મારો લેખ ટુડેઝફેક્ટ મેગેઝીનમાં વાંચવા માટે લિંક પર ક્લિક કરો..
http://todaysfact01.blogspot.com/2019/01/blog-post_90.html
સમાજ પર ફિલ્મોનો પ્રભાવ પડે છે ?
Todays Fact Samachar02:39
- મોહંમદ સઇદ શેખ
ફિલ્મો આપણું રાષ્ટ્રીય ‘પાસટાઇમ’ મનોરંજનનું સાધન છે. હોલીવુડ પછી વિશ્વમાં આપણે ત્યાં અર્થાત્ બોલીવુડમાં સૌથી વધુ ફિલ્મો બને છે અને જોવાય છે. હવે માત્ર હિન્દી ફિલ્મો જ નહીં પ્રાદેશિક ફિલ્મો પણ હિન્દીમાં ડબ કરીને કે રીમેક બનાવીને બતાવવામાં આવે છે એટલે બીજા પ્રદેશોની કલા અને સંસ્કૃતિની ઝાંખી હવે દેશનો કોઇપણ નાગરિક જાણી અનુભવી શકે છે. આજે કેટલાંક લોકો પ્રશ્ન કરી રહ્યાં છે કે આ ફિલ્મોનો આપણા સમાજ ઉપર આપણા માનસ ઉપર કોઇ પ્રભાવ પડે છે ખરો ?
આ પ્રશ્નનો ઉત્તર શોધતાં પહેલાં આપણે કેટલીક પાયાની બાબત સમજવાની જરૂર છે અને એ છે કે ફિલ્મો મોટા ભાગે મનોરંજન મેળવવા માટે બનાવાય અને જોવાય છે. ફિલ્મ નિર્માતાઓ અને ફાયનાન્સીયરો માટે આ એક લાભનો ધંધો છે. ઘણા જોખમો હોવા છતાં હવે ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડમાં આખા વિશ્વમાં સંગીત અને ફિલ્મોના રાઇટ્સ વેચી એટલી તો કમાણી થઇ જ જાય છે કે નિર્માતાઓને મોટેભાગે રડવાનો વારો નથી આવતો. ઊલટું ફિલ્મ સફળ થઇ જાય તો બખેબખા જ થઇ જાય છે. લેખક, સંગીતકાર માટે ફિલ્મો પોતાની કલાને પ્રદર્શિત કરવાનું માધ્યમ છે, તો અભિનેતા - અભિનેત્રીઓ માટે કમાવવાની સાથે પબ્લીસીટી મેળવવાનું અને ફેન ફોલોઇંગ વધારવાનું માધ્યમ છે. અને દર્શક માટે જીવનની હાડમારીઓમાંથી, દુઃખ દર્દમાંથી પલાયન થવાની તક હોય છે. મોટાભાગના લોકો ફિલ્મો એટલા માટે જોવા જાય છે કે પોતાની સમસ્યાઓને બે ઘડી ભૂલી જાય, તણાવ ઓછો થઇ જાય. કેટલાક દિગ્દર્શકો એટલા માટે તો મસાલા અને મનોરંજનથી ભરપૂર ફિલ્મો બનાવે છે. એમાં કશું ખોટું પણ નથી. તો કેટલાક દિગ્દર્શકો કોઇ સમસ્યા પ્રત્યે દિશા નિર્દેશ કરતી ગંભીર ફિલ્મો પણ બનાવે છે. એમાં એમને કલા અને સામાજિક જવાબદારી નિભાવવાનો આશય હોય છે.
સમાજ પર ફિલ્મોનો પ્રભાવ પડતો નથી એવું એક વર્ગ માને છે અને બીજો વર્ગ માને છે કે સમાજ ઉપર ચોક્કસ પ્રભાવ પડે છે.
પ્રથમ વર્ગ કહે છે કે પ્રભાવ પડતો નથી એમનું માનવું છે કે ફિલ્મો માત્ર મનોરંજન માટે જ બનાવવામાં આવે છે અને લોકોનું મનોરંજન કરવું હોય તો પછી વાર્તા, સંવાદો, ગીતો કશાયમાં કોઇ લોજિકની જરૂર નથી રહેતી. મનોરંજન એટલે મનોરંજન. એ માટે પછી અભિનેત્રીએ અંગ-ઉપાંગો બતાવવા પડે, નદી, નાળા કે દરિયામાં અર્ધનગ્ન થઇને નાહવું પડે, સંવાદો ભલેને દ્વિઅર્થી હોય - બસ લોકોને મનોરંજન મળે એ જ મહત્ત્વનું છે. આખરે તો લોકો એમના જીવમાં એમ પણ ઘણાં દુઃખી છે. પોતાનું ગમ ભૂલવા માટે થિયેટરમાં આવે ત્યાં પણ જો એને રડવાનું જ હોય - બંને રીતે - આંસુઓથી પણ અને ફિલ્મ સારી ન હોય તો પૈસા ખર્ચીને - તો પછી આવી ફિલ્મો લોકો ન જ જુએ એ સારૂં છે. નિર્માતા - નિર્દેશકોએ કંઇ સમાજને સુધારવાનો ઠેકો નથી લીધો. આ તો બિઝનેસ છે. અને બિઝનેસમાં જેટલો વધારે નફો મેળવી શકાય એટલું મેળવી લેવું. આનું શ્રેષ્ઠ ઉદાહરણ દક્ષિણ ભારતની મોટાભાગની ફિલ્મો છે. એ જોવા જવું હોય તો દર્શકોએ મગજ ઘરે રાખીને જ જવું. લોજિક-ફોજિકની કોઇ ચર્ચા નહીં કરવાની. હીરો વિલનને એક લાત મારે તો વિલન આકાશમાં ૫૦ મીટર ફૂટ ઊડીને પડે કે લાતમાં જમીનમાં ૫ ફૂટનો ખાડો પણ પડી જાય ! અરે વિલન મજબૂત દિવાલ તોડીને બીજી બાજુ પણ પડે !

આ વર્ગના લોકોના મુખ્ય મુદ્દા આ છે - ફિલ્મો માત્ર મનોરંજન માટે છે. ભયાનક વાસ્તવિકતાઓમાંથી પલાયન થવા માટે ફિલ્મોનો પ્રભાવ દર્શકોના વર્તન અને અભિગમ ઉપર પડતો નથી. હોલીવુડ અને બોલીવુડ (અને બીજી જે કોઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય) નું મુખ્ય કામ લાખો કરોડો દર્શકોને ‘સપના’ આપવાનું છે. જે ફિલ્મોમાં મસાલો-મનોરંજન હોય છે. એમાં કોઇ સંદેશ હોતો નથી, અને જે ફિલ્મોમાં સંદેશ હોય છે એમાં મનોરંજન નથી હોતું. કારણ કે મનોરંજન ફિલ્મોનો અર્થ એ છે કે જેમાં અર્થ વિનાની વાર્તા, ગીતો, ડાન્સ, ફાઇટ, કોમેડી, સર્કસ હોય, જેનો કોઇ પ્રભાવ દર્શકોના મન પર પડે એ જરૂરી નથી.
હવે, આપણે બીજા વર્ગની વાત કરીએ, આ વર્ગ માને છે કે ફિલ્મોનો દર્શકોના વ્યવહાર, વર્તન અને માનસ પર જરૂર પ્રભાવ પડે છે. કારણ કે એ દરેક દર્શક જે ફિલ્મ જોવા આવે છે એ પસંદગીયુક્ત અને સર્જનાત્મક રીતે વર્તે છે. પોતાની ભાવનાઓ મુજબ એના પાત્ર સાથે પોતાને ઢાળવાનો પ્રયત્ન કરે છે. નાટક, વાર્તા-કથન ની જેમ જ ફિલ્મ પણ એક એવું માધ્યમ છે જેના થકી દરેક વ્યક્તિ પોતાની જાતને, પોતાની સામાજિક ભૂમિકાને અને પોતાના જૂથના મૂલ્યોને સમજવાનો પ્રયત્ન કરે છે. એના પાત્રો સાથે પોતાની જાતને જોડે છે. દરેક દર્શક પોતાની જરૂરિયાત મુજબનું ફિલ્મમાંથી ગ્રહણ કરે છે. પોતાના જીવનમાં શું ઉપયોગી છે એનું શું કામમાં આવશે એ જ તત્ત્વો ફિલ્મમાંથી ગ્રહણ કરે છે. આ વર્ગના ફિલ્મ નિર્માતા-નિર્દેશકો માટે મનોરંજન કરતાં કોઇ સંદેશ કે કોઇ સમસ્યા પ્રત્યે ધ્યાનકર્ષણ કરવું વધારે મહત્ત્વનું છે. આથી આવા નિર્દેશક ગંભીર ફિલ્મો બનાવવામાં માને છે. સમાજની કડવી વાસ્તવિકતાઓ ગંભીર જ હોય છે, એ હસીને ઉડાવી દેવા જેવી નથી હોતી. આવી ‘સંદેશાત્મક’ કે ‘શૈક્ષણિક’ કક્ષાની કહી શકાય એવી ફિલ્મોમાં ઉકળતા પ્રશ્નો, ગંભીર સમસ્યાઓ ખાસ કરીને વિવાદિત હોય એવી - રજૂ કરવામાં આવે છે, તેથી આમાં મનોરંજનની આશા રાખી શકાય નહીં.
આ વર્ગની ઘણી ફિલ્મોનાં ઉદાહરણ આપી શકાય એમ છે. આ જ વર્ગમાં ઓફબીટ કે આર્ટ ફિલ્મોનો સમાવેશ પણ કરી શકાય. ‘અર્થ’, ‘સારાંશ’, ‘મંડી’, ‘અકુર’, ‘રૂદાલી’ જેવી ફિલ્મોના નામ આજની નવી પેઢી માટે જરા અજાણ્યા લાગશે. એક સમય હતો જ્યારે લોકો દિલીપકુમાર, રાજકપૂર અને દેવઆનંદની નકલો કરતા. પછી રાજેશ ખન્નાની સ્ટાઇલમાં વાતો કરતા હતા. અમિતાભ બચ્ચનના આવ્યા પછી એના જેવી હેર સ્ટાઇલ અને બેલ આકારના પેન્ટના પાયચાં જેને બેલબોટમ કહેવાતા - લોકો એવી પેન્ટો પહેરતા હતા. બચ્ચને ફ્રેંચ કટ દાઢી રાખી તો એના જેવી દાઢી રાખનારા સફેદ દાઢી અને માથાના કાળા વાળ રાખનારા બચ્ચનના ઘણાં ફેન્સ હજી પણ તમને ૧૧મી ઓક્ટોબરે કેક કાપીને જન્મદિન ઉજવતા જોવા મળશે. સલમાન ફાટેલી જીન્સ પહેરે તો એ ફેશન બની જાય અને યુવાનીયા પણ આવી જીન્સ પહેરે. ટૂંકમાં, ફિલ્મી સિતારાઓ અને ફિલ્મોનો પ્રભાવ તો પડે જ છે. એવું આ બીજો વર્ગ માને છે.
ઉપર કહ્યું એમ શૈક્ષણિક કે પોતાના ખાસ ઉદ્દેશ્ય કે વિષયને સમાજ સુધી પહોંચાડવાના આશય ધરાવતી ફિલ્મો લોકોનાં વર્તન અને વિચાર ઉપર પ્રભાવ પાડે છે. ‘તારે ઝમીં પર’ ફિલ્મ પછી સમાજમાં ‘ડાયલેક્સીયા’ જેવી સમસ્યા બાળકોમાં હોય છે તેના તરફ ધ્યાન ગયું. એ પછી માતાપિતા પોતાના બાળકોને સમજવા લાગ્યા અને ઉપાય શોધવા લાગ્યા. આ કંઇ એકદમ નવી બિમારી નથી, એ તો વર્ષો બલકે સદીઓથી અસ્તિત્વ ધરાવે છે. લિયોનાર્ડો વિન્સી, વોલ્ટ ડિઝની, રિચર્ડ બ્રેન્સન, ટોમક્રુઝ, આલબર્ટ આઇન્સ્ટાઇન, વ્હુપી ગોલ્ડબર્ગ, જ્હોન એફ કેનેડી, જ્યોર્જ વોશિંગ્ટન, જ્યોર્જ બુશ પાબ્લો, પિકાસો, સ્ટીવન સ્પીલબર્ગ, સ્ટીવ જોબ્સ, બોક્સર મોહંમદ અલી, બિલ ગેટ્સ, ઋતિક રોશન, અભિષેક બચ્ચન, દિપીકા પાદુકોણ, મનિષા કોઇરાલા જેવી હસ્તીઓ આનો ભોગ બની ચૂકી હતી. આ ફિલ્મ પછી સુરત યુનિવર્સિટીએ તો દેશમાં સૌ પ્રથમ આના વિશે કોર્સ પણ દાખલ કર્યો હતો.
