અબ્બાદ બિન ઝિયાદ બિન અબી સુફ્યાન, અબુ હર્બ ,ઉમૈયા સેનાપતિ હતો. મુઆવિયાએ તેની નિમણૂક સિજિસ્તાનના રાજ્યપાલ તરીકે કરી હતી, જ્યાં તે સાત વર્ષ રહ્યો; અને પૂર્વ તરફના અભિયાન દરમિયાન કંદહાર પર વિજય મેળવ્યો.હિ.સ. 61 /ઈ.સ. 680-81 માં તેને યઝીદ બિન મુઆવિયાએ બરતરફ કરી તેની જગ્યાએ પોતાના ભાઈ સાલમ બિન ઝિયાદની સિજિસ્તાન અને ખુરાસાન ના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી હતી. 64/684 માં બીજા ફિતના ના ભાગરૂપે ઉમૈયા ખિલાફત અને અબ્દુલ્લાહ ઈબ્ન ઝૂબૈર તરફી સૈન્ય વચ્ચે સીરિયામાં દમાસ્કસ પાસે મર્જ રાહિત સ્થળે યુદ્ધ ફાટી નીકળ્યું.આ યુદ્ધમાં અબ્બાદ બિન ઝિયાદ પણ જોડાયો હતો.આ યુદ્ધમાં ઉમૈયા સૈન્યની જીત થઇ હતી.આ યુદ્ધ પછી અબ્બાદે સઉદી અરબમાં આવેલ પ્રાચીન શહેર દુમાત અલ જન્દાલ અથવા અલજૌફમાં નિવૃત્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.પરંતુ એને અલ-મુખ્તાર બિન અબી ઉબેદ ના લેફ્ટનન્ટ સાથે લડવાની ફરજ પડી હતી.એનું મૃત્યુ હિ.સ.૧૦૦/ઈ.સ.૭૧૮ માં થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો