આ બ્લૉગ શોધો

29 ડિસેમ્બર, 2012

AAVKAARU CHHU MITRO.......

મિત્રો ,

સલામ ,નમસ્કાર ,ક્ષત્રીયકાલ ,ગૂડ ડે
મારા પ્રથમ  ગુજરાતી બ્લોગ માં આપ સૌનું સ્વાગત કરું છું।
 ઘણા સમય પહેલા લખેલ એક ગીત થી બ્લોગ ની શરૂઆત કરવા જઈ રહ્યો છું।આશા છે સૌને ગમશે।

જિંદગી .... જિંદગી .... તને શું કહીએ રે।

* નાં કોઈ દૂર છે નાં કોઈ પાસ છે 
  તો કોના કાજ ચાલી રહ્યા શ્વાસ છે 
  આત્માની અધુરી કોઈ પ્યાસ છે 
  આ જિંદગી  પોતે જ એક ત્રાસ છે 
 
જિંદગી ..... જિંદગી ... તને શું કહીએ રે।

* એજ ઉદાસી એજ  દુખ ચાર કોર છે 
  બેચેન આત્માઓમાં પણ શોર છે 
  અજબ છે આ જમાનો અજબ દોર છે 
  રણ માં નહિ દિલોમાં ઊગેલ થોર છે 

જિંદગી ... જિંદગી ... તને શું કહીએ રે।

*  નફરત કદી અમને તો ભાવી નહિ 
  મહોબત પણ કદી રાસ આવી નહિ 
  તડપતા રહ્યા જુદાઈ માં ઉમ્રભર 
  જીંદગી જીવતા અમને ફાવી નહિ 

જિંદગી  ..... જિંદગી  .... તને શું કહીએ રે।

* કોઈ હમદર્દ ની બધાને તલાશ છે 
  ઝાંઝવાના જળ જેવી આ આશ છે 
  દરેકના સ્કંધ પર ઈચ્છાની લાશ છે 
  જુઓ જિંદગી  કેટલી નિરાશ છે 

જિંદગી  ... જિંદગી  .... તને શું કહીએ રે।

* ક્યાં કોઈ ની આંખ માં હવે પ્યાર છે 
  ક્યાં હવે એ સ્નેહભર્યા વે'વાર છે 
  છે તો બસ મતલબ ના બધા યાર છે 
  સંબંધનો ખુલ્યો એક વેપાર છે

જીંદગી ...જિંદગી ... તને શું કહીએ રે।

* અશ્રુ થી તર ન હો એવા તો પાલવ નથી 
  કેફ છે ગમનો ભલેને આસવ નથી 
  ખુશીથી ચકચૂર કોઈ માનવ નથી 
  ઓ જિંદગી હવે તારા ઉત્સવ નથી
  જીંદગી ... જીંદગી .... તને શું કહીએ રે।


તમને આ રચના ગમી હોય તો કોમેન્ટ લખવાનું ચુકતા નહિ।

આભાર .

સઈદ શેખ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો