જર્મન કવિ કુર્ત બાર્ક ની પ્રસિદ્ધ કવિતા અહી રજુ કરું છું ..... જિંદગી વિષે જ છે
હું માત્ર તેને જ ચાહી શકું
જેની તલાશ કરવા કાજે
હું ખુદ સ્વતંત્ર હોઉં !
આ દેશ , આ નગર , આ સ્ત્રી , આ જિંદગી
અને એટલેજ
ઓછા લોકો ચાહી શકે છે
પોતાના દેશને
થોડાકજ
કોઈ નગરને
અને આંગળીના વેઢે ગણાય
એટલાજ
પોતાના પ્રિય જનોને
પણ , આ બધા
બધાજ લોકો ચાહે છે
જિંદગીને !!
હા , જિંદગીને !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો