આ ઉનાળુ સત્રમાં મોદી સરકાર એક એવો કાયદો લાવી રહી
છે જેનાથી ભારતના તમામ નાગરિકો ચોંકી જશે.મોદી સરકાર જે કાયદો લાવી રહી છે એનું
નામ છે "સ્પેશિયલ સીટીઝન્સ પ્રોટેકશન બિલ" (Special Citizens Protection Bill").આ બિલ ઉનાળુ
સત્રમાં સંસદના બન્ને ભવનોમાં રજૂ કરવામાં આવશે. આ બિલ ની જોગવાઈ મુજબ દેશના
અમુક "ખાસ" એટલે કે સ્પેશ્યલ લોકોની સરકાર ધરપકડ નહીં કરે.જો પોલીસે ધરપકડ
કરવી હશે તો પહેલા સરકારની મંજૂરી લેવી પડશે.આ માહિતી કાયદાપ્રધાન શ્રી રવિશંકર પ્રસાદે એક એક પત્રકાર પરિષદમાં આપી.આ કાયદાની જોગવાઈ મુજબ દેશના કેટલાક "ખાસ" નાગરિકોને વિશેષ સુવિધા આપવામાં આવશે.આ સુવિધામાં જો એમણે ગુનો પણ કર્યો હશે તો પોલીસ તરત એમની ધરપકડ નહિ કરે.ઉલટું એમને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવશે.
આની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે સરકાર પોતાના એટલે કે RSS અને ભાજપના લોકોને બચાવવા માંગે છે.આનાથી બીજા સામાન્ય લોકોને અન્યાય થશે.આવા લોકોની ધરપકડ કરતા પહેલા પોલીસે સરકારની મંજૂરી લેવી પડશે અને શક્ય છે કે જજ પણ આવા લોકોની ધરપકડ માટે વોરંટ ઈસ્યુ નહિ કરે.એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ.વધુમાં એમણે જણાવ્યું કે પાછલા કેટલાક દિવસોમાં થયેલા રમખાણોમાં ભાજપના નેતાઓ દ્વારા ઉશ્કકેરણી જનક ભાષણો કરવાથી દિલ્હીમાં વધારે હિંસા ફાટી નીકળી હતી. આવા આગેવાનો વિરુદ્ધ એફઆઇઆર કરવાને બદલે સરકાર એમને બચાવી રહી છે. એટલુજ નહિ કપિલ મિશ્રા જેવા લોકોને તો વાય પ્લસ સુરક્ષા આપી રહી છે ,જે અત્યંત ખેદજનક છે.
આ બિલ વિશે પ્રતિક્રિયા આપતા સુપ્રીમ કોર્ટના
પૂર્વ જજ માર્કન્ડેય કાત્જુએ કહ્યું કે સરકાર આવો કોઈ કાયદો લાવી ન
શકે. આ બીલ દેશના કાયદા અને બંધારણની વિરુદ્ધ છે. દેશમાં બધા જ લોકો કાયદાની
દ્રષ્ટિએ સમાન છે.આ કાયદાથી દેશમાં જંગલ રાજ ફેલાશે.ખરેખર તો આવા કાયદાની કોઈ જરૂર જ નથી.સરકારની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ છે.સરકાર એક
તરફી નિર્ણયો લઈ રહી છે અને પોતાના માણસોને ખાસ કરીને પોતાની પાર્ટીના માણસો ને
બચાવવા માટે આ બિલ લાવવા માંગે છે.
આ જોગવાઇથી સૌથી વધુ લાભ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોને મળશે એવું માનવામાં આવી રહ્યું છે.