આ બ્લૉગ શોધો

30 નવેમ્બર, 2018

બુકફેરમાં



રવિવારે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા આયોજિત  અમદાવાદ નેશનલ બૂક ફેર ૨૦૧૮ જીએમડીસી મેદાન,નવરંગપુરા ખાતે યોજાયું.એમાં મિત્ર મુસ્તફા સૈયદ સાથે મુલાકાત લીધી.૧૯૦ જેટલા પ્રકાશકોએ સ્ટોલ્સ લગાવ્યા છે.૨૪ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી યોજાશે.આ ઉપરાંત વિવિધ પ્રવુત્તિઓ માટેના વર્કશોપ નું પણ લગભગ દરરોજ આયોજન કરવામાં આવ્યું છે.મેં કેટલાક પુસ્તકો ખરીદ્યા.એમાંથી એક સુરેશ જોશીની ટૂંકી વાર્તાઓ નો સંગ્રહ પણ છે.
નવોદિત લેખકોને પ્રોત્સાહિત કરતી અને એમની કૃતિઓને ઓનલાઈન પ્રસિદ્ધ કરતી માતૃભારતી  એ પણ પોતાનો સ્ટોલ લગાવ્યો છે.એના સીઈઓ શ્રી મહેન્દ્ર શર્મા સાથે મેં મુલાકાત કરી.અને ત્યાં એક સંદેશ પણ લખ્યો.મારી કેટલીક રચનાઓ પણ માતૃભારી પર મૂકી છે.મારી રચનાઓ વાંચવા અહી ક્લિક કરો.



5 સપ્ટેમ્બર, 2018

એક આરજૂ (ઇચ્છા)


દુનિયાકી મહેફિલોંસે ઉકતા ગયા હું યારબ
ક્યા લુત્ફ અંજુમનકા જબ દિલહી બુઝ ગયા હો
સૌરિશસે ભાગતા હું, દિલ ઢુંઢતા હૈ મેરા
ઐસા સુકૂત જિસ પર તકરીરભી ફિદા હૌ
મરતા હું ખામશી પર યહ આરઝૂ હૈ મેરી
દામનમેં કોહ કે એક છોટાસા ઝોપડા હો
આઝાદ ફિક્ર સે હું, ઉઝલતમેં દિન ગુઝારૂં
દુનિયાકે ગમકા દિલસે કાંટા નિકલ ગયા હો
લઝ્ઝત સરોદકી હો ચિડીયોંકી ચેહચહોંમેં
ચશ્મે કી શોરિશોં મેં બાજાસા બજ રહા હો
ગુલકી કલી ચિટક કર પૈગામ દે કિસી કા
સાગર ઝરાસા ગોયા મુઝકો જહાં નુમાહો
હો હાથકા સિરહાના સબ્ઝહકાહો બિછૌના!
શરમાએ જિસસે જલ્વત, ખલ્વતમેં વહ સદાહો
માનૂસ ઇસ કદરહો સૂરત સે મેરી બુલબુલ
નન્હે સે દિલમેં ઇસકે ખટકા ન કુછ મિરા હો
સફ બાંધે દોનોં જાનિબ બૂટે હરે હરે હોં
નદીકા સાફ પાની તસ્વીર લે રહા હો
હો દિલફરેબ ઐસા કોહસારકા નઝારા
પાનીભી મોજ બનકર ઉઠ ઉઠ કે દેખતા હો
આગોશમેં ઝમીંકી સોયા હુઆ હો સબ્ઝહ
ફિર ફિર કે ઝાડીયોં મેં પાની ચમક રહા હો
પાની કો છૂ રહી હો ઝૂક ઝૂક કે ગુલકી ટહેની
જૈસે હસીન કોઈ આઈના દેખતા હો
મહેંદી લગાએ સૂરજ જબ શામકી દુલ્હન કો
સુરખી લિએ સુનહરી હર ફૂલ કી કબા હો
રાતો કો ચલને વાલે રહ જાએં થક કે જિસ દમ
ઉમ્મીદ ઉનકી મેરા ટૂટા હુઆ દિયા હો
બિજલી ચમક કે ઉનકો કુટિયા મિરી દિખા દે
જબ આસમાં પે હરસૂ બાદલ ઘિરા હુઆ હો
પિછલે પહરકી કોયલ, વહ સુબ્હકી મોઅઝ્ઝન
મૈં ઉસકા હમનવા હું, વહ મેરી હમનવા હો
કાનોં પે હો ન મેરે દેરો હરમ કા એહસાં!
રોઝન હી ઝોંપડીકા મુઝકો સહરનુમા હો
ફૂલોં કો આએ જિસદમ શબનમ વુઝુ કરાને
રોના મિરા વુઝુ હો, નાલહ મિરી દુઆ હો
ઈસ ખામશીમેં જાએં ઇતને બુલંદ નાલે
તારોંકે કાફલે કો મેરી સદા દરા હો
હર દર્દમંદ દિલ કો રોના મિરા રૂલા દે
બેહોશ જા પડે હૈં શાયદ ઉન્હે જગા દે
-અલ્લામા ઇકબાલ 
આ કવિતાને હમીદ એહમદખાનના મંતવ્ય મુજબ જા સેમ્યુઅલ રોજર્સની કવિતા ‘A wish’ સ્વતંત્ર અનુવાદ સમજી લેવામાં આવે તો પણ ‘એક આરઝુ’ (‘એક ઇચ્છા’) માસ્ટર પીસ બનીને ઉભરે છે. કવિતાની પ્રારંભિક બે-ત્રણ પંક્તિઓમાં નિરાશા છલકે છે પરંતુ એ પછી આખી કવિતામાં આશાવાદનો સંચાર થાય છે, જેમાં ઇકબાલ પોતાના હૃદયેચ્છાઓ વિશે વર્ણન કરે છે.

શબ્દાર્થઃ દિલહી બુઝ ગયા હો – દિલ ઉદાસ થઈ જવું, શોરિશ – શોરબકોર, સુકુત – શાંતિ, કોહ – પર્વત, ઉઝલત – એકાંત, સાગર – પ્યાલો, જલ્વત – ભીડ, બધાની હાજરી હોય એવું, ખલ્વત – એકાંત, માનૂસ – આકર્ષિત, સફ – કતારબદ્ધ, દિલફરેબ – દિલને આકર્ષિત કરનાર, કબા – એક પ્રકારનો આગળથી ખુલ્લો લાંબો ડગલો, હમનવા – સમાન વિચારસરણી વાળું, મિત્ર; દેર – મંદિર, હરમ- એ સ્થળ જેની ઇઝ્ઝત કરવામાં આવે – અહીં આશય છે મસ્જિદથી, રોઝન – છિદ્ર, કાણું.

ભાવાર્થઃ
ઇકબાલ અલ્લાહને સંબોધીને કહે છે કે દુનિયાની મહેફિલો અને દોડધામથી હું કંટાળી ગયો છું.એટલા માટે કે જ્યારે ઝમાનામાં ઘટતી ઘટનાઓથી હૃદય નિરાશ થઈ ગયો હોય તો આવી મહેફિલો/ સભાઓનો કોઈ અર્થ નથી. હવે દુનિયાના શોરબકોરથી ગભરાટ થાય છે. મને તો એવી શાંતિ જોઈએ જેના ઉપર તકરીર (પ્રવચન)ને પણ ઇર્ષ્યા આવે.
હું તો એવા શાંત જીવન ઉપર વારી જવાનો ઇચ્છુક છું અને એટલી જ ઇચ્છા છે કે કોઈ પહાડનાં પાલવમાં એક નાનકડી ઝુંપડી હોય, જેમાં શાંતિ અને નિરવતાથી જીવન પસાર કરૂં. એકાંતમાં દિવસો પસાર કરૂં. દરેક પ્રકારની ચિંતાઓથી મુક્ત થઈ જાઉં. એવો કોઈ શોક કે ખેદ ન હોય જે મારી શાંતિને છીનવી લે.
મારા નિવાસથી આસપાસ એવું નિર્મળ વાતાવરણ હોય જ્યાં ચકલીઓના કલરવમાં ગીતો ગુંંજતા હોય, અને વહેતા ઝરણાના ખળબળાટમાં વાજા વાગતા હોય એવી અનુભૂતિ થાય. ફુલોની કળીઓ ચટકે તો એવું લાગે જાણે એ કોઈનો સંદેશ આપી રહી છે. કળીઓ અને ફૂલોના ઝુમખાં મારા માટે એ પ્યાલા જેવા ભાસે જેમાં બધા જ પ્રાકૃતિક દૃશ્યોનું દર્શન કરી શકું.
આ ઝુંપડામાં જ્યારે આરામ કરવાની ઇચ્છા થાય ત્યારે જમીન પર ઉગેલી લીલી ઘાસ મારૂં પાથરણું બને અને મારા હાથ ઓશીકાની ગરજ સારે. આ ક્ષણોમાં એવું એકાંત હોય જે ભરેલી મહેફિલોથી પણ વધુ મનભાવન પ્રતીત થાય. ત્યાં ઉપસ્થિત કોયલ અને બીજા નાના નાના પક્ષીઓ મારાથી એવી રીતે આકર્ષિત થાય કે એમના મનમાંથી દરેક પ્રકારનો ભય દૂર થઈ જાય.
આટલું જ નહીં પરંતુ દરેક દિશામાં લીલા લીલા છોડવા ગર્વથી ખીલી ઉઠ્‌યા હોય. સામે નદીનું ચોખ્ખું નિર્મળ પાણી એવી રીતે વહી રહ્યું હોય જેમાં આ છોડવાઓનું પ્રતિબિંબ દિલને હરી લે. અહીં ઉપસ્થિત પર્વતોના દૃશ્યો પણ એટલા લોભામણા અને હૃદય આકર્ષક હોય કે નદી અને ઝરણાઓનું પાણી લહેરો બનીને ઊંચે ઉઠે અને એને જોઈ શકે.
અહીં આ વાતનું નિર્દેશ કરવામાં આવે તો એ બિનજરૂરી નહીં લેખાય કે ઇકબાલે આખી કવિતામાં કુદરતી દૃશ્યોના નિરૂપણ માટે જે દૃશ્યફલક (ઇમેજરી) રજૂ કર્યું છે એનો કોઈ જવાબ નથી. તેથી આગળ એ કહે છે કે ધરતી ઉપર પથરાયેલી લીલી ઘાસેજાણે ધરતીને પોતાની બાહુપાશમાં લઈ લીધી છે. અને વહેતા પાણીની વાત છે તો એ ઝાડીઓમાંથી પસાર થતાં સાફ સ્પષ્ટ દર્પણની જેમ ચમકી રહ્યું હોય. આ વહેતા પાણીને ફૂલોની ડાળખીઓ એવી રીતે સ્પર્શતી હોય જાણે કોઈ ખૂબસૂરત ચહેરાવાળી મુગ્ધા દર્પણ જોતી હોય!
ખૂબસુરત દૃશ્યોનું વર્ણન કરતાં ઇકબાલ કહે છે કે સૂર્યાસ્ત સમયે સૂર્યની લાલાશ અને સોનેરી કિરણો એવા ભાસે છે જાણે દુલ્હન (વધૂ)ને મહેંદી રચાવવામાં આવી રહી હોય! ફૂલોની મનઃસ્થિતિપણ એવી હોય જાણે લાલ અને સોનેરી ડગલા પહેર્યા હોય. નિશંકપણે સૂર્યાસ્ત સમયના સૂર્યનું વર્ણન આનાથી વધારે સારી રીતે દૃશ્યાંકન શક્ય જ ન હતું.
આગળ ઇકબાલ કહે છે કે રાતના રાહી (મુસાફર) જ્યારે યાત્રા કરતા કરતા થાકી જાય તો મારા ઝૂંપડાના દીપકનો ધુંધળો અજવાશ એમના માટે આશાનું કિરણ બને. અને જ્યારે આકાશમાં ચારે તરફ વાદળો છવાયેલા હોય અને માર્ગ દૃષ્ટિગોચર ન થતો હોય ત્યારે વીજળી ચમકી ઉઠે અને આના પ્રકાશમાં થાકેલા મુસાફરોને મારું ઝુંપડું દેખાઈ આવે.
આટલું જ નહીં જ્યારે રાતની અંતિમ ક્ષણોમાં – નિશાંતે – ઉગાના મોઅઝ્ઝન  (અઝાન પોકારનાર) એવી કોયલનો સાદ બુલંદ થાય તો હું પણ એના સાદમાં સાદ પરોવું. મસ્જિદો અને મંદિરોથી ઉગાના ઇબાદત કરનારા અને પૂજારીઓને ખબર કરવા માટે જે અઝાનો અને આરતીઓના સાદ ગુંજે છે, મને એમની કોઈ આવશ્યકતા નથી. પરંતુ ઉદય થતા સૂર્યના કિરણો મારી ઝુંપડીના છિદ્રોમાંથી અંદર પ્રવેશે અને મને જગાડે.
અને જ્યારે સવારે ફૂલો ઉપર ઝાકળએવી રીતે વરસે જાણે એમને વુઝુ કરાવે, ત્યારે મારા હૃદયની આહ અને પોકાર મારા માટે વુઝુ અને દુઆનું કામ કરે. આ નિઃશબ્દ વાતાવરણમાં મારી પોકાર એટલી ઊંચે જાય કે તારાઓના કાફલાઓ માટે યાત્રા આરંભનું કારણ બની જાય. આમ, મારૂં રડવું એવું અસરકારક હોય કે દરેક દર્દથી ભરેલ હૃદય મારી સાથે રડવા માંડે અને મારા હૃદયની દર્દભરી પોકાર એ લોકો માટે જાગૃતિનું કારણ બની જાય જેઓ એક મુદ્દતથી મસ્ત અને બેહોશ પડ્‌યા છે. 
(my article published in Yuva saathi magazine,Sept.18)

21 ઑગસ્ટ, 2018

રમઝાનની શ્રેષ્ઠતા


ઇસ્લામી વર્ષનો નવમો મહિનો એટલે પવિત્ર રમઝાનનો મહિનો. દર વર્ષે આ પવિત્ર મહિનો મુસલમાનો માટે કૃપા બનીને આવે છે. આ એ જ મહિનો છે જેમાં કુરઆનને ઉતારવામાં આવ્યું. આ મહિનાની શ્રેષ્ઠતા (ફઝીલત) ઘણી છે. આ મહિનામાં રહેમતોની વર્ષા થાય છે. જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે. અને જહન્નમના બંધ કરી દેવામાં આવે છે. શેતાનોને લોખંડની સાંકળોમાં બાંધી દેવામાં આવે છે.
 આ શ્રેષ્ઠતા એટલા માટે છે કે આ મહિનામાં મુસલમાનોને રોઝા રાખવા ફરજિયાત છે. કુરઆનમાં કહેવામાં આવ્યું છે કે જેમ પહેલાની ઉમ્મતો ઉપર રોઝા ફર્ઝ કરવામાં આવ્યા હતા એમ ઉમ્મતે મોહમ્મદી માટે પણ ફર્ઝ કરવામાં આવ્યા છે કે જેથી તમે પરહેઝગાર બની જાઓ. હદીષમાં છે અલ્લાહ તઆલા કહે છે રોઝો ખાસ મારા માટે છે અને હું જ એનો બદલો આપીશ. બુખારી શરીફની હદીષમાં છે કે જેણે ઇમાન અને એહતેસાબ સાથે રોઝો રાખ્યો એના ભૂતકાળના બધા જ ગુનાહ માફ કરી દેવામાં આવે છે.
 એહતેસાળનો અર્થ છે કે અલ્લાહ તઆલાથી પુણ્યની પ્રાપ્તિ માટે શુદ્ધ નિયતથી રોઝો રાખે અને ધૈર્યપૂર્વક પોતાના મનનું પૃથક્કરણ કરતો રહે.
 રોઝો ઇસ્લામના પાંચ અરકાનોમાંથી ઇમાનની સાક્ષી અને નમાઝ પછી ત્રીજો ક્રમે ફરજિયાત કરવામાં આવ્યું છે. રોઝાને અરબીમાં સોમ’ કહે છે. જેનો અર્થ થાય છે ઇચ્છાઓથી રોકાઇ જવું કે પરહેઝ કરવું. આના ઉપરથી રમઝાનને માહે સિયામ’ પણ કહેવામાં આવે છે. સવારના પ્રારંભથી લઇ સૂર્યાસ્ત સુધી ખાવા પીવા અને સંભોગ કરવાથી બચવાને રોઝો કહે છે.
હદીષમાં ફરમાવવામાં આવ્યું છે કે દરેક નેકીનો બદલો ૧૦ થી ૭૦૦ ગણા સુધી આપવામાં આવે છે પરંતુ રોઝાનો બદલો અલ્લાહ તઆલા કહે છે હું પોતે એનો બદલો આપીશ. કેમકે રોઝા મારા માટે છે બીજી કથન અનુસાર હું (અલ્લાહ તઆલા) પોતે જ એનો બદલો છું. રોઝાદારને બે ખુશીઓ મળે છે એક ઇફતારના સમયે અને બીજી અલ્લાહ તઆલાથી મુલાકાત ના સમયે. (બુખારીમુસ્લિમ)
 હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું રમઝાન બાબતે મારી ઉમ્મતને પાંચ વસ્તુઓ વિશેષ રીતે આપવામાં આવી છે જે આગળની ઉમ્મતોને આપવામાં આવી ન હતી.

(૧) રોઝાદારની મોઢાની દુર્ગંધ અલ્લાહ તઆલા સામે મુશ્કથી વધારે પ્રિય છે.
 (૨) રોઝાદારો માટે દરિયાની માછલીઓ રોઝા ઇફતાર સુધી માફીની દુઆઓ કરતી રહે છે.
 (૩) દરરોજ જન્નતને આમના માટે સજાવવામાં આવે છે.
 (૪) આ પવિત્ર માસમાં શૈતાનોને કેદ કરી દેવામાં આવે છે.
 (૫) રમઝાનની છેલ્લી રાત્રે રોઝાદારોની મગ્ફિરત (માીફી) બક્ષી દેવામાં આવે છે.
 જ્યારે સહાબાએ પૂછ્યું કે માફીની આ રાત્રે શબેકદ્ર (મોટીરાત્રિ) તો નથી પયગંબર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે જવાબ આપ્યો નહી. પ્રણાલિકા આ છે કે મજૂરને મજૂરી કામ પૂર્ણ થતાં જ એની મજૂરી ચૂકવી દેવામાં આવે છે.(મસનદ એહમદબજારબયહકી), (ઇબ્ને હબ્બાન)
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું રમઝાનની દરેક દિવસ રાત્રિમાં અલ્લાહને ત્યાં જહન્નમના કેદીઓને છોડી મૂકવામાં આવે છે અને દરેક મુસલમાનની એક દુઆ જરૂર કબૂલ થાય છે. (બઝારઅત્તરગીબ વ અત્તરબીબ)
હદીષમાં છે ત્રણ માણસોની દુઆ રદ કરવામાં નથી આવતી. એક રોઝાદારની દુઆ ઇફતારના સમયે. બીજું ન્યાયી બાદશાહ અને ત્રીજી નિર્દોષ પીડિતની. (મસનદ અહમદતિરમીઝીસહીહ ઇબ્ને હબ્બાન)
 આ જ પવિત્ર માસમાં કુરઆન ઉતારવાનો પ્રારંભ થયો હતો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને સહાબાએ કિરામ રમઝાનમાં વધુ માં વધુ તિલાવત કરતા હતા. હઝરત જબ્રઇલ અલયહીસ્સલામ રમઝાન શરીફમાં નબીએ અકરમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને કુરઆનને વારંવાર યાદ કરાવતા હતા. તરાવીહમાં કુરઆન પૂર્ણ કરવામાં આવે છે. આનાથી કુરઆનની શ્રેષ્ઠતા અને મહત્વતા ની જાણ થાય છે. આ માસમાં એક અક્ષરનો બદલો દસ ગણો આપવામાં આવે છે. અર્થાત જો કોઇ એક વખત પણ કુરઆન વાંચીને પૂર્ણ કરો તો એનું પુણ્ય બીજા દિવસોમાં દસ કુરઆના પઢવા જેટલો મળશે.
 તરાવીહ વિશે હદીષમાં છે કે જે વ્યક્તિ રમઝાનની રાત્રિઓમાં ઇમાન સાથે પુણ્યની નિયતથી ઇબાદત માટે (નમાઝમાં) ઊભો થાય એના પાછલા બધાં જ ગુનાહ માફ કરી દેવામાં આવે છે. (બુખારી શરીફ)

રમઝાનમાં સહેરી કરવી આવશ્યક છે. હદીષમાં છે કે ખુદ અલ્લાહ તઆલા અને એના ફરિશ્તા સહેરી ખાનારા ઉપર કૃપા વરસાવે છે. (તબરાનીસહીહ ઇબ્ને હબ્બા)
 રમઝાનમાં કોઇ રોઝેદારને ઇફતાર કરાવવો એ પણ બહુ પુણ્યનું કામ છે. રોઝા કરાવનારને પણ રોઝેદાર જેટલું જ પુણ્ય આપવામાં આવે છે.
રમઝાનના છેલ્લી દસ એકી રાત્રિઓમાંથી કોઇ એક શબેકદ્ર હોય છે. આમાં ઇબાદત કરવાવાળાને એક હજાર મહિનાની ઇબાદતનું પુણ્ય આપવામાં આવે છે. અર્થાત ૮૩ વર્ષની ઇબાદતનું પુણ્ય માત્ર એક રાતમાં ઇબાદત કરવાથી આપવામાં આવે છે. ૨૧૨૩૨૫૨૭ કે ૨૯ મી રાત્રિમાં શબેકદ્રને શોધવી જોઇએ.
છેલ્લા દસ દિવસમાં એતેકાફ કરવો સુન્નતે મોઅક્કેદા અલલ કિફાયા છે. અર્થાત્‌ મોહલ્લામાંથી કોઇ એક માણસ પણ મસ્જિદમાં સુન્નત એતેકાફ કરી લેશે તો આખા મોહલ્લા કે શેરીના લોકોએ એતેકાફ કરી લીધું. એમ માની એને પુણ્ય આપવામાં આવે છે. એતેકાફનો અર્થ છે ધરણાં કરવા અથવા પલાઠી મારીને બેસી જવું. આનો મુખ્ય હેતુ શબેકદ્ર ને શોધવી અને ઇબાદત કરવી એ છે.
 આમ રમઝાનની શ્રેષ્ઠતા ઘણી બધી છે. દરેક સ્ત્રી પુરૂષ ઉપર રમઝાનના રોઝા ફરજ કરવામાં આવ્યા છે. માત્ર બિમાર કે ખૂબ વૃદ્ધ અથવા મુસાફરને જ છૂટ આપવામાં આવી છે. એમને પણ આ કમી થયેલા રોઝા પછીથી રાખવાના હોય છે. રોઝા રોઝાદાર માટે ઢાલ સમાન છે. જહન્નમની યાતનાઓ સામે રોઝો ઢાલ બની જશે.
 આવા પવિત્ર અને રહેમતોથી ભરપૂર રમઝાન માસમાં વધારે માં વધારે ઇબાદત અને સહકાર્યો કરવા જોઇએ.
(PUBLISHED IN TODAYSFACTSAMACHAR IN MAY 2018)


એક બાળકની વિચિત્ર પ્રાર્થના


         એક પ્રાથમિક શાળાની શિક્ષિકાએ બાળકોને નિબંધ લખવા આપ્યું. વિષય હતો "તેઓ( બાળકો) ભગવાનથી શું ઈચ્છે છે ?"
બધા બાળકોએ નિબંધ લખ્યો. એ તપાસવા માટે શિક્ષિકા નોટબુક્સ ઘરે લાવી. એક નિબંધ વાંચી નજ એની આંખો ભીની થઇ ગઈ પરંતુ એનું હૃદય પણ ભીંજાઈ ગયું.
એનો પતિ એની પાસેજ બેઠો હતો. એને રડતી જોઈ પૂછ્યું શું થયું કેમ રડે છે?
શિક્ષિકાએ નિબંધ વાંચવા માટે એના પતિને આપ્યું. પતિએ વાંચવનું શરુ કર્યું.
" હે ભગવાન, આજે હું તમારાથી એક ખાસ બાબત માંગુ છું, તે એ કે તમે મને ટીવી બનાવી દો. હું દીવાલમાં લાગેલા એલઈડી ટીવીની જગ્યા લેવા ઇચ્છુ છું. હું ટીવીનું સ્થાન લઇ વિશિષ્ટ બની જઈશ. મારા ઘરમાં જેમ ટીવી જીવે છે એમ હું જીવવા માંગુ છું. મારા માતા પિતા, ભાઈ બહેન બધા મારી આસપાસ બેસી રહેશે. જયારે હું ટીવીની જેમ બોલીશ તો બધા મારી વાતો ધ્યાનથી સાંભળશે. બધા ઘરવાળાના ધ્યાન નું કેન્દ્રબિંદુ હું બની જઈશ. અને બધા મને જોશે. કોઈ મારાથી સવાલ જવાબ નહિ કરે,નજ કોઈ મને મારશે, ધમકાવશે કે બોલશે. મારુ એટલું ધ્યાન રાખવામાં આવશે જેટલી સલામતી અને નાજુકાઈ થી ટીવી વપરાય છે. ટીવી ખરાબ ન થઇ જાય એની કાળજી લેવામાં આવે છે. એટલી જ કાળજી મારી પણ લેવામાં આવશે. હું બગડું નહિ કે ખરાબ થાઉં નહિ એનું ધ્યાન રાખવામાં આવશે.
હું મારા પપ્પાનું ધ્યાન એવી રીતે આકર્ષિત કરીશ જયારે એ ઓફિસેથી આવીને ટીવી સામે બેસી જાય છે, ભલેને ગમે તેટલા થાકેલા કેમ ન હોય! હું ટીવી બની જઈશ તો એ મને મારશે કે ધમકાવશે પણ નહિ. શાળામા આટલું ઓછું રિઝલ્ટ કેમ આવ્યું? આટલી બધી ફી ભરું છું ને તું ભણતો નથી? એવા સવાલો પણ મને નહિ કરે. હું તો દિલથી ભણું છું પણ વધારે માર્કસ ન આવે તો હું શું કરું? મને જેટલું આવડે છે એટલું લખીને આવું છું. ભગવાન તમે મને વધારે હોશિયાર કેમ ના બનાવ્યો?મમ્મી પપ્પા હંમેશા પેલા બોચીયા બકુલેશ સાથે મારી સરખામણી કરે છે.એ સારા માર્ક્સ લાવે છે ,હું નથી લાવી શકતો ત્યારે તો મમ્મી પપ્પા મને કહે છે જો શીખ એનાથી. પણ જયારે હું સ્પોર્ટ્સ ડે માં ટ્રોફી લઈને આવું છું અને પેલો તો માયકાંગલો સરખું દોડી પણ નથી શકતો, ત્યારે મમ્મી પપ્પા એને કેમ કહેવા નથી જતા કે મારાથી શીખે?
ભગવાન તમે મને અન્યાય કર્યો છે. મને એવરેજ સ્ટુડન્ટ બનાવીને. ૯૦- ૯૫% મારે કેવી રીતે લાવવા? મારે રમવાનું પણ નહિ? બસ આખો દિવસ ભણ ભણ જ કરવાનું? સ્કૂલે જવાનું, ત્યાંથી આવીને ટ્યુશન અને પછી હોમવર્ક.મારે બીજું કશું કરવાનું જ નહિ? ભગવાન તમે મને ટીવી બનાવી દો, બસ. આ બધી ઝંઝટમાંથી હું મુક્ત થઈ જાઉં.
પપ્પા તો પપ્પા ,મમ્મી પણ ક્યારેક ક્યારેક મને બોલે છે. આમ કર, આમ ન કર. આવું નહિ કરવાનું ,તેવું નહિ કરવાનું. પોતે તો સાંજે પેલી બાલાજીની સિરિયલો જોવા બેસી જાય છે.ક્યારેક હું કાર્ટૂન ચેનલ લગાવું તો કહે લેસન કર્યું? પેલી પોએમ યાદ કરી? પેલા ગણિતના દાખલા ગણ્યા? અને જો હું ભૂલેથી ફોન લઈને ગેમ રમુ તો ભાઈઓ અને બહેન મારી સાથે લડે છે. મને મારે પણ છે. કહે છે તું તો અત્યારે નાનો છે અત્યાર થી ગેમ્સ રમે છે? જો કે એ પોતે તો ફોન યુઝ કરે છે. અને કેવું લુચ્ચું લુચ્ચું જુવે છે ,તમને ખબર છે ભગવાન? પેલી ન્યૂડ ન્યૂડ હીરોઇનોના પિક્ચર જુવે છે અને હું ભૂલેથી જોઈ લઉં તો ફોન છુપાવીને કહે છે આ તારા કામનું નથી. તું તારે લેસન કર.જો ક્યારેક સ્કૂલે થી જલ્દી આવી જાઉં કે કોઈ ટીવી જોતું ન હોય ત્યારે ચાલુ કરું તો કોઈ ને કોઈ કહેશે અત્યારે મેચ આવશે કે મારી ફલાણી સીરીઅલ આવશે કે મારા ઈમ્પોર્ટન્ટ ન્યુઝ આવશે. તો પછી મારે ટીવી ક્યારે જોવાનું?
ભગવાન તમે મને ટીવી જ બનાવી દો બસ. તમે મને ટીવી બનાવશો ને તો મારા ભાઈ બહેન જે અત્યારે મારી સાથે લડે ઝગડે છે ,એ પછી મારી સામે જ બેસી રહેશે ને મનેજ જોતા રહેશે. મનેજ સાંભળશે.અત્યારે મારે લીધે બધા ગુસ્સો કરે છે પછી તો ઘરમાં કોઈ ગુસ્સો કરશે જ નહિ. કોઈ લડશે ઝગડશે પણ નહિ.
ટીચર અમને શીખવતા હતા કે ભગવાન તમે તો સર્વ શક્તિમાન છો. તમે જે ઇચ્છો એ કરી શકો, તમે જે ઈચ્છો એ બનાવી શકો છો. હું તમારાથી વધારે નથી માગતો. બસ મને ટીવી બનાવી ટીવીની જગ્યાએ મૂકી દો. "
શિક્ષિકાના પતિએ નિબંધ વાંચી અફસોસ અને નિસાસા સાથે કહ્યુ: "બહુ નિરાશ લાગે છે આ બાળક. એના પેરેન્ટ્સ અને ભાઈ બહેને બિચારા સાથે બહુ ખરાબ કર્યું લાગે છે. "
શિક્ષિકાએ નજરો ઊંચી કરી પતિ તરફ જોઈને કહ્યું; " આ નિબંધ આપણા જ બાળકે લખ્યું છે! "

