આ બ્લૉગ શોધો
5 ઑગસ્ટ, 2020
કેરિયર ગાઇડન્સ વેબિનાર : ડીપ્લોમાં અને એન્જીનીયરીંગમાં કારકિર્દી ની તકો
૨૫ જુલાઈ,2020 રવિવારના દિવસે એહસાસ ફાઉન્ડેશન આયોજિત પાંચમો કેરિયર ગાઇડન્સ વેબિનાર યોજાઈ ગયો.જેમાં એક્સપર્ટ તરીકે ડોક્ટર સાજીદ મોગલ (IIT-Mumbai),સઈદ શેખ (લેખક અને રાહબર એજુકેશન સોસાઈટી ના પૂર્વપ્રમુખ),ડોક્ટર બિલાલ શેઠ (પ્રોફેસર,હિંમતનગર કોલેજ) વિગેરે એ પોતાના જ્ઞાન અને અનુભવની વહેંચણી કરી હતી.એહસાસ ફાઉન્ડેશન તરફથી શબ્બીર એહમદ ખત્રી (પ્રોફેસર-ITI,ભૂજ) અને સંચાલન અશરફ મેમણે ખૂબ સારી રીતે કર્યું હતું.આ કાર્યક્રમને ફેસબુક પર લાઈવ મુકવામાં આવ્યો હતો.જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. આને નીચેની લીંક પરથી જોઈ શકાશે.
લેબલ્સ:
Ashraf Nathanvi,
Bilal Sheth,
Career,
Ehsas foundation,
Engineering,
Guidance,
saeed shaikh,
Sajid Mogal,
Shabbir Ahmed Khatri,
Webinar
બીજાનું વિચારજો (Think of Others)
તમે તમારો નાસ્તો તૈયાર કરો તો બીજાનું વિચારજો
(કબૂતરના દાણાને ન ભૂલતા)
તમે તમારું યુદ્ધ આરંભો તો બીજાનું વિચારજો
( જે લોકો શાંતિ શોધે છે એમને ન ભૂલતા)
તમે પાણીનું બિલ ભરો તો બીજાનું વિચારજો
( જેઓ વાદળોના પાણી પર નભે છે)
તમે તમારા ઘરે પાછા ફરો તો બીજાનું વિચારજો
(છાવણીમાં રહેલા લોકોને ન ભૂલતા )
તમે ઊંઘતી વખતે તારા ગણો તો બીજાનું વિચારજો
(કે જેમની પાસે ઊંઘવાની કોઈ જગ્યા નથી)
તમે રૂપકમાં તમારી જાતને અભિવ્યક્ત કરો તો બીજાનું વિચારજો
(જેઓ બોલવાનો અધિકાર ગુમાવી ચુક્યા છે)
દૂર રહેલા લોકો વિશે વિચારો તો તમારી જાત વિશે પણ વિચારજો
(કહો:જો હું અંધકારમાં માત્ર એક મીણબત્તી હોત!)
- મહેમૂદ દરવેશ ( ૧૯૪૧-૨૦૦૮ પેલેસ્ટીનીયન રાષ્ટ્રીય કવિ )
અનુવાદ: મોહમ્મદ સઈદ શેખ
લેબલ્સ:
gujarati,
Mahmoud Darwish,
Palestine,
Poem,
Poetry,
saeed shaikh,
Think of Others,
Translation
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)