂસોને જ ફાળે જાય છે.
* ટપાલ વ્યવસ્થાઃ અલાઉદ્દીન ખિલજીએ દરેક રાજમાર્ગ ઉપર બે થી ત્રણ કિલોમીટરના અંતરે ચોકીઓની સ્થાપના કરી હતી જેમાં અધિકારીઓ સંદેશા વ્યવહારની આપ-લે કરતા.
આ ઉપરાંત અલાઉદ્દીન ખિલજીએ લશ્કરી તંત્રમાં પણ મહત્ત્વના સુધારા કર્યા હતા. એણે કાયમી લશ્કરની સ્થાપના કરી હતી. એ વખતે ૪,૭પ,૦૦૦ સૈનિકોનું લશ્કર બનાવ્યું હતું. સૈનિકોને યોગ્ય શસ્ત્રો આપવામાં આવતા. પ્રત્યેક લશ્કરી અભિયાનની સફળતા પછી સૈનિકોને ઈનામ આપવામાં આવતું. સૈનિકોના સુખઆરામઅને અન્ન પુરવઠાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી. એના સમયમાં ગુલામોની સંખ્યા પ૦,૦૦૦ હતી જેનાથી બેશુમાર ખર્ચનો બોજો શાહી ખજાના ઉપર પડતો હતો.એથી એણે વસ્તુઓની કિંમત ઘટાડવાની નીતિ અપનાવી હતી. એ માટે કેટલાક નિયમો ઘડયા. પરિણામે સૈનિકોનો આવશ્યક ચીજો પરનો ખર્ચ ઓછો થઈ ગયો. આ નિયમો કે જોગવાઈને જ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં અલાઉદ્દીન ખિલજીના આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. એણે બજાર ઉપર નિયંત્રણ મૂકયું. વેપારીઓને ફરજિયાત નોંધણી કરાવવી પડતી. એમને લોન આપવામાં આવતી. કાળાબજાર ઉપર નિયંત્રણ હતું. એણે પોતાની જેમ જ ઈમાનદાર,વિશ્વાસુ અને નિષ્ઠુર અધિકારીઓની નિમણૂક કરી જેઓ સામાન્ય બજાર કે 'દીવાન-એ-રિયાસત'ની દેખરેખ રાખતા હતા. ઓછું જોખતા કે ભેળસેળ કરતા વેપારીઓને કડક સજા કરવામાં આવતી હતી. વેપારી ગ્રાહકને તોલમાં જેટલું ઓછું આપે એટલા જ વજનનું માંસ વેપારીના શરીરમાંથી કાપીને સજા કરવામાં આવતી હતી ! આથી બજાર સુવ્યવસ્થિત થઈ ગયું. અલાઉદ્દીન ખિલજીના આર્થિક સુધારાઓને સલ્તનતનકાળની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધી ગણવામાં આવે છે. કારણ કે ભાવ નિયમન અને બજાર નિયંત્રણ વ્યવસ્થાને પરિણામે ચીજવસ્તુઓના ભાવ વર્ષો સુધી ઘણા જ નીચા રહ્યા. સરકારી ગોદામો અનાજથી એટલા ભરચક હતા કે રાજધાનીમાં કયારેય દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી જ નહીં. અલાઉદ્દીન ખિલજીએ રાશન-વ્યવસ્થા લાગુ કરી હતી એના પણ પ્રમાણ મળે છે. દરેક ઘરને અડધો મણ (દસ કિલો) અનાજ દરરોજ આપવામાં આવતું.
અલાઉદ્દીનનું મૂલ્યાંકનઃ
અલાઉદ્દીનની સફળતા અને કારકિર્દીનું મૂલ્યાંકન ટૂંકમાં કરવું હોય તો આ મુજબ કરી શકાય.
અલાઉદ્દીન એક પરાક્રમીસાહસિકઅગાધ શક્તિવાળો અને મધ્યયયુગનો મહત્ત્વનો શાસક હતો.
એલફિન્સ્ટન નોંધે છે તેમ 'અલાઉદદ્દીન ખિલજીનો શાસનકાળ ગૌરવપૂર્ણ હતો. સમગ્ર રીતે તે એક સફળ સુલતાન હતો અને પોતાની સત્તાઓનો તેણે ન્યાયી ઉપયોગ કર્યો હતો.
આ મતને સમર્થન આપતા બીજા અંગ્રેજ ઇતિહાસકાર સ્ટેન્લી લેનપૂલ જણાવે છે કે 'અલાઉદીન ખિલજી લોહીપિપાસુ અને નિરંકુશ હતો,છતાં તે યોગ્ય શાસક હતો તેનો ઇન્કાર કરી શકાય નહીં.'
અલાઉદ્દીન ખિલજી અભણ હતો છતાંય યુદ્ધ કૌશલ અને શૌર્યનો એનામાં ગજબનો સુમેળ હતો. મૌલિક વિચારોને નક્કર વ્યવહારૃં બનાવવાની કોઠાસૂઝે જ તેને સફળતા અપાવી હતી.
તે કયારેય કોઈ સ્ત્રીના પ્રભાવમાં આવ્યો ન હતો. એ પોતે ઇસ્લામનો અનુયાયી હતો. જો કે એ કટ્ટર મુસ્લિમ ન હતો. એમ છતાંય એણે ઇસ્લામના આદેશોનું પણ કયારેય ઉલ્લંઘન કર્યું ન હતું. એણે દારૃબંધી કરી હતી.વ્યભિચારના દૂષણને ડામવા એણે ઘણા પ્રયાસ કર્યા હતા. વેશ્યાઓને લગ્ન કરવાની ફરજ પાડી હતી. ઊંટવૈદ્યુ કરતા હકીમોને શિક્ષા કરી હતી. જાદૂગરોને તગેડી મૂકવામાં આવ્યા હતા. એણે અંધશ્રદ્ધા,ટૂચકાં અને હાથચાલાકી નાબૂદ કરવાના પ્રયાસ કર્યા હતા. આ પ્રયાસો તેને એક મહાન સમાજ સુધારકની કક્ષામાં મૂકી દે છે.
એણે શીરીનો કિલ્લો અને ત્યાંનો 'હજાર સૂતુન મહેલતૈયાર કરાવ્યો હતો. દિલ્હીની 'કુવ્વતુલ ઇસ્લામ મસ્જિદ'નો પાયો નાંખ્યો હતો. તેણે ઘણી મસ્જિદોસરાઈઓ અને ખાનકાહો ચલાવ્યા હતા.
પોતે અભણ હતો પણ વિદ્વાનોની કદર કરતો હતો. અમીર ખુશરો અને હસન નિઝામી જેવા છેંતાળીસ સાહિત્યકારો-વિદ્વાનોને એણે રાજ્યાશ્રય આપ્યો હતો.
રાજસ્થાન તથા દક્ષિણ ભારતનો એ પ્રથમ મુસ્લિમ વિજેતા હતો.
ડો.ગુપ્તા એને વહીવટી પ્રયોજક ગણે છે. તેઓ કહે છે કે મધ્યકાલીન ભારતના મુસ્લિમ શાસકોમાં રચનાત્મક પ્રતિભાસંપન્ન તે પ્રથમ સુલતાન હતો.
તે જીવ્યો ત્યાં સુધી સામ્રાજ્યમાં શાંતિસલામતી અને વ્યવસ્થા જળવાઈ રહી.
હેવલ જણાવે છે કે અલાઉદ્દીન પોતાના યુગ કરતા ઘણો જ આગળ હતો.
જલોદરના રોગથી પીડાતો સુલતાન અલાઉદ્દીન ચોથી જાન્યુઆરી ૧૩૧૬ના રોજ આ ફાની દુનિયા છોડી ગયો.
***********************************************************
(સંદર્ભ ગ્રંથોઃ (૧) મધ્યકાલીન ભારત ભાગ-૧, (હિંદી) સંપા. હરિશચંદ્ર વર્માપ્રકાશક ઃ હિંદી માધ્યમ કાર્યાન્વય નિદેશાલયદિલ્હી વિશ્વવિદ્યાલયદિલ્હીફેબ્રુઆરીર૦૦૩)
(ર) મધ્યયુગીન ભારતનો ઇતિહાસ ડો. ઇશ્વરભાઈ ઓઝાયુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડગુજરાત રાજ્યઅમદાવાદપ્ર.સાલ. ર૦૧૧.
(૩) (અંગ્રેજી) એડવાન્સડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાસંપા. આર.સી. મજૂમદારએચ.સી. રાયચૌધરી અને કલિકિંકર દત્તાપ્રકાશક ઃ મેકમિલન,લંડનરિ-પ્રિન્ટઃ ૧૯૬પ)