રવિવારે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ નેશનલ બૂક ફેર ૨૦૧૮ જીએમડીસી મેદાન,નવરંગપુરા ખાતે યોજાયું.એમાં મિત્ર મુસ્તફા સૈયદ સાથે મુલાકાત લીધી.૧૯૦ જેટલા પ્રકાશકોએ સ્ટોલ્સ લગાવ્યા છે.૨૪ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી યોજાશે.આ ઉપરાંત વિવિધ પ્રવુત્તિઓ માટેના વર્કશોપ નું પણ લગભગ દરરોજ આયોજન કરવામાં આવ્યું છે.મેં કેટલાક પુસ્તકો ખરીદ્યા.એમાંથી એક સુરેશ જોશીની ટૂંકી વાર્તાઓ નો સંગ્રહ પણ છે.
નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરતી અને એમની કૃતિઓને ઓનલાઈન પ્રસિદ્ધ કરતી માતૃભારતી એ પણ પોતાનો સ્ટોલ લગાવ્યો છે.એના સીઈઓ શ્રી મહેન્દ્ર શર્મા સાથે મેં મુલાકાત કરી.અને ત્યાં એક સંદેશ પણ લખ્યો.મારી કેટલીક રચનાઓ પણ માતૃભારી પર મૂકી છે.મારી રચનાઓ વાંચવા અહી ક્લિક કરો.