આ બ્લૉગ શોધો
24 ફેબ્રુઆરી, 2020
લેબલ્સ:
Atiq Qureshi,
Farwell,
Harun Sir,
Mirzapur,
Oriental school,
Quresh jamaat,
saeed shaikh,
Vidaay
23 ફેબ્રુઆરી, 2020
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને પકોડાની પેટન્ટ ભેટ આપશે મોદી!
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભારતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી એમને "પકોડા"ની પેટન્ટ ભેટ આપશે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં એક લાખથી વધારે લોકો અમેરિકન પ્રમુખ નું સ્વાગત કરશે એ પછી તેઓ આગ્રામાં તાજમહલ અને દિલ્હીમાં એક સરકારી શાળાની મુલાકાત લેશે. Trump ભારત આવશે તો દેશને અમેરિકા તરફથી ઘણા વ્યાપારી કરારો કરવામાં આવશે અને ભારતને બીજી પણ ઘણી બાબતોમાં લાભ થશે તેવી આશા સેવાઈ રહી હતી પરંતુ વ્હાઈટ હાઉસે સપષ્ટ કરી દીધું છે કે અમેરિકા ભારત સાથે એવા કોઈ કરાર નહીં કરે.ઉલટું એણે ભારત પર 260 મિલિયન ડોલરનો દંડ ફટકારી દીધો છે .આ પ્રતિકૂળતાઓ વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નમસ્તે Trump કાર્યક્રમમાં ભવ્ય આગતા-સ્વાગતા કરશે.એટલું જ નહીં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી તેમના "ખાસ મિત્ર" ને પકોડાની પેટન્ટ ભેટ આપી મિત્રતા નિભાવશે.કોઈપણ જાતના ફળની આશા રાખ્યા વિના મહેમાનનું સત્કાર કરવું અને કંઇક ને કંઇક ભેટ આપવી આપણી પ્રાચીન પરંપરા રહી છે.આ પરંપરાના ભાગરૂપે જ શ્રી નરેન્દ્ર મોદી પકોડાની પેટન્ટ આપશે.
ઉલ્લેખનીય છે પકોડા ભારતીયોનું પ્રિય વયંજન રહ્યું છે .મોદીજીએ યુવાનોને પકોડા તળી ને વેચવાની જ્યારથી સલાહ આપી છે ત્યારથી દેશમાં પકોડા નો ગ્રુહ ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે.
પકોડા પેટન્ટ મળશે તેનાથી રોમાંચિત થયેલા પ્રમુખ ટ્રમ્પે ટવીટ કરીને મોદીનો આભાર માન્યો છે અને સાથે માંગણી પણ કરી છે કે માત્ર પકોડા જ શા માટે એમને તો ફાફડા, ઢોકળા , હાંડવા, થેપલા,જલેબી અને લાડવા ના પણ પેટન્ટ મળવા જોઈએ.શ્રી નરેન્દ્ર મોદીએ તેમની આ વાતનો હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.
વોગ્શિંગ્ટન સ્થિત અમારા સંવાદદાતાએ અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મિસ મોરગન ઓરટેગસ સાથે વાતચીત કરી .મિસ ઓરટેગસે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ પેટન્ટ મળવાથી અમેરિકામાં વધુ પ્રમાણમાં પકોડા સેન્ટર ખુલશે અને અમેરિકાની મંદી માં ઘટાડો થશે અમેરિકન બેરોજગારીમાં પણ એક ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના છે .એટલું જ નહીં ઓફ ધ રેકોર્ડ એમણે કહ્યું કે આવતા વર્ષે ચૂંટણીમાં Trump જીતશે કે નહીં એ કહેવાય નહીં પરંતુ એમના રિયલ એસ્ટેટના ધંધામાં ખૂબ મંદી આવી છે ત્યારે પકોડા ઉદ્યોગથી મિ.ટરમપ ફરીથી બિલિયોનેર બનશે .
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)