ગયા લેખમાં આપણે જાયું હતું એમ અંગ્રેજાની ગુલામી સામે સૌ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ૧૮પ૭માં થયો જેની આગેવાની બહાદુરશાહ ઝફર અને બીજા મુસ્લિમ નેતાઓએ લીધી હતી. ૧૮પ૭માં પાંચ લાખ મુસ્લિમોને ફાંસી આપવામાં આવી હતી એવું ઇતિહાસકાર મેવારામ ગુપ્તાએ નોંધ્યું છે. એ સંગ્રામમાં પુરૂષોની સાથે કેટલીક મુસ્લિમ મહિલાઓએ પણ ભાગ લીધો હતો. કેટલાક ઈતિહાસકારો માત્ર બેગમ હઝરત મહલ અને બી-અમ્માનો અછડતો ઉલ્લેખ કરે છે. બીજી અસંખ્ય મહિલાઓ વિશે લખવાનું ટાળ્યું છે. આ માહિતી મનમોહન કૌરે તેણીના પુસ્તક ‘વિમેન ઇન ઈન્ડિયાસ ફ્રિડમ મૂવમેન્ટ’માં નોંધી છે. ૧૯પ૭ના સંગ્રામમાં કાઝી અ.રહીમના માતા અસગરીબેગમ પણ અંગ્રેજા સામે લડયા હતા જેમને અંગ્રેજાએ જીવતા બાળી દીધા હતા. આ ઉપરાંત રરપ મુસ્લિમ મહિલાઓએ આ સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
પ્રથમ લેખમાં આપણે નોંધ્યું હતું એમ અંગ્રેજા સામેના સ્વાતંત્ર્ય સંગ્રામને બે વિભાગમાં વહેંચી શકાય. ૧૮પ૭ પહેલાં અને ૧૮પ૭થી ૧૯૪૭ સુધી. બીજા વિભાગમાં ૧૮પ૭થી લઈ સ્વતંત્રતા સુધી ભારતીયો સતત સંઘર્ષ કરતા રહ્યા. આમાં દરેક ધર્મના લોકોએ ભાગ લીધો હતો. બધાએ ખભેખભા મિલાવી લડાઈ લડી હતી. ભારતના ઇતિહાસના દસ્તાવેજા દિલ્હીના નેશનલ આર્કાઇવ્ઝ મ્યુઝિયમમાં સચવાયેલા છે.
અને આજે એ જ કહેવાતા રાષ્ટ્રવાદના ખોટા દાવેદારો ભારતીયોને ખોટો ઇતિહાસ ભણાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે મુસ્લિમોએ સ્વતંત્રતા આંદોલનમાં કોઈ ભૂમિકા ભજવી ન હતી. વાસ્તવિકતા તો આ છે કે આ કહેવાતા દાવેદરના સંસ્થા-કાર્યકરોને છોડી ઘણા ભારતીયોએ કુરબાનીઓ આપી હતી.
ઘણા મુસ્લિમ આગેવાનોના નામો આપણે જાણીએ છીએ અને ઘણા એવા છે જેમના વિશે બહુ કહેવાયું કે લખાયું નથી. પાઠય પુસ્તકોમાં અશફાકઉુલ્લાહખાન, ખાન અબ્દુલ ગફફારખાન, મૌલાના અબુલ કલામ આઝાદ, અલી બંધુઓ, હસરત મોહાની વગેરે વિશે ઉલ્લેખ આવે છે એટલે આપણે એમાંના વિશે જાણીએ છીએ. કેટલાક આગેવાનો એવા છે જેમના વિશે જાણવું જાઈએ.
ઝાકિર હુસૈન : ડો.ઝાકીરહુસેન આપણા દેશના ત્રીજા અને પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. જામિયા મિલિયા ઇસ્લામિયાના સર્વેસર્વા હતા. રર વર્ષ સુધી વાઈસ ચાન્સેલર રહ્યા. ગાંધીજીની અહિંસાની નીતિથી પ્રભાવિત થઈ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રહ્યા. ૩ મે, ૧૯૬૯ના દિવસે એમની ઓફિસમાં જ અવસાન થયું હતું. એમને ભારતનો સર્વોચ્ચ ઈલકાબ ‘ભારત રત્ન’થી સન્માનવામાં આવ્યા હતા.
મૌલાના અબુલકલામ આઝાદઃ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી હતા. સ્વતંત્રતા આંદોલનના એક મહત્વના આગેવાન હતા. હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી હતા. એમની દીર્ઘદૃષ્ટિના કારણે ભારતમાં આઈઆઈટી અને યુજીસી જેવી સંસ્થાઓ સ્થપાઈ. ૧૯ર૩માં કોંગ્રેસના સૌથી યુવાન પ્રમુખ તરીકે ચૂંટાવાનો રેકોર્ડ છે. નાગપુરમાં ‘ધ્વજ સત્યાગ્રહ’ કર્યું હતું. ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા.
ખાન અબ્દુલ ગફફારખાન : ‘ફ્રન્ટીયરના ગાંધી’ ‘ફખ્રે અફઘાનિસ્તાન’, ‘બાદશાહખાન’ અને ‘બાચાખાન’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફ્ફારખાન મહ¥વના સ્વાતંત્ર્ય સેનાની હતા. એમણે ૧૯ર૯માં ‘ખુદાઈ ખિદમતગાર’ ચળવળ શરૂ કરી હતી. આ ચળવળથી અંગ્રેજ સરકાર એટલી ગભરાઈ ગઈ હતી કે જગ્યા જગ્યાએ છાપા મારી આના કાર્યકરોને ત્રાસ આપવામાં આવતો. અમેણે અલગ પાકિસતાનની માગનો વિરોધ કર્યો હતો જ્યારે ભાગલા પડી ગયા ત્યારે એમણે કહ્યું હતું કે, ‘તમે અમને શિયાળોની સામે ફેંકી દીધા.’ ભાગલા પછી તેઓ પાકિસતાન જતા રહ્યા હતા અને ત્યાં અલગ બલોચ પ્રદેશ માટે સંઘર્ષ કર્યો હતો. ૧૯૪૮થી ૧૯૮૮ સુધી તેમને અનેક વખત જેલવાસ સહેવો પડયો હતો અથવા તો નજરકેદમાં રહ્યા. ૧૯૮૮માં અવસાન થયું ત્યારે હજારો લોકોએ એમને શ્રદ્ધાંજલિ આપી હતી. ૧૯૯૭માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
મૌલાના હસરત મોહાની : સ્વતંત્ર્ય સેનાની ઉપરાંત ઉર્દૂ ભાષાના સારા કવિ અને ભારતીય સામ્યવાદી પક્ષના સ્થાપક પણ હતા. ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો આપ્યો. ૧૯ર૧માં અહમદઆબાદમાં કોંગ્રેસના અધિવેશનમાં સ્વામી કુમારાનંદ સાથે એમણે ‘સંપૂર્ણ સ્વતંત્રતા’ની માંગ કરી હતી. ૧૯રપમાં કાનપુરમાં ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા’ની સ્થાપના કરવામાં આવી તેઓ સ્થાપકોમાંથી એક હતા.
બદરૂદ્દીન તૈયબજી : કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ પ્રમુખ હતા. મુંબઈ હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરનાર પ્રથમ ભારતીય હતા. લંડનમાં ભણ્યા. ત્યાંથી પાછા આવી કોંગ્રેસમાં જાડાઈ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ લીધો. ૧૮૯પમાં મુંબઈ હાઈકોર્ટમાં જજ તરીકે નિમાનાર ત્રીજા ભારતીય અને પ્રથમ મુસ્લિમ હતા. સ્ત્રીઓની સ્વતંત્રતાના હિમાયતી હતા. પોતાની બે પુત્રીઓને ભણાવવા માટે લંડન પણ મોકલી હતી, એમના ધર્મપત્ની સુરૈયા તૈયબજીએ ભારતનો ધ્વજ જે હાલની સ્થિતિમાં છે એને ડિઝાઈન કર્યું હતું.
અત્યાર સુધી એવું મનાતું હતું કે આંધ્રપ્રદેશના પિંગલી વૈંકૈયાએ આપણું રાષ્ટ્રધ્વજ ડિઝાઈન કર્યું છે. પિંગલી વૈંકૈયાએ જે ધ્વજ ડિઝાઈન કર્યુ હતું એ માત્ર ત્રણ રંગનો હતો. ગાંધીજી ઈચ્છતા હતા કે લાલ, સફેદ અને લીલા રંગની વચ્ચે ચરખાનું ચિહન મૂકવામાં આવે. ૧૯૩૧માં ધ્વજ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. જેણે લાલને બદલે કેસરી રંગ સૂચવ્યું હતું. ૧૯૪૭માં સંસદીય સમિતિ દ્વારા ખરડો પસાર કરી ચરખાને બદલે અશોકચક્રનું ચિહન પસંદ કરવામાં આવ્યું હતું.
સંસદીય સમિતિએ પિંગલી વૈંકૈયા કે સુરૈયા તૈયબજીનો ડિઝાઈનર તરીકેનો કયાંય ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તાજેતરમાં સુરૈયા તૈયબજીની પુત્રી લેલા તૈયબજીએ ‘ધ વાયર’મા પુત્રી લૈલા તૈયબજીએ ‘ધ વાયર’માં એક લેખ લખ્યો હતો જેમાં એમણે જણાવ્યું હતું કે કેવી રીતે એમની માતાએ અશોકચક્રના ગ્રાફિક ડિઝાઈન બનાવી ડો.રાજેન્દ્રપ્રસાદની આગેવાની હેઠળની ધ્વજ સમિતિના પાસે પાસ કરાવી હતી અને કેવી રીતે એમની માતાએ ભારતનું રાષ્ટ્રધ્વજ એમના પિતા તૈયબજીની દેખરેખ હેઠળ બનાવ્યું એનું વર્ણન કર્યું છે.
મૌલાના શૌકતઅલી અને મોહમ્મદઅલી જોહર :
‘અલી બંધુઓ’ તરીકે જાણીતા છે. ખિલાફત ચળવળના આગેવાનોમાંથી હતા. શૌકતઅલીએ ભાઈ મોહમ્મદઅલી જાહરને ઉર્દૂ સાપ્તાહિક ‘હમદર્દ’ અને અંગ્રેજી સાપ્તાહિક ‘કોમરેડ’ને સ્થાપવામાં મદદ કરી હતી. અસહકારની ચળવળમાં પણ એમણે ભાગ લીધો હતો. ૧૯ર૮માં શૌકતઅલીએ નહેરૂ રિપોર્ટનો વિરોધ કર્યો હતો. એમણે મુસ્લિમો માટે અલગ ચૂંટણીની માંગ કરી હતી. આખરે ખિલાફત કમિટીએ નહેરૂ રિપોર્ટને ફગાવી દીધો હતો. શૌકતઅલી ઓલ ઇÂન્ડયા મુસ્લિમ લીગ સાથે ૧૯૩૬માં જાડાયા હતા. મોહમ્મદઅલી જાહર એક સારા પત્રકાર પણ હતા. ‘ધી ટાઇમ્સ’ (લંડન), ‘ધી માંચેસ્ટર ગાર્ડિયન’ અને ‘ધી ઓબ્ઝર્વર’ જેવા ઈંગ્લેન્ડના દેનિકોમાં કટાર લખતા હતા. એમણે ‘કોમરેડ’ અને ‘હમદર્દ’ સાપ્તાહિકો શરૂ કર્યા હતા. મુસ્લિમ લીગના સભ્ય હતા.
સૈયદ મોહમ્મદ શરફુદ્દીન કાદરી : ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચ કરી ત્યારથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જાડાયા હતા. કટકની જેલમાં ગાંધીજી સાથે એક જ ખંડમાં હતા. ર૦૦૭માં ભારત સરકારે ભદ્મભૂષણથી નવાજ્યા. ૩૦ ડિસેમ્બર ર૦૧પમાં ૧૧૪ વર્ષની વયે અવસાન થયું.
આ ઉપરાંત કેટલાક મહત્વના નામો આ પ્રમાણે છે જેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં મહત્વનો ભાગ લીધો હતો.
ભોપાલના બરકતુલ્લાહ (ગદર પાર્ટીના સંસ્થાપક), સૈયદ રહમત શાહ (ગંદર પાર્ટીના સભ્ય, ફાંસીની સજા થઈ હતી), અલી મોહમ્મદ સિદ્દીકી (મલાયા અને બર્મામાં અંગ્રેજા વિરુદ્ધ બળવો કર્યો હતો. ૧૯૧૭માં ફાંસીએ ચઢાવવામાં આવ્યા હતા) ઉમર સુબ્હાની (મુંબઈના કરોડપતિ ઉદ્યોગપતિ કે જેમણે કોંગ્રેસના ખર્ચા માટે ગાંધીજીને કોરો ચેક આપી દીધો હતો),
મુહમ્મદ બશીર, ખુદાબક્ષ, અ.ઝકરિયા, અલ્લાહ નવાઝ, અબ્દુલ અઝીઝ જેવા હજારો મુસ્લિમોએ ભારતની સ્વતંત્રતા માટે બલિદાનો આપ્યા. આ ઉપરાંત અબાદી બેગમ (મૌલાના મો.અલીની માતા), અમજદી બેગમ (મૌલાના મો.અલીની પત્ની), નિશાતુન્નિસા (હઝરત મોહાનીના પત્ની), સદાતબાનુ કિચલુ (ડો.સૈફુદ્દીન કિચલુના પત્ની), બેગમ ખુરશીદ ખ્વાજા (એમ.એ. ખ્વાજાના પત્ની), ઝુલેખા બેગમ (મૌલાના આાઝાદના પત્ની), ખદીજા બેગમ અને ખુરશીદ સાહેબા, ફ્રન્ટીયરમાંથી મેહરતાજ (ખાન અ.ગફફારખાનની સુપુત્રી), ઝુબૈદાબેગમ દાઉદી (બિહારના રાષ્ટ્રવાદી શફી દાઉદના પત્ની), કનીઝ સાજેદાબેગમ (બિહાર), મુનીરાબેગમ (મૌલાના મઝહરુલ હકની પત્ની), અમીના તૈયબજી (અબ્બાસ તૈયબજીના પત્ની), સુરૈયા તૈયબજી (બદરૂદ્દીન તૈયબજીના પત્ની), બેગમ સકીના લુકમાની (ડો.લુકમાનીના પત્ની અને બદરુદ્દીન તૈયબજીના સુપુત્રી). રેહાના તૈયબજી (અબ્બાસ તૈયબજીની સુપુત્રી), હમીદાના તૈયબજી (શમ્સુદ્દીન તૈયબજીની પૌત્રી), ફાતિમા તૈયબઅલી, સફિયા સાદખાન, શફાતુન્નિસા (મૌલાના હબીબુર્રહમાનના પત્ની), કુલસુમ સિયાની (ડો.જાનમોહમ્મદ સિયાનીના પત્ની), જેવી અસંખ્ય મુસ્લિમ મહિલાઓએ પણ કોંગ્રેસના બેનર હેઠળ અથવા સ્વતંત્ર રીતે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પુરૂષો સાથે ખભેખભા મિલાવી ભાગ લીધો હતો. આ સ્ત્રી પુરૂષો, સ્વાતંત્ર્યકારોએ હિંદુ-મુસ્લિમ બનીને નહીં પરંતુ ‘ભારતીય’ બનીને ભાગ લીધો હતો અને એ સાબિત કરી દીધું હતું કે
‘સભી કા ખૂન શામિલ હૈ યહાં કી મિટ્ટી મેં
કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ.’
(shaheenweekly માં છપાયેલ મારો લેખ)