અબ્રે કોહસાર (પર્વતમાળાનું વાદળ)

ડો. ઇકબાલની આ કવિતા કુદરતી દૃશ્યને પ્રતિબિંબિત કરે છે. અહીં એમણે જે સુંદર પ્રાકૃતિક દૃશ્યનું વર્ણન કર્યું છે એ દાદને કાબેલ છે. આખી કવિતા ઊંચા ઊંચા પહાડો અને ડુંગરો ઉપર છવાયેલા વાદળોના સંવાદ ઉપર આધારિત છે. વાદળો વરસે છે તો ખેતરો લીલાછમ થઈ જાય છે. ખેડૂતો ખેતીમાં આનાથી ઘણો લાભ મેળવે છે. બગીચાઓમાં ફલો અને ફૂલોની ખેતી પણ વાદળો વિના શક્ય નથી.

(૧)
હૈ બુલંદી સે ફલક બોસ નશેમન મેરા
અબ્રે કોહસાર હું ગુલપાશ હૈ દામન મેરા
કભી સેહરા, કભી ગુલઝાર હૈ મસ્કન મેરા
શહેર વ વીરાના મેરા, બહર મેરા, બન મેરા
કિસી વાદીમેં જા મન્ઝૂરહો સોના મુઝકો
સબ્ઝહએ કુહ હૈ મખમલકા બિછોના મુઝકો
પ્રથમ બંદઃ-
શબ્દાર્થ: નશેમન-માળો, અબ્ર-વાદળ, કોહસાર-પર્વતમાળા, ગુલપાશ-ફૂલ વરસાવનાર, ફલકબોસ- આકાશને અડનાર, ઊંચું,
ભાવાર્થ: કવિતાની બધી જ પંક્તિઓમાં પ્રથમ પુરૃષ એકવચનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં પર્વતમાળાના વાદળ સંવાદ કરીને કહે છે કે મારૃ રહેવાનું સ્થળ ઊંચા ઊંચા પર્વતો ઉપર છે. પરંતુ ધરતી ઉપર ફૂલ વિખેરૃં છું. અર્થાત્ જ્યાં સુધી વરસું નહીં ત્યાં સુધી ફૂલો ઉગે નહીં. ક્યારેક રણમાં વરસું છું તો ક્યારેક ઉદ્યાનોમાં, આમ, શહેરો ઉપરાંત વેરાન પ્રદેશોમાં અને જંગલોમાં પણ હું વરસી પડું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે ધરતી ઉપરના સ્થળોને સંતૃપ્ત કરે છે.
વાદળ કહે છે ક્યારેક પહાડો ઉપર અને ખીણોમાં વરસું છું તો ત્યાં ઉગેલી મખમલ જેવી હરિયાળી જાણે મારી આરામગાહ બની જાય છે.
(૨)
મુઝકો કુદરતને સિખાયા હૈ દૂર્રેઅફશાં હોના
નાકએ શાહિદે રહમત કા હુદી ખ્વાં હોના
ગમઝદએ દિલે અફશુરદા દહેકાં હોના
રોનકે બઝમે જવાનાં ગુલિસ્તાં હોના
બનકે ગેસુ રૂખે હસ્તી પે બિખર જાતા હું
શાના મોજા સરસર સે સંવર જાતા હું


બીજો બંદઃ-
શબ્દાર્થ: દુર્રે અફશાં – મોતી વિખેરનાર, નાકા-ઊંટણી, હુદીખ્વાંં-ઊંટ ચરાવનારનં ગીત
ભાવાર્થ: આ બંદમાં પણ પર્વતમાળાના વાદળ કહે છે કે કુદરતે મને વરસાદના ટીપાના સ્વરૃપમાં ધરતી ઉપર મોતી વિખેરવાનું શીખવાડયું છે. આ ટીપાઓ જાણે કિંમતી મોતીઓ છે. હું જ્યારે વરસું છું એ દરમ્યાન ઉત્પન્ન થતો અવાજ ઊંટ ચરાવનારાઓના ગીતોથી પણ મધુર હોય છે. આખું વાતાવરણ જાણે સંગીતમય બની જાય છે. અને જ્યારે શુષ્ક અને વેરાન ખેતરો ઉપર વરસું છું તો ન જ મૃતઃપાય ધરતી પરંતુ એના માલિકો એવા ખેડૂતોના ઉદાસ હૃદયમાં પણ આનંદ અને ખુશી છવાઈ જાય છે. જ્યારે બગીચાઓ ઉપર વરસું છું ત્યાં ફળો અને ફૂલો ઉપર તાજગી અને સૌંદર્ય છલકાઈ ઉઠે છે.
મારૃં અસ્તિત્વ તો જીવન અને સૃષ્ટિ માટે હૃદયને ખુશ કરવા માટે છે. જ્યારે હવાઓ ચાલે છે ત્યારે હું એકજૂટ થઈ ધરતી ઉપર વરસું અને એને નવપલ્લવિત કરૃ છું. એમાં હવાની મદદ હોય છે. કહેવાનું તાત્પર્ય આ છે કે જ્યારે વાદળ વરસે છે ત્યારે માત્ર કૃષિ ઉત્પાદનોમાં વધારો થાય છે, ફલો અને ફૂલોને પણ જીવન મળે છે અને આખી ધરતી લીલા રંગની ચુંદડી ઓઢી પોતાનું સૌંદર્ય વિખેરે છે.
(૩)
દૂર સે દીદએ ઉમ્મીદ કો તરસાતા હું
કિસી બસ્તી સે જા ખામોશ ગુઝર જાતા હું
સૈર કરતા હુઆ જિસ દમ લબે જુ આતા હું
બાલિયાં નહર કો ગરદાબકી પહેનાતા હું
સબ્ઝએ મઝરઆ નવખૈઝ કી ઉમ્મીદ હું મૈં
ઝાદએ બહર હું, પરવરદએ ખુરશીદ હું મૈં
ત્રીજો બંદઃ-
શબ્દાર્થ: મઝરઅ નવખેઝ-નવું ઉગેલું પાક, ઝાદએ બહર- જે સમુદ્રથી જન્મ્યું હોય
ભાવાર્થ:આ બંદમાં પર્વતમાળાનું વાદળ સંવાદ કરે છે કે આગળ કહ્યું એનાથી થોડું અળગું જો હું કોઈ વસ્તી ઉપરથી વરસ્યા વિના પસાર થઈ જાઉં તો જે ખેડૂતો અને માળીઓ મારા વરસવાની પ્રતિજ્ઞાા કરતા હોય તેઓ નિરાશ થઈ જાય છે. તેઓ ઇશ્વરથી વરસાદ માટે પ્રાર્થના કરવા લાગે છે. અને જ્યારે કોઈ નદી ઉપર જોરથી વરસું છું ત્યાં પાણીમાં ભંવર સર્જાય છે.
વાસ્તવિકતા તો આ છે કે મારા અસ્તિત્વથી જ તાજા ઉગેલા પાક અને ઉદ્યાનોની હરિયાળી છે. હું એમના માટે આશા અને બળ છું. હું સમુદ્રમાં ઉત્પન્ન થયો છું અને સૂર્યએ મારો ઉછેર કર્યો છે. પ્રાકૃતિક અને વૈજ્ઞાાનિક નિયમો મુજબ સૂર્યની ગરમીના કારણએ સમુદ્રનું પાણી વરાળ બની ઉપર ઊડી જાય છે અને પછી અમુક જથ્થામાં ભેગું થતું રહે છે. જ્યારે તાપમાન ઓછું થાય છે ત્યારે વાદળનું નિર્માણ થાય છે અને એ પાછુ પાણી સ્વરૃપે ધરતી ઉપરવરસે છે. આ પંક્તિમાં ઇકબાલે આ જ વૈજ્ઞાાનિક નિયમ તરફ ઇશારો કર્યો છે.
(૪)
ચશ્મએ કુહ કો દી શોરીશે કુલ્ઝુમ મૈને
ઔર પરીન્દો કો કિઆ મહુએ તરન્નુમ મૈંને
સર પે સબ્ઝા કે ખડો હો કે કહા કુમ મૈં ને
ગુન્ચએ ગુલકો દીયા ઝૌકે તબસ્સુમ મૈ ને
ફૈઝસે મેરે નમૂને હૈ શબીસ્તાનો કે
ઝોંપડે દામને કોહસાર મેં દેહકાનો કે
ચોથો બંદઃ-
શબ્દાર્થ: ચશ્મએ કૂહ – ઝરણુ, કુમ-ઉઠ, ઊભો થા, શબિસ્તાનોં- અમીરોના ઊંઘવાનું સ્થળ
ભાવાર્થ: આ છેલ્લા બંદમાં પર્વતમાળાનું વાદળ કહે છે કે પર્વતોમાંથી નીકળતા ઝરણાને મે જ જોશ અને મસ્તી આપી છે. મારા કારણે જ ગરમીથી ત્રસ્ત પક્ષીઓ સુખના શ્વાસ લઈ ગીતો ગાય છે. મારા કારણે જ પાયમાલ અને મુરઝાયેલ છોડવાસો ફરીથી નવપલ્લવિત થાય છે. એ હું જ છું કે જ્યારે ઉદ્યાનોમાં વરસું છું તો કળીઓ ખુશ્બુદાર ફૂલોમાં પરિવર્તિત થઈ જાય છે. અર્થાત્ મારા વિના આ બધું શક્ય નથી.
મારી કૃપાઓ અને ઉપકારથી જ પર્વતમાળાઓમાં વસ્તા ખેડૂતોની ઝુંપડપટ્ટીમાં પણ હર્ષોલ્લાસ વ્યાપી જાય છે, એટલા માટે કે મારા કારણે જ એમના ખેતરોમાં પાક લહેરાય છે અને એમને પ્રસન્નચિત રાખે છે. હું ખેડૂતો માટે હર્ષનું કારણ બનું છું.
 ('યુવાસાથી' સામાયિક ,ઓગષ્ટ ૨૦૧૮ માં પ્રકાશિત મારો લેખ) 

25 એપ્રિલ, 2018

ભારતમાં સ્ત્રીઓની સ્થિતિઃ-2

સમગ્ર વિશ્વમાં મહિલાઓ વિરુદ્ધ હિંસામાં વધારો થઈ રહયો છે. ભારતમાં મહિલાઓ વિરુદ્ધ થતી હિંસામાં દર વર્ષે ર૦ ટકાની વૃદ્ધિ થઈ રહી છે. દેશમાં જેટલી પણ ગુનાહિત ઘટનાઓ ઘટે છે એમાં અંદાજે ૧૦ ટકા મહિલાઓ વિરુદ્ધ થાય છે. આ આંકડાઓ વધારે પણ ાહોઈ શકે છે. કારણ કે આપણું સામાજિક માળખું એવું છે કે મહિલાઓ પોતાની વિરુદ્ધ થતી હિંસા કે ગુનાખોરીને પારિવારિક અને સામાજિક મર્યાદાના કારણે ચુપચાપ સહી લે છે અને બાબતે પોલીસ ફરિયાદ કરવાનું ઉચિત સમજતી નથી. અથવા તો ઘરવાળા એને સમજાવીને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કરે છે. મહિલાઓ વિરુદ્ધ થતી હિંસામાં જેનો સમાવેશ થાય છે એ એ બળાત્કાર, દહેજ માટે ઉત્પીડન, છેડછાડ, જાતીય દુર્વ્યવહાર, અપહરણ, છોકરીઓનો અનૈતિક દેહવ્યાપાર, ભ્રુણ હત્યા વગેરે. ભારતમાં સ્ત્રીઓ ન ઘરમાં સુરક્ષિત છે ન ઘરની બહાર. આ કડવી વાસ્તવિકતા છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના આંકડા દર્શાવે છે કે દેશમાં દર ૭ મિનિટે સ્ત્રીઓ સામે કોઈ ને કોઈ ગુનો આચરાય છે, દર ર૬ મિનિટે  કોઈ સ્ત્રી સાથે છેડછાડ કરવામાં આવે છે, દર ૩૪ મિનિટે એક બળાત્કાર થાય છે. દર ૪૪ મિનિટે કોઈ છોકરીનું અપહરણ થાય છે. દર ૭૭ મિનિટે દહેજને લીધે એક સ્ત્રી મોતના ખપ્પરમાં હોમાય છે. સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે કે દેશમાં સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો થયો છે. પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર જ છે. વિશ્વમાં દર ૧૦૦ પુરૃષોએ ૯૮ર સ્ત્રીઓ છે ત્યાં ભારતમાં આ સંખ્યા ૯૪૩ છે. (ર૦૧૧માં)
સ્ત્રીઓની સમસ્યાઓને સંક્ષિપ્તમાં જોઈએ.

* કન્યા ભૃણ હત્યા

છોકરીઓને એક દિવસ સાસરે વળાવવાની છે તો પછી એમને ભણાવી-ગણાવીને ખોટો ખર્ચો કેમ કરવોે. આવી નકારાત્મક માનસિકતાને લીધે સ્ત્રીઓ સગર્ભા થાય ત્યારે ગર્ભ ચકાસણી કરાવવામાં આવે છે. જો છોકરો હોય તો ગર્ભ રહેવા દેવામાં આવે છે અને છોકરી હોય તો ગર્ભપાત કરાવી નાખવામાં આવે છે. દેશમાં ગર્ભ ચકાસણી વિરુદ્ધ 'પ્રિન્ટેલ ડાયોગ્નોસ્ટિક ટેકનીક રેગ્યુલશેન તથા પ્રિવેન્શન ઓફ મિસયુઝ એકટ, ૧૯૯૪)' અમલી હોવા છતાં દેશમાં એક અંદાજ મુજબ વર્ષે દહાડે રૃા.૧૦૦૦ કરોડનો ગર્ભપાતનો ધંધો ધમધોકાર ચાલે છે. વસ્તી ગણતરીના આંકડાઆ વાતની સાક્ષી પૂરે છે. દેશમાં દર ૧૦૦૦ પુરૃષેએ ર૦૦૧માં ૯૩૩ સ્ત્રીઓ હતી, એક દાયકામાં થોડોક જ સુધારો થયો અને ર૦૧૧માં આ રેશિયો ૯૪૩ થયો. જ્યાં શિક્ષણનું પ્રમાણ સારૃં છે એવા રાજ્યોમાં સ્ત્રીઓની સંખ્યા પણ સારી છે. દો.ત. કેરમાં દર હજાર પુરૃષોએ ૧૦૮૪ સ્ત્રીઓ છે. પોંડીચેરમાં ૧૦૩૭, તામિલનાડુમાં ૯૯૬, આંધ્રપ્રદેશમા ૯૯૩, છત્તીસગઢમાં ૯૯૧, મેઘાલય, મણિપુર, ઓરિસ્સા અને મિઝોરમાં પણ ઠીકઠાક છે. પરંતુ સૌથી ચિંતાજનક બાબત હરિયાણાની છે. દેશમાં સૌથી ઓછું પ્રમાણ ત્યાં છે. દર હજાર પુરૃષોએ માત્ર ૮૭૭ સ્ત્રીઓ જ છે.
જાતીય દુર્વ્યવહારઃ
સ્ત્રીઓ જાતીય દુુર્વ્યવહારનો ઘણી વખત ભોગ બને છે. આમાં સામેલ છે- અપશબ્દો, અશ્લીલ હરકતો, છેડછાડ, સીટી મારવી, વાસનાભરી દૃષ્ટિએ જોવું. વગેરે આ દુર્વ્યવહારનો સૌથી વધુ ભોગ નોકરી વ્યવસાય કરતી મહિલાઓ બને છે. જાતીય દુર્વ્યવહારની દૃષ્ટિએ દેશમાં સૌથી અસુરક્ષિત શહેર દેશનું પાટનગર દિલ્હી છે. એ 'ગુનાખોરીનું પણ પાટનગર' છે.
સર્વોચ્ચ ન્યાયાલયના દિશા-નિર્દેશ અનુસાર બળજબરીથી શારીરિક સંપર્ક કરવો. શારીરિક સંબંધ સ્થાપિત કરવાના હેતુથી આગ્રહ કરવો કે માંગ કરવી, અપશબ્દોનો પ્રયોગ, અશ્લીલ ચિત્રો કે ફિલ્મો બતાવવી, કોઈપણ શારીરીક  શાબ્દિક કે અશાબ્દિક અશ્લીલ હરકત જાતીય દુર્વ્યવહારની શ્રેણીમાં આવે છે. ભારતીય દંડસંહિતાની કલમ ૩પ૪માં મહિલાઓના શિયળભંગને સંગીન અપરાધ માનવામાં આવ્યા છે. આના માટે બે વર્ષની જેલની સજા તથા આર્થિક દંડની જોગવાઈ છે. આ બધી વ્યવસ્થાઓ હોવા છતાં આવી ઘટનાઓને કાં તો નોંધવામાં નથી આવતી અથવા નોંધવામાં આવે છે તો ન્યાયિક વિલંબને કારણે ખોરંભે પડી જાય છે. તેથી મોટાભાગની સ્ત્રીઓ પોતાની સામાજિક આબરૃ સાચવવા શારીરિક આબરૃની ઘટનાઓને ઢાંકપિછોડો કરી લે છે. પરિણામે ગુનેગારો, સરળતાથી છટકી જાય છે. એમને કાનૂનનો કોઈ ભય હોતો નથી. જે કંઈ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે એમાંથી માંડ ૧૦-૧પ ટકા  ગુનેગારોને સજા મળે છે. કાયદાઓ અને સજાઓ ગમે તેટલા સખત હોય પરંતુ જ્યાં સુધી પીડિતા અને એના સગાસંબંધીઓ મક્કમતાથી પોલીસ કેસ ન કરે ત્યાં સુધી ગુનેગારોને મોકળું મેદાન મળતું રહેશે.

