આ બ્લૉગ શોધો

લેબલ jindagi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ jindagi સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

4 જાન્યુઆરી, 2013

Gazal ... Hu fasaayo chuu

એક ગઝલ રજુ કરું છું ..... ગમે તો પ્રતિભાવ આપવાનું ન ચુકતા .....


હું ફસાયો છું જિંદગીના અઝાબમાં .........


**     હું ફસાયો છું જિંદગીના અઝાબમાં
        શું કરું નહોતી તું મારા ઇન્ત્ખાબમાં

                                           **    તું મને મળે એ રીતે તોય છે ઘણું
                                                  દિવસે નહિ તો રાત્રે આવ ખ્વાબમાં

**     બેવડો નશો છે આ તારા શબાબનો
         ફૂલને બોળ્યો હોય જાણે શરાબમાં

                                         **     ઝુલ્ફ માં સજાવી એને તેં અમર કર્યો
                                                  ઝુલ્ફની સુગંધ વસી ગઈ ગુલાબમાં

**     તું ગુલાબ આપી જો મારી ઉદારતા
         મોકલીશ હું દિલ ને એના જવાબમાં

                                         **     જે હકીકતમાં હો અશક્ય શક્ય બને
                                                  કેટલી સરળતા રહેલી છે ખ્વાબમાં !

**     આ સઘળા ગ્રંથોનું જ્ઞાન બેકાર છે
         ઉતર પહેલા કોઈના દિલની કિતાબમાં!
                                                                      - સઈદ  શેખ 

31 ડિસેમ્બર, 2012

Jindagi ...... Jindagi

જર્મન કવિ કુર્ત બાર્ક ની પ્રસિદ્ધ કવિતા અહી રજુ કરું છું ..... જિંદગી વિષે જ છે 


હું માત્ર  તેને જ ચાહી શકું 

જેની તલાશ કરવા કાજે 

હું ખુદ સ્વતંત્ર હોઉં !

આ દેશ , આ નગર , આ સ્ત્રી , આ જિંદગી 

અને એટલેજ 

ઓછા લોકો ચાહી શકે છે 

પોતાના દેશને 

થોડાકજ 

કોઈ નગરને 

અને આંગળીના વેઢે ગણાય 

એટલાજ 

પોતાના પ્રિય જનોને 

પણ , આ બધા 

બધાજ લોકો ચાહે છે 

જિંદગીને !!

હા , જિંદગીને !!

29 ડિસેમ્બર, 2012

AAVKAARU CHHU MITRO.......

મિત્રો ,

સલામ ,નમસ્કાર ,ક્ષત્રીયકાલ ,ગૂડ ડે
મારા પ્રથમ  ગુજરાતી બ્લોગ માં આપ સૌનું સ્વાગત કરું છું।
 ઘણા સમય પહેલા લખેલ એક ગીત થી બ્લોગ ની શરૂઆત કરવા જઈ રહ્યો છું।આશા છે સૌને ગમશે।

જિંદગી .... જિંદગી .... તને શું કહીએ રે।

* નાં કોઈ દૂર છે નાં કોઈ પાસ છે 
  તો કોના કાજ ચાલી રહ્યા શ્વાસ છે 
  આત્માની અધુરી કોઈ પ્યાસ છે 
  આ જિંદગી  પોતે જ એક ત્રાસ છે 
 
જિંદગી ..... જિંદગી ... તને શું કહીએ રે।

* એજ ઉદાસી એજ  દુખ ચાર કોર છે 
  બેચેન આત્માઓમાં પણ શોર છે 
  અજબ છે આ જમાનો અજબ દોર છે 
  રણ માં નહિ દિલોમાં ઊગેલ થોર છે 

જિંદગી ... જિંદગી ... તને શું કહીએ રે।

*  નફરત કદી અમને તો ભાવી નહિ 
  મહોબત પણ કદી રાસ આવી નહિ 
  તડપતા રહ્યા જુદાઈ માં ઉમ્રભર 
  જીંદગી જીવતા અમને ફાવી નહિ 

જિંદગી  ..... જિંદગી  .... તને શું કહીએ રે।

* કોઈ હમદર્દ ની બધાને તલાશ છે 
  ઝાંઝવાના જળ જેવી આ આશ છે 
  દરેકના સ્કંધ પર ઈચ્છાની લાશ છે 
  જુઓ જિંદગી  કેટલી નિરાશ છે 

જિંદગી  ... જિંદગી  .... તને શું કહીએ રે।

* ક્યાં કોઈ ની આંખ માં હવે પ્યાર છે 
  ક્યાં હવે એ સ્નેહભર્યા વે'વાર છે 
  છે તો બસ મતલબ ના બધા યાર છે 
  સંબંધનો ખુલ્યો એક વેપાર છે

જીંદગી ...જિંદગી ... તને શું કહીએ રે।

* અશ્રુ થી તર ન હો એવા તો પાલવ નથી 
  કેફ છે ગમનો ભલેને આસવ નથી 
  ખુશીથી ચકચૂર કોઈ માનવ નથી 
  ઓ જિંદગી હવે તારા ઉત્સવ નથી
  જીંદગી ... જીંદગી .... તને શું કહીએ રે।


તમને આ રચના ગમી હોય તો કોમેન્ટ લખવાનું ચુકતા નહિ।

આભાર .

સઈદ શેખ