આ બ્લૉગ શોધો

લેબલ Poet સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Poet સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

14 મે, 2025

શાયરે રસુલલ્લાહ : હઝરત હસ્સાન બિન સાબિત (રદીઅલ્લાહુ અનહુ)



હઝરત હસ્સાન રદી.બિન સાબિત બિન અલ મુન્ઝીર બિન હરામ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત સહાબી અને કવિ હતા,એમણે નબી ﷺ ની સ્તુતિ કાવ્યો કહ્યા અને કાફીરો વિરુદ્ધ શાયરી કરી, ઇસ્લામી વિચાર ધારાને પોતાની કવિતામાં રજૂ કરી તેથી તેઓ ‘શાયરે રસુલલ્લાહ ’ તરીકે પણ ઓળખાય છે.એમની કુનિયત અબુ અબ્દુર્રહ્માન કે અબુ વલીદ હતી.

હ હસ્સાન બિન સાબિત રદી નો જન્મ મદીનામાં આશરે ઇસ ૫૬૨-૫૬૩માં થયો હોવાનું મનાય છે.આમ તેઓ રસુલલ્લાહ ﷺ થી સાતેક વર્ષ મોટા હતા.તેઓ બનું નજ્જારના ખઝરજ કબીલાથી સંબંધ ધરાવતા હતા.એમના પિતા એમના કબીલાના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાંથી એક હતા.એમની માતાનું નામ ફરીઅહ બિંતે ખાલિદ બિન ખુનેસ અને અલ ઝહબીના મતાનુસાર ફરીઅહ બિંતે ખુનેસ હતું.તેઓ પણ ખઝરજ કબીલાથી જ સંબંધ ધરાવતા હતા.હ હસ્સાન રદી ૧૨૦ વર્ષ માંથી ૬૦ વર્ષ અજ્ઞાનતામાં અને ૬૦ વર્ષ ઇસ્લામી જીવન જીવ્યા. એમણે ક્યારે ઇસ્લામ સ્વીકાર્યું એમાં ઈતિહાસકારોમાં મતભેદ છે પરંતુ આ નિશ્ચિત છે કે એમના ભાઈ હ ઓસ રદી પ્રારંભિક ઇસ્લામ સ્વીકારનારાઓમાંથી એક હતા અને રસુલાલ્લાહ ﷺ એ એમને હિજરત પછી હ ઉસ્માન બિન અફ્ફાન રદી સાથે ભાઈબંધી કરાવી હતી.ઇસ્લામ સ્વીકાર્યું એ પહેલા પણ હ હસ્સાન રદી કવિતાઓ લખતા હતા અને જયારે કબીલાઓ વચ્ચે યુદ્ધ થતું ત્યારે તેઓ પોતાના કબીલા ખઝરજ તરફથી શૌર્ય ગીતો લલકારતા અને શત્રુઓનો ઉપહાસ કરતા.તેઓ ગસ્સાની રાજાઓના દરબારમાં પણ ઉપસ્થિત થઇ શૌર્ય ગીતો અને એમના સ્તુતિ કાવ્યો ગાતા હતા.એમની કવિતામાં વાક્પટુતા અને પ્રવાહિતા હતી.

ઇસ્લામ સ્વીકાર્યા પછી એમણે પોતાની વૃદ્ધાવસ્થા ને લીધે કોઈ યુધ્ધમાં ભાગ લીધો નહતો પરંતુ તેઓ પોતાની કવિતા અને વાક્પટુતાથી શત્રુઓનો ઉપહાસ કરી હતોત્સાહિત કરી દેતા હતા.આ બાબતે ઘણી સહીહ હદીસો ઉપસ્થિત છે.તેઓ તલવારને બદલે જીભથી જેહાદ કરતા હતા.તેઓ રસુલલ્લાહ ﷺ ની પ્રશંસામાં સ્તુતિ કાવ્યો (નાં’ત શરીફ) કહેતા.મસ્જીદે નબવીમાં તેઓ મીમ્બર પર બેસતા અને નબી ﷺ એમની સામે નીચે સહાબા કીરામ સાથે બેસી એમની ના’તશરીફ સાંભળતાં.એક દિવસ આ રીતે જ હ હસ્સાન રદી સ્તુતિ કાવ્ય પઢી રહ્યા હતા ત્યારે નબી ﷺ એ એમની કવિતાથી પ્રભાવિત થઈને દુઆ ફરમાવી : અય અલ્લાહ! તું જીબરીલ અમીનથી આની (હસ્સાન) ની મદદ કર!

હિસ ૫ માં મુરીસીના ગઝ્વાથી પાછા વળતી વખતે હ આયશા રદી પોતાના ખોવાયેલા હારને શોધવામાં રહ્યા અને કાફલો રવાના થઇ ગયો.એક સહાબી રદી કે જેમનું કામ આ હતું કે કાફલો રવાના થઇ જાય તો સૌથી છેલ્લે આવતા હતા કે કોઈ વસ્તુ રહી જાય તો લઇ લે.હ આયશા રદી ને એમણે જોયા તો પોતાના ઊંટ પર બેસાડી પોતે ઊંટ ની ડોર પકડી ચાલતા આવ્યા.આ બાજુ અબ્દુલ્લાહ બિન ઉબાઈ અને બીજા મુનાફીકો તથા કેટલાક લોકો કે જેમાં હ હસ્સાન રદી,મસ્તહ બિન અસાસા રદી.અને હમનહ બિંતે જહશ રદી.પણ હતા - અબ્દુલ્લાહ બિન ઉબઇની વાતોમાં આવી હ આયશા રદી પર તહોમત લગાવી બેઠા.જયારે કુરઆનમાં અલ્લાહ તા’લાએ હ આયશા રદી.ની નિર્દોષતા જાહેર કરતી આયતો અવતરિત કરી તો રસુલલ્લાહ ﷺ એ તહોમત લગાવનારાઓ પર હદ જારી કરી અને એમના પર કોડા વરસાવવામાં આવ્યા.જોકે હ હસ્સાન રદી હ આયશા રદી પર તહોમત લગાવનારાઓમાંથી એક હતા તેમ છતાં પણ જો કોઈ એમની સામે હ હસ્સાન રદી વિષે ખોટું કહેતું તો તેઓ એમ કરવાથી મના કરી દેતા અને કહેતા કે તેઓ (હ હસ્સાને) રસુલલ્લાહ ﷺ તરફથી કુફ્ફારને જવાબ આપતા અને આપનો બચાવ કરતા હતા તેથી એમને ખરું ખોટું ન કહો.હ હસ્સાન રદી એ પોતાના એક કાવ્યમાં હ આયશા રદી ની માફી માગી હતી.

હિસ ૯ માં બનું તમીમનું એક પ્રતિનિધિમંડળ આવ્યું જેમાં ઝબરકાન બિન બદરે પોતાના સમૂદાયની શ્રેષ્ઠતા બાબતે કેટલીક કાવ્ય પંક્તિઓ લલકારી,હુઝુર ﷺ એ હ હસ્સાન રદી ને આદેશ આપ્યો કે તમે આનો જવાબ આપો ,એમણે એજ રદીફ –કાફિયામાં એને જબરજસ્ત જવાબ આપ્યો.હિસ ૧૧મા હુઝુર ﷺ નું જાહેરી દુનિયાથી અવસાન થયું.બધા જ સહાબા અને એહલે બય્ત માટે આ ગમનાક ઘટના હતી, એ વખતે હ હસ્સાન રદી એ આપની શાનમાં દર્દભર્યા મરશીયા કહ્યાં જે ઇબ્ન સા’દ એ તબકાતમાં રજૂ કર્યા છે.તેઓ મસ્જિદે નબવીમાં કવિતાઓ કહેતા.એક વખત હ ઉમર રદી એ એમને શાયરી કરતા રોકી દીધા કે મસ્જીદમાં યોગ્ય નથી એના જવાબમાં હ હસ્સાન રદી એ કહ્યું હતું કે તમે જાણો છો કે તમારાથી શ્રેષ્ઠ વ્યક્તિ (રસુલલ્લાહ ﷺ) ની સામે હું કાવ્યો કહેતો હતો.હ ઉમર રદી એ કોઈ વિરોધ ના કર્યો અને ત્યાંથી ચાલ્યા ગયા.
નબી કરીમ ﷺ પછી હ અબુ બક્ર સિદ્દીક રદી અને હ ઉમર રદી પણ હ હસ્સાન ને ઇજ્જતથી જોતા અને એમની સાથે પ્રતિષ્ઠાભર્યો વ્યવહાર કરતા.એમને માલે ગનીમતમાંથી ભાગ પણ આપતા.હ ઉમર બિન ખત્તાબ રદી એ તો એમને કાઝી એ શરઅ (શરીઅત મુજબ ન્યાય આપનાર ન્યાયધીશ) બનાવ્યા હતા.હ ઉમર રદી ના ખિલાફત કાળમાં જ હ હસ્સાન રદી ની દ્રષ્ટિ ચાલી ગઈ હતી.