‘થ્રી ઇડીયટ્સ’ જોયા પછી ઘણા માતાપિતા પોતાના સંતાનોને તેમના મનગમતા ક્ષેત્રમાં કામ કરવાની તક આપવા લાગ્યા. ‘પીકે’ પછી ઘણાં લોકો ‘રોંગ નંબર’ થી બચવા અર્થાત્ નકલી સાધુ સંતો અને ફ્રોડ બાબાઓથી ચેતવા લાગ્યા.
બહુ સફળ નહિ થયેલી પરંતુ એક ગંભીર સંદેશો આપતી કોમેડી ફિલ્મ ‘ફાલતું’ ખરેખર તો એવોર્ડને હકદાર હતી. આપણી સડી ગયેલી શિક્ષણ વ્યવસ્થા ઉપર એમાં ધારદાર કટાક્ષ હતો. આ ફિલ્મ જોયા પછી ઘણા એવરેજ વિદ્યાર્થીઓ એટલુ તો જરૂર સમજ્યા હશે કે હોશિયાર હોવા કરતાં પોતાનામાં રહેલા ટેલેન્ટને બહાર લાવી સફળ થઇ શકાય છે.
‘ભાગ મિલ્ખા ભાગ’, ‘દંગલ’, ‘ધોની’, ‘મેરીકોમ’, ‘તેંડુલકર’ જેવી સ્પોટ્ર્સ ફિલ્મો જોયા પછી ઘણાં યુવાનો યુવતીઓ સ્પોટ્ર્સમાં કરીયર બનાવી સફળ થઇ શકાય છે. એ જાણીને આ ક્ષેત્રમાં આવવા લાગ્યા છે. આવી ફિલ્મોની બધી સારી સારી અસરો જ થાય છે એમ ન માની લેતા. ડ્રગ્સ, માફીયા ટોળકીઓ કે ખતરનાક ખૂની ફિલ્મો યુવાનોના માનસ પર અવળી અસર પણ કરે છે. આવા યુવાનો બીડી, સિગારેટ, શરાબ, ડ્રગ્સ નાં બંધાણી પણ બની જાય છે. તો આ પ્રકારની કેટલીક ફિલ્મો સમાજમાં કે સંપ્રદાયોમાં લડાઇ - ઝઘડાનું કે ધૃણા ફેલાવવાનું કારણ પણ બની શકે છે.
મુદ્દો એ છે કે ફિલ્મોની સારી નરસી અસર દર્શકોના માનસ પર જરૂર પડે છે. મનોવિજ્ઞાનીઓએ કરેલાં સંશોધનોને આપણે સાચા માનીએ તો -
ફિલ્મો કલાનો એક ભાગ છે અને કલા વ્યક્તિગત આરોગ્ય સુધારે છે. માનસિક આરોગ્ય પણ સુધારે છે. કલાથી કૌશલ્ય, સાંસ્કૃતિક સ્વાભિમાન અને સર્જનાત્મકતા વધે છે. જે બાળકો કલામાં રસરૂચિ લે છે એ ભણવામાં બીજા વિષયોમાં પણ સારૂં પ્રદર્શન કરે છે.
http://todaysfact01.blogspot.com/2019/01/blog-post_90.html
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો