આ બ્લૉગ શોધો
24 જાન્યુઆરી, 2014
RAHBER EDUCATION AND WELFARE SOCIETY INTERVIEW
13 જાન્યુઆરી, 2014
રાજકારણ
રાજકારણ................રાજકારણ....
* તારા કરતૂતો જ તને ડુબાડશે
દેશવાશીઓના જઠરાગ્ની જાગશે
તારા કણ કણ પણ તને ન લાધશે
નેતાઓ !તમને કોણ બચાવશે ?
હાય હાય રે રાજકારણ .........
* કર્યા એવા તે કરમ
બદનામ થયા ધરમ
સદભાવની ખુલી પોલ
હિન્દુત્વનું ભાંગ્યું ભરમ
હાય હાય રે રાજકારણ .........
* તે તો ભાઈ ના કર્યા ટુકડા
તે માણસાઈના કર્યા ટુકડા
બુરાઈને ફેલાવી બધે
તે ભલાઈના કર્યા ટુકડા
હાય હાય રે રાજકારણ .......
* હિન્દુત્વનું લઈને નામ
રામને કર્યા બદનામ
ધર્મને લગાડ્યું લાંછન
કેવા અધમ તારા કામ !
હાય હાય રે રાજકારણ .............
- સઈદ શેખ
14 મે, 2013
જિસે ન હો ખુદ અપની મંઝિલકા પતા, ઉસે રાહકે પથ્થરભી રસ્તા નહીં દેતે
જિસે ન હો ખુદ અપની મંઝિલકા પતા, ઉસે રાહકે પથ્થરભી રસ્તા નહીં દેતે
દિશા દર્શન
...સઈદ શેખ
Copyright © www.yuvasaathi.com. All rights reserved.
લેબલ્સ:
Aim,
Jeevan,
Lakshya,
Positive thinking
12 જાન્યુઆરી, 2013
GEET.... JAB SE TUMSE HUI MOHABBAT MUJHE
મિત્રો ,આજે એક ઉર્દુ હિન્દી ગીત રજુ કરું છું। પ્રિય પાત્ર માટે ની છલકાતી લાગણીઓ નો આમાં પડઘો છે ......
गीत
* जबसे तुम से हुई मुहब्बत मुझे
दर्द से भी मिल रही है राहत मुझे
* रौशनी तेरे प्यार की हो तो
ग़म के अंधेरों से लड़ जाऊँगा
रास्ते चाहे जितने हो मुश्किल
मंजिलों से आगे मैं बढ़ जाऊँगा
रास्ता दिखाएगी तेरी चाहत मुझे
* तू खड़ी हो जाये जिस जगा पर
फीके पड़ जाए सारे नज़ारे
तू चले नंगे पाँव जहां पर
ज़र्रे हो जाएँ रोशन सितारे
कदमोमें बिछ जाऊं दे इजाज़त मुझे
* अक्स तेरा मैं बन जाऊं यारा
आईना तू देखे तो आऊं नजर
फर्क न रहे कुछ तुझ में मुझ में
मुहब्बत अपनी वो लाऐ असर
बस यही आखरी है हसरत मुझे
* जुल्फ चेहरे पे बिखरा के
आँचल को काँधे से ढलका के
सामने मेरे आओ न जानम
ऐसे लहराके यूँ बल खा के
देखिये सुझे न कोई शरारत मुझे
जबसे तुम से हुई मुहब्बत मुझे
दर्द से भी मिल रही है राहत मुझे
-सईद शेख
લેબલ્સ:
Muhabbat,
Rahat,
urdu hindi geet
7 જાન્યુઆરી, 2013
Hazal.... Laage bhale ne traas prachaaro karya karo
હઝલ
** લાગે ભલે ને ત્રાસ , પ્રચારો કર્યા કરો
છે એ જ બસ વિકાસ !પ્રચારો કર્યા કરો
** આ જૂઠ ધીરે ધીરે પરમ સત્ય થઈ જશે
કરતા રહો પ્રયાસ , પ્રચારો કર્યા કરો
** પાણી નથી તો શું થયું ?વચનોના ધોધથી
ઠારો બધાની પ્યાસ , પ્રચારો કર્યા કરો
** જોજો કે ભલભલા ને એ આંજી નાખશે
વાણીનો આ વિલાસ , પ્રચારો કર્યા કરો
** સાચેજ સાવ દુધે અમે ધોયેલા છીએ !
જુઠ્ઠી છે સૌ તપાસ , પ્રચારો કર્યા કરો
- મુસાફિર પાલનપુરી
4 જાન્યુઆરી, 2013
Gazal ... Hu fasaayo chuu
એક ગઝલ રજુ કરું છું ..... ગમે તો પ્રતિભાવ આપવાનું ન ચુકતા .....
હું ફસાયો છું જિંદગીના અઝાબમાં .........
** હું ફસાયો છું જિંદગીના અઝાબમાં
શું કરું નહોતી તું મારા ઇન્ત્ખાબમાં
** તું મને મળે એ રીતે તોય છે ઘણું
દિવસે નહિ તો રાત્રે આવ ખ્વાબમાં
** બેવડો નશો છે આ તારા શબાબનો
ફૂલને બોળ્યો હોય જાણે શરાબમાં
** ઝુલ્ફ માં સજાવી એને તેં અમર કર્યો
ઝુલ્ફની સુગંધ વસી ગઈ ગુલાબમાં
** તું ગુલાબ આપી જો મારી ઉદારતા
મોકલીશ હું દિલ ને એના જવાબમાં
** જે હકીકતમાં હો અશક્ય શક્ય બને
કેટલી સરળતા રહેલી છે ખ્વાબમાં !
** આ સઘળા ગ્રંથોનું જ્ઞાન બેકાર છે
ઉતર પહેલા કોઈના દિલની કિતાબમાં!
- સઈદ શેખ
હું ફસાયો છું જિંદગીના અઝાબમાં .........
** હું ફસાયો છું જિંદગીના અઝાબમાં
શું કરું નહોતી તું મારા ઇન્ત્ખાબમાં
** તું મને મળે એ રીતે તોય છે ઘણું
દિવસે નહિ તો રાત્રે આવ ખ્વાબમાં
** બેવડો નશો છે આ તારા શબાબનો
ફૂલને બોળ્યો હોય જાણે શરાબમાં
** ઝુલ્ફ માં સજાવી એને તેં અમર કર્યો
ઝુલ્ફની સુગંધ વસી ગઈ ગુલાબમાં
** તું ગુલાબ આપી જો મારી ઉદારતા
મોકલીશ હું દિલ ને એના જવાબમાં
** જે હકીકતમાં હો અશક્ય શક્ય બને
કેટલી સરળતા રહેલી છે ખ્વાબમાં !
** આ સઘળા ગ્રંથોનું જ્ઞાન બેકાર છે
ઉતર પહેલા કોઈના દિલની કિતાબમાં!
- સઈદ શેખ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)