હ હસ્સાન રદી ના જીવન ચારિત્ર્યમાં શાયરી /કવિતા એક અભિન્ન અંગ છે.શેર અને શાયરી આરબોના લોહીમાં વહે છે એવું કહેવાતું હતું.આરબોનું વાક્ચાતુર્ય એમની જીભ અને ભાષામાં ટપકતું હતું.હ હસ્સાન રદી પોતે તો સારા કવિ હતા આ ઉપરાંત એમના દાદા,પિતા,પોતે,એમના પુત્ર અબ્દુર રહમાન પણ સારા કવિઓ હતા.આ શાયરોમાં કેટલાંક ‘અસહાબે મુઝેહ્બાત’ ના નામે પ્રસિદ્ધ છે , મુઝેહ્બાત ઝહબમાંથી નીકળ્યું છે જેનો અર્થ થાય છે ‘સોનેરી’.કેમ કે કેટલાક શાયરોના શ્રેષ્ઠ શેર સોના ના ઢોળ થી લખવામાં આવતા હતા તેથી એમણે મુઝેહ્બા કહેવાતા. હ હસ્સાન રદી નું શેર પણ સોને મઢેલું હતું.
એ વખતે ગ્રામીણ અને શહેરી શાયરો જેવા બે વિભાગ હતા.મોટા ભાગના કવિઓ ગ્રામ્ય વિસ્તારોથી સંબંધ ધરાવતા હતા .હ હસ્સાન રદી શહેરી કવિઓમાં અગ્ર સ્થાન ધરાવતા હતા.

હ હસ્સાન રદી.ની પત્ની નું નામ સીરીન હતું, જે હુઝુર ﷺ ની પુનીત પત્ની હ મારિયા કીબ્તીયા રદી.ના બહેન હતા.હ સીરીનથી એમને એક પુત્ર અબ્દુર રહમાન રદી. થયો હતો.

હ હસ્સાન રદી એ કેટલીક હદીસો પણ રિવાયત કરી છે.
હ હસ્સાન રદી ની ઇસ્લામી શાયરીનો વિષય ધર્મનો બચાવ કે કુફ્ફારનો ઉપહાસ છે.એમણે કાફીરોના ઉપહાસ કાવ્યો ઘણા લખ્યા છે એમ છતાં પણ એમની કવિતામાં અભદ્રતા કે અશ્લીલતા જરાય નથી ,એમના ઉપહાસ માં પણ જબરજસ્ત તાર્કિક દલીલો રહેતી.

એમનું કાવ્ય સંગ્રહ ‘દિવાન એ હસ્સાન બિન સાબિત રદી’ સૌ પ્રથમ મુહમ્મદ ઇબ્ન હબીબે (મૃત્યુ.૨૪૫/૮૬૦) માં સંપાદન કર્યું હતું.આ દિવાન ભારત અને ટ્યુનીશીયા માં ૧૮૬૪માં પ્રકાશિત થઇ ચુક્યું છે .અંગ્રેજી ભાષામાં પણ એના અનુવાદ થઇ ચુક્યા છે.અરબીમાં અબ્દુર રહમાન અલ બરકુકીએ એનું વિવેચન લખ્યું છે જે ઘણો પ્રસિદ્ધ છે. 

 (ગુજરાત ટુડે પ્રકાશન તારીખ ૧૧-૦૫-૨૦૨૫,રવિવાર) 

21 ડિસેમ્બર, 2017

તસ્વીરે દર્દ

તસ્વીરે દર્દ-1
-ડોક્ટર ઇકબાલ
રજૂઆત:મોહમ્મદ સઈદ શેખ (૯૬૨૪૦૪૬૬૭૭)
અંજુમને હિમાયતે ઇસ્લામના વાર્ષિક અધિવેશનોમાં ડૉ. ઇકબાલ જે કવિતાઓ વાંચતા એમાં 'તસ્વીરે દર્દ' અથવા 'દર્દનાક ચિત્ર' પણ એમાંથી એક છે. આ કવિતામાં એમણે પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર દેશવાસીઓની અસંવેદનશીલતાનું વર્ણન કર્યું છે. આ સાથે જ એમણે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જો તેઓ પોતાનું વર્તન નહીં બદલે તો પાયમાલ પણ થઈ શકે છે. તેથી પોતાની બેહતરી માટે સંપીને પ્રયાસ કરે એ આવશ્યક છે.
(૧) થી (૪)
નહીં મિન્નત કશે તાબે શનીદન દાસ્તાં મેરી
ખમોશી ગુફતગુ હૈ, બેઝબાની હૈ ઝુબાં મેરી
યહ દસ્તૂરે ઝબાંબંદી હૈ કૈસા તેરી મહેફિલમેં
યહાં તો બાત કરનેકો તરસતી હૈ ઝુબાં મેરી
ઉઠાએ કુછ વર્ક લાલેને, કુછ નરગિસને, કુછ ગુલને
ચમનમેં હર તરફ બિખરી હુઈ હૈ દાસ્તાં મેરી
ઉડા લી કમરિયોંને, તૂતિયોંને, અન્દલીબોંને
ચમન વાલોંને મિલ કર લૂટ લી તર્ઝે ફુગાં મેરી
        (શબ્દાર્થ - મિન્નત કશે તાબે શનીદન ઃ કોઈ સાંભળવાની હિમ્મત નથી કરી શકતું  ; દસ્તૂરે ઝુબાંબંદી ઃ વાત કરવાની મનાઈ)
        ભાવાર્થ ઃ મારી દાસ્તાન કે કથા સાંભળવાની કોઈ હિમ્મત નથી કરી શકતું. એ વાતનો મને દુઃખ છે કે મારી કથા પ્રત્યે કોઈએ ધ્યાન નથી આપ્યું. તેથી મેં ચુપ રહેવાનું યોગ્ય માન્યું છે. આવી સ્થિતિમાં મારી ચુપ જ મારી ભાષા બની ગઈ છે. બીજા શે'રમાં તેઓ દેશવાસીઓ કહે છે તારી સભામાં વાત કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે જો કે મને અહીં કોઈની સાથે વાત કરવાની ખૂબ તલબ છે. એમ છતાંય આ પણ વાસ્તવિકતા છે કે મારી કથાના કેટલાક પૃષ્ઠો કેટલાક ફૂલોએ અર્થાત્ કેટલાક છોડોએ ઊઠાવી લીધા છે. જ્યારે આ પૃષ્ઠો બાગમાં વિખરાયેલા પડયા હતા. આવી રીતે કેટલાક લોકોએ મારી શૈલી અને વિચારો ઉપર કબજો કરીને એને લૂંટી લેવાનો પ્રયત્ન કર્યો છે.
(૫) થી (૮)
ટપક એ શમ્અ! આંસૂ બનકે પરવાને કી આંખોસે
સરાપા દર્દ હૂં, હસરત ભરી હૈ દાસ્તાં મેરી
ઇલાહી! ફિર મઝા કયા હૈ યહાં દુનિયામેં રહનેકા?
હયાતે જાવેદાં મેરી, ન મર્ગે નાગેહાં મેરી
મિરા રોના નહીં, રોના હૈ યહ સારે ગુલિસ્તાંકા
વહ ગુલ હૂં મૈં, ખિઝાં હૂં હર ગુલકી હૈ ખિઝાં મેરી
"દરીં હસરત સરા ઉમરયસ્ત અફસૂને જરસ દારમ
ઝ ફૈઝે દિલ તબીદન હા ખરોશે બે નફસ દારમ"
(શબ્દાર્થ - ખિઝાં ઃ પાનખર)
        ભાવાર્થ ઃ આ સ્થિતિમાં ઇકબાલ શમ્અ/ મીણબત્તીને સંબોધીને કહે છે કે હું તો પગથી માથા સુધી દર્દ બનીને રહી ગયો છું. અને મારી કથામાં હવે અભિલાષાઓ સિવાય બીજું કશું નથી. એ શમઅ! તું મારા દુઃખ દર્દની સાથી બની જા અને પતંગિયાની આંખમાંથી અશ્રુ બનીને ટપકી જા. આશય આ છે કે જેવી રીતે હું કૌમના દર્દ માટે અશ્રુ વહાવી રહ્યો છું એમાં તું પણ મારો સાથ આપ. આગળના શે'રમાં ઇકબાલ ઈશ્વરથી કહે છે કે તું મને બતાવ હે ઈશ્વર! કે તારા બનાવેલા આ જગતમાં જીવવા માટે કે રહેવા માટે મને આનંદ કેમ પ્રાપ્ત નથી? ન તો મારા જીવન ઉપર ન જ મારા મૃત્યુ ઉપર મને કોઈ અધિકાર છે! અને આ કંઈ મારા એકલાની ફરિયાદ નથી. આ તો બધા જ લોકોની ફરિયાદ છે. હું તો એક એવા પુષ્પની જેમ છું જે સમગ્ર ઉદ્યાનની પાનખર અને બરબાદીને પોતાની પાનખર સમજે છે. અભિલાષા અને નિરાશાની આ દુનિયામાં મારી જાત તો આગાહી કરવાવાળી એક ઘંટી સમાન છે. જે તડપની અનુભૂતિ હું કરૃં છું એનું પ્રાગટ્ય પણ જોશપૂર્વક મારી કવિતામાં કરૃ છું, પરંતુ અફસોસ આ છે કે મારા દર્દાનુભૂતિ ઉપર કોઈ ધ્યાન નથી આપતું.
(૯) થી (૧૬)
રિયાઝે દહરમેં નાઆશનાએ બઝમે ઇશરત હૂં
મૈં હર્ફે ઝેરે લબ, શરમિંદએ ગોશે સમાઅત હૂં
પરેશાં હૂંં મૈં મુશ્તે ખાક, લેકિન કુછ નહીં ખુલતા
સિકંદર હૂંં કિ આઈના હૂંં યા દર્દે કદૂરત હૂં
યહ સબકુછ હૈ મગર હસ્તી મિરી મકસદ હૈ કુદરતકા
સરાપા નૂર હો જિસકી હકીકતમેં વહ ઝુલ્મત હૂં
ખઝીના હૂંં, છુપાયા મુઝકો મુશ્તે ખાકે સેહરાને
કિસીકો કયા ખબર હૈ મેં કહાં હૂં ં કિસકી દૌલત હૂં
નઝર મેરી નહીં મમનૂને સૈર એ અરસએ હસ્તી
મૈં વહ છોટી સી દુનિયા હૂં કિ આપ અપની વિલાયત હૂં
ન સેહબા હૂં, ન સાકી હૂં, ન મસ્તી હૂં, ન પૈમાના
મૈં ઇસ મયખાનાએ હસ્તીમેં હર રાયકી હકીકત હૂં
મુઝે રાઝે દો આલમ દિલકા આઇના દિખાતા હૈ
વહી કહતા હું જો કુછ સામને આંખોકે આતા હૈ
        (શબ્દાર્થ - હુર્ફે ઝેરે લબ ઃ ધીમા અવાજે બોલવું જેથી બીજાને સંભળાઈ ન શકે ; શર્મિન્દએ ગોશે સમાઅત ઃ જે વાત કાન સુધી ન પહોંચે ; સૈર અરસએ હસ્તી ઃ જીવનના મેદાનનું ભ્રમણ ; શહેબા ઃ દારૃ)
