“અરે,
તુ હજી તૈયાર નથી થઈ?
” લક્ષ્મીબેને એમની દિકરી પાર્વતી યાની કે “પરી” ને કહ્યું.
“હા ,પણ હવે મારે કેટલી વાર આવી
રીતે તૈયાર થવાનું? ” પરીએ છણકો કરતાં કહ્યું.
“કેમ?
”
“વારેઘડીએ તૈયાર થઈને બેસવાનું. . .બે-ચાર સવાલો કરવાના અને મુર્ખાની
જેમ જવાબો આપવાના... એમ છતાંય મારા દિલને સ્પર્શી જાય એવું કોઈ મળતું નથી એટલે”
“જો પરી, હવે તું તારા સ્ટાન્ડર્ડને જરાક નીચે લઈ આવ, બેટા... હવે તો બહું થઈ ગયા... આ કેટલામો છે, ખબર છે તને? ”
“૧૩મો...”
“તો શું તારે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોધાવવાનું છે.? ”
“હું નથી જાણતી,પણ મારા દિલની બુકમાં નોંધવા જેવો કોઈ મળે તો ને? “ પરીએ નિરાશાના સ્વરમાં
કહ્યું.
મા-દિકરીની ઘણી રકઝક પછી પાર્વતી
ઉર્ફે પરી તૈયાર થવા રાજી થઈ. ૧૨ મુરતિયાઓને એ ઠુકરાવી ચુકી હતી.
કોઈ એના સ્ટાન્ડર્ડમાં બંધબેસતો
નહતો. સાડા પાંચ ફુટ કદ,
મધ્યમ બાંધો, ગોરો વાન, ગોળ ગોળ મોઢું, સમપ્રમાણ નાક અને ઉભરેલા
સુડોળ સ્તન યુગ્મ... આટલું ઓછું હોય એમ એણે માઈક્રોબાયોલોજીમાં એમએસસી કર્યું હતું.
પાર્વતી નામ એને જુનવાણી લાગતું હતું ,તેથી તે પોતાને
પરી કહેવડાવવાનું પસંદ કરતી. લોકો વાતો કરતાં કે
પરી સંપૂર્ણપણે એની મા ઉપર ગઈ હતી.
લક્ષ્મીબેન પણ ખૂબ સુંદર હતા અને એ પણ યુવાનીમાં ઘણા મુરતિયાઓ ઠુકરાવી ચુક્યા
હતા.
વાર્તા આગળ વાંચવા લીંક પર ક્લિક કરો...