        ભાવાર્થ ઃ હું દુનિયાના બગીચામાં એવી વ્યક્તિ છું જે આનંદ અને ઉલ્લાસથી વંચિત છે. હું તો એ લોકોમાંથી છું જેના પર આનંદ-ઉલ્લાસ પણ અશ્રુ વહાવે છે. મારા બગડેલા ભાગ્યનું વર્ણન પણ કરી શકું એમ નથી. મારો અવાજ હોંટો સુધી સીમિત રહી જાય છે. તેથી બીજા લોકો એ સાંભળવાથી પણ વંચિત રહી જાય છે. હું આમ તો મુઠ્ઠીભર માટી સમાન છું પરંતુ આજ દિન સુધી નથી સમજી શકયો કે હું અડધી દુનિયાના વિજેતા સિકંદરની જેમ છું કે પછી જમશેદના એ પ્યાલા જેવો કે જેમાં સમગ્ર વિશ્વના દૃશ્યો એ જોઈ લેતો હતો, કે પછી ધૂળ જેવો તુચ્છ. આશય એ છે કે ફાની દુનિયામાં મેં અસ્તિત્વ તો ટકાવી રાખ્યું છે પરંતુ એને સમજી નથી શકયો. આ બધી અનુભૂતિઓ છતાંય એટલું તો નક્કી છે કે મારા અસ્તિત્વ પાછળ કુદરતનો કોઈ હેતુ છે, અને હું એક એવા અંધકાર સમાન છું જે હકીકતમાં પ્રકાશ સમાન છે. હું એક એવા ખજાના સમાન છું જે કોઈ રણની રેતીમાં છુપાયેલો છે. આ જ કારણ છે કે હજી સુધી કોઈ જાણી નથી શકયું કે હકીકત શું છે અને હું કોની મત્તા છું? મારી દૃષ્ટિને શું આવશ્યકતા છે કે જીવનની સાથે સમગ્ર સૃષ્ટિ ઉપર નાખે? જ્યારે કે મારી જાત પોતે જ એક નાનકડી દુનિયા સમાન છે જેમાં મારી પોતાની સલ્તનત છે.
        ઇકબાલ કહે છે કે ન તો હું શરાબ છું, ન સાકી છું, ન મસ્તી છું ન પ્યાલો. આનાથી વિપરીત જીવનના શરાબખાનામાં ઉપસ્થિત દરેક વસ્તુની વાસ્તવિકતાનો પ્રતીક છું. આશય આ છે કે સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરે માનવને કુલ મુખત્યાર બનાવીને મોકલ્યો છે. એના વિના જીવન અપૂર્ણ અને અર્થહીન છે. મારૃં હૃદય એવા અરીસા સમાન છે જેમાં લોક-પરલોકના રહસ્યો સ્પષ્ટરૃપે પ્રતિબિંબિત થાય છે આ જ કારણ છે કે હું મારી પંક્તિઓમાં એ વાસ્તવિકતાઓને સામે લાઉ છું જેને હું જોઉં છું.
(૧૭) થી (૨૦)
અતા ઐસા બયાં મુઝકો હુઆ રંગીં બયાનોંમેં
કિ બામે અર્શકે તાઇર હૈં મેરે હમઝબાનોંમેં
અસર યહ ભી હૈ ઇક મેરે જુનૂને ફિત્નએ સામાંકા
મિરા આઈનાએ દિલ હૈ કઝીકે રાઝદાનોંમેં
રુલાતા હૈ તિરા નઝારાએ હિન્દુસ્તાં! મુઝકો
કિ ઇબરતખૈઝ હૈ તેરા ફસાના સબ ફસાનોંમેં
દિયા રોના મુઝે ઐસા કિ સબ કુછ દે દિયા ગોયા
લિખા કલકે અઝલને મુઝકો તેરે નોહા ખ્વાનોંમેં
        (શબ્દાર્થ - જુનૂને ફિત્નએ સામાં ઃ એ જુનૂન કે જોશ જે અવ્યવસ્થા સર્જે ; ઇબરતખૈઝ ઃ પાઠ શીખવા જેવો)
        ભાવાર્થ ઃ ઇકબાલ કહે છે કે કુદરતે મને રંગીબયાં અર્થાત્ વાક્ચતુર લોકોમાં એવા ઉચ્ચ સ્થાને બિરાજ્યો છે કે ફરિશ્તાઓ પણ મને સાંભળે છે. મારી પ્રેમની ભાવનાને કારણે હું મારી કવિતામાં જીવન-મરણના રહસ્યો પ્રકટ કરવાની ક્ષમતા ધરાવું છું. એ પછી ઇકબાલ પોતાના સમયના ભારતની દર્દનાક તસ્વીર રજૂ કરે છે અને કહે છે તારી અફસોસજનક સ્થિતિ ઉપર મારૃં હૃદય ખૂબ રડે છે કેમકે દુનિયાના બીજા અફસાના કે કથાઓમાં તારી કથાથી પાઠ શીખવા જેવો છે. તારી દર્દનાક સ્થિતિ ઉપર રડવાથી કુદરતે મારૃં નામ રડનારાઓમાં સામેલ કરી દીધું છે.
(૨૧) થી (૨૪)
નિશાને બર્ગે ગુલ તક ભી ન છોડા ઇસ બાગમેં ગુલચી
તિરી કિસ્મતસે રઝમ આરાઈયાં હૈં બાગબાનોમેં
છુપા કર આસ્તીંમેં બિજલિયાં રખી હૈં ગરદૂંને
અનાદિલ બાગકે ગાફિલ ન બેઠેં આશિયાનોંમેં
સુન એ ગાફિલ સદા મેરી! યહ ઐસી ચીઝ હૈ જિસકો
વઝીફા જાન કર પળ્હતે હૈં તાઇર બોસ્તાનોંમેં
વતનકી ફિક્ર કર નાદાં! મુસીબત આનેવાલી હૈ
તિરી બરબાદીયોંકે મશ્વરે હૈં આસમાનોમેં
        (શબ્દાર્થ - રઝમ આરાઇયાં ઃ લડાઈ માટે કતારબદ્ધ થવું ; ગરદૂં ઃ આકાશ ; અનાદિલ ઃ કોયલ ; ગાફિલઃ બેધ્યાન ; સદા ઃ અવાજ ; વઝીફા ઃ રટણ કરવું, મંત્રોચ્ચાર ; તાઇર ઃ પક્ષીઓ)
        ભાવાર્થ ઃ ઇકબાલ ફૂલ તોડનાર અર્થાત્ દુશ્મનથી સંબોધીને કહે છે કે જ્યારે બાગના માળી અને રખેવાળ જ અરસપરસ લડતા હોય તો બાગની બરબાદીમાં પછી કોઈ શંકા રહેતી નથી. આમ પણ આકાશે વીજળીઓ છુપાવી રાખી છે એવામાં બાગની કોયલો અર્થાત્ વતનવાસીઓએ બેધ્યાન રહેવું જોઈએ નહીં. નહિંતર બરબાદી સિવાય કશું જ મળવાનું નથી. મારો અવાજ ધ્યાનથી સાંભળો! આ એવો અવાજ છે જે બાગમાં પક્ષીઓ મંત્રોચ્ચાર સમજીને ઉચ્ચારે છે અર્થાત્ બીજા લોકો તો મારી વાત સાંભળે છે પરંતુ વતનવાસીઓ તમે બેધ્યાની વર્તો છો. મારા પ્રિય! તું કેટલો નાદાન-ભોળોભાળો છે કે દેશની રક્ષા કરવાનો તને ખ્યાલ પણ નથી, જ્યારે કે આકાશમાં તારી બરબાદીની ચર્ચા-વિચારણા ચાલુ છે.
(૨૫) થી (૨૮)
ઝરા દેખ ઇસ કો જો કુછ હો રહા હૈ, હોને વાલા હૈ
ધરા કયા હૈ ભલા અહદે કુહનકી દાસ્તાનોંમેં
યહ ખામોશી કહાં તક? લઝ્ઝતે ફરિયાદ પૈદા કર
ઝમીં પર તૂ હો, ઔર તેરી સદા હો આસમાનોંમેં
ન સમઝોગે તો મિટ જાઓગે એ હિન્દોસ્તાં વાલો!
તુમ્હારી દાસ્તાં તક ભી ન હોગી દાસ્તાનોંમેં
યેહી આઇને કુદરત હૈ યેહી અસ્લૂબે ફિતરત હૈ
જો હૈ રાહે અમલમેં ગામઝન મહબૂબે ફિતરત હૈ
(શબ્દાર્થ - અસ્લૂબે ફિતરત ઃ કુદરતનો કાનૂન)
        ભાવાર્થ ઃ થોડુંક અવલોકન આ દૃશ્ય વિશે પણ કર કે જે થઈ રહ્યું છે અને જે થવાનું છે, પરંતુ તું ભૂતકાળની વાર્તાઓમાં ખોવાયેલો છે, વર્તમાનમાં આવી વાર્તાઓનું કોઈ મહત્ત્વ નથી. જરા બતાવ! તું કયાં સુધી ચુપ રહીશ? પોતાનો અવાજ ઊંચો કર કે જેથી તુંઃ ધરતી ઉપરથી ફરિયાદ કરે તો એનો પડઘો આકાશ સુધી પહોંચે. ભારતવાસીઓને સંબોધીને ઇકબાલ કહે છે કે મારી ચેતવણીઓ છતાંય જો તમે જાગૃત થાવ અને જે કાંઇ ગતિવિધિ થઈ રહી છે એના ઉકેલ માટે સંઘર્ષરત્ નહીં થાવ તો પછી ભૂતકાળ અને વર્તમાનકાળની દાસ્તાનમાં - કથાનકોમાં તમારો ઉલ્લેખ પણ નહીં હોય. કુદરતનો કાનૂન આ જ છે કે જે લોકો સંઘર્ષ કરે છે એ જ કુદરતના પ્રિય હોય છે.
(૨૯) થી (૩૨)
હુવૈદા આજ અપને ઝખ્મે પિન્હાં કરકે છોડૂંગા
લહૂ રો રો કે મહફિલકો ગુલિસ્તાં કરકે છોડૂંગા
જલાના હે મુઝે હર શમ્અએ દિલકો સોઝે પિન્હાંસે
તિરી તારીક રાતોંમેં ચરાગાં કરકે છોડૂંગા
મગર ગુન્ચેકી સૂરત હો દિલે દર્દ આશ્ના પૈદા
ચમનમેં મુશ્તે ખાક અપની પરેશાં કરકે છોડૂંગા
પિરોના એક હી તસ્બીહમેં ઇન બિખરે દાનોંકો
જો મુશ્કિલ હૈ તો મુશ્કિલકો આસાં કરકે છોડૂંગા
        (શબ્દાર્થ - હુવૈદા ઃ પ્રકટ, જાહેર ; ઝખ્મે પિન્હાં ઃ છુપાયેલા જખમ ; સોઝે પિન્હાં ઃ છુપાયેલી બળતરા)
        ભાવાર્થ ઃ આ પંક્તિઓમાં ઇકબાલ ખૂબ જ દુઃખ પરંતુ જુસ્સાપૂર્વક એલાન કરે છે કે આજે હું મારા છુપાયેલો જખ્મોને પ્રકટ કરીને રહીશ. મારી આંખોમાંથી લોહી વહેશે જે આખા બાગ અને વતનમાં ફેલાઈ જશે. મારા હૃદયની બળતરાથી દરેક હૃદયની મીણબત્તી પ્રજવલિત કરીશ, અને આ જ મીણબત્તીઓથી અય વતન હું તારી અંધકારભરી રાતોને જગમગાવી દઈશ. હું તો મારા પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છું શરત એ છે કે તારા વાસીઓના અંતરમાં દર્દે દિલ પેદા થઈ જાય. મારા દેશવાસીઓ ઘૃણા અને નફરતની આગમાં બળી રહ્યા છે એમની વચ્ચે એકતાની ભાવના જન્માવવી મુશ્કેલ કાર્ય છે.  એમ છતાંય આ મુશ્કેલ કાર્યને હું સરળ કરીને જ જંપીશ.
(૩૩) થી (૩૫)
મુઝે અય હમનશીં! રહને દે શુગલે સીના કાવી મેં
કિ મૈં દાગે મુહબ્બતકો નુમાયાં કરકે છોડૂંંગા
દિખા દૂંગા જહાંકો જો મિરી આંખોને દૈખા હૈ
તુઝે ભી સૂરતે આઈના હૈરાં કરકે છોડૂંગા
જો હૈ પરદોંમે પિન્હાં, ચશ્મે બીના દેખ લેતી હૈ
ઝમાનેકી તબિઅતકા તકાઝા દેખ લેતી હૈ
(શબ્દાર્થ - શુગલે સીના કાવીઃ તડપવામાં વ્યસ્ત ; નુમાયાં ઃ જાહેર, સ્પષ્ટ)
        ભાવાર્થ ઃ મને એ મારા મિત્ર! મારી છાતીના જખ્મોને ખોદવામાં અને મને તડપવામાં વ્યસ્ત રહેવા દે કે જેથી પ્રેમના દાગ પ્રકટ થઈ જાય. મારી નજરોએ જે વાસ્તવિક દૃશ્યો જોયા છે એને દુનિયાને પણ દેખાડી દઈશ. જેથી તેઓ વેર અને ઘૃણાને છોડી એકસંપ થઈ શકે. પછી ઇકબાલ કહે છે કે માત્ર હું જ નહીં પરંતુ જેઓ છુપી દૃષ્ટિ રાખે છે તેઓ વાસ્તવિકતાને જોઈ લે છે અને પોતાના પ્રવર્તમાન તકાદાઓને પણ ઓળખી લે છે.