બળાત્કારઃ

ભારતમાં બળાત્કારની ઘટનાઓ સામાન્ય છે. આંકડાઓ મુજબ દેશમાં દર ૩પ મિનિટ એક સ્ત્રી ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે. એક વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ ઉપર બળાત્કારની ઘટનાઓ વધી રહી છેફ. એ સરકાર અને સમાજશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય છે. ભારતમાં બળાત્કારના દરરોજ ૪પ કેસ નોંધવામાં આવે છે, જે પશ્ચિમી દેશો કરતા ઓછા છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે મોટાભાગના બળાત્કારના કેસો પોલીસના ચોપડે નોંધાતા નથી. દેશનું પાટનગર દિલ્હી બળાત્કારનું પણ પાટનગર છે. દિલ્હીમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી. વિદેશી મહિલાઓ સાથે પણ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ છે. આનાથી વિદેશોમાં દેશની આબરૃના લીરા  ઉડે છે. પ્રવાસન ઉદ્યોગને પણ ફટકો પડે છે.
બળાત્કારની ઘટનાઓ પાછળ આપણી ઉપભોકતાવાદી સંસ્કૃતિ, સંસ્કારની સાથે સાથે પાશવી મનોવૃત્તિ અને વધતું જતું શહેરીકરણ મુખ્યત્વે જવાબદર છે. અશ્લીલ સેકસ સાહિત્ય, ફિલમ, વીડિયો, ઇન્ટરનેટ વગેરે બળાત્કારની ઘટનાઓ માટે જવાબદાર ગણી શકાય. પ્રચાર માધ્યમોમાં 'સેકસ અને હિંસા'નું પ્રદર્શન વધ્યું છે, જે સમાજમાં વધતા યૌન અપરાધોના વધવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દેશી-વિદેશી ફિલ્મોમાં પુરૃષ-સ્ત્રીના પ્રેમાલાપને એવા અંદાજમાં રજૂ કરવામાં આવે છે કે જેથી સ્ત્રી-દેહને મુકતરૃપે ભોગવવાની જાણે વ્યાપક સામાજિક સ્વીકૃતિ આપવામાં આવી હોય ! આજકાલની એડવર્ટાઈઝમાં સ્ત્રીઓ માત્ર મોજ-મસ્તીનું સાધન, ઉત્તેજીત કરનારા અને કામુક અદાઓથી આકર્ષિત કરનારી દર્શાવવામાં આવે છે. પુરૃષોના અંડરવેયર કે શેવિંગ ક્રીમમાં કે રેઝરની જાહેરાતમાં સ્ત્રીનું શું કામ હોય ? એમ છતાયં આવી જાહેરાતોમાં સ્ત્રીઓને બતાવવામાં આવે છે. આજકાલની જાહેરાતોમાં સ્ત્રીઓ કેવળ મોજ-મસ્તીનું સાધન-ઉત્તેજિત કરાવવાળી અને કામુક અદાઓથી આકર્ષનાર રમકડાઓ જેવી થઈ ગઈ છે. આ ઉપરાંત ઇન્ટરનેટ બ્રોડબેન્ડ તથા સ્માર્ટફોન ઉપર ઉપલબ્ધ મફત ઇન્ટરનેટને કારણે આજની નવી પેઢી કામુક વીડિયો ઉપરાંત પોર્નોગ્રાફીક વેબસાઇટો જોઈ નાની ઉંમરમાં જ પુખ્ત થઈ રહી છે. આ કામુકતા પણ સ્ત્રીઓ ઉપર બળાત્રકારનું કારણ હોઈશ કે છે. આશ્ચર્યજનક બાબત તો આ છે કે સગીર બાળાઓ અને મહિાલઓ ઉપર બળાત્કાર ગુજારનાર પીડિતના નજીકના સંબંધીઓ જ હોય છે અથવા એમ કહો કે ૮૦ ટકા અપરાધીઓ એવા હોય છે જેને પીડિતઓ ઓળખતી હોય છે. આ કેસોમાં પોલીસ પીડિતાની ફરિયાદ લેતી નથી અને ઘણા કેસમાં પીડિતાઓ પોલીસ ફરિયાદ કરતી નથી. ખાનદાનની આબરૃ ભરબજારે કોણ ઉછાળે ? આમ, મોટાભાગના બળાત્કારના કેસો પોલીસના દફતરે નોંધાતા નથી અને જે નોંધાય છે એમાં અદાલતમાં બોર્ડ ઉપર કેસ આવતાં આવતાં જ વર્ષો નીકળી જાય છે અને જે કેસો બોર્ડ ઉપર આવી જાય છે એમાં ભર અદાલતમાં પીડિતાને એવા લુચ્ચા સવાલ કરવામાં આવે છે કે મહિલાઓ શરમાઈ જાય, જેમણે 'દામિની' ફિલ્મ જોઈ હશે એમને આ વાત ખબર હશે. પોતે નિર્દોષ છે એ સાબિત કરવાનું સઘળ કાર્ય જાણે પીડિતાને માથે હોય ! આ કેવી ન્યાયવ્યવસ્થા ! આપણી આ ખામી ભરેલી ન્યાયિક વ્યવસ્થાને લીધે મોટાભાગના અપરાધીઓ વટથી છૂટી જાય છે અને પીડિતાઓ ના છૂટકે આત્મહત્યાનો આશરો છે છે.
રાષ્ટ્રીય અપરાધ રેકર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ર૦૧પમાં દેશમાં બળાત્રકારના ૩૪૬પ૧ કેસ નોંધાયા હતા. આ તોપલીસના ચોપડે નોંધાયેલા કેસ છે, ન નોંધાયેલા કેસોની સંખ્યા આનાથી ત્રણ ગણી વધુ હોઈ શકે છે.
દિલ્હીમાં ૧૬મી ડિસેમ્બર ર૦૧રની રાત્રે પેરામેડિકલ શાખાની વિદ્યાર્થિની 'નિર્ભયા' ઉપર કેટલાક નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો. હોસ્પિટલમાં એનું મૃત્યુ થતાં સમગ્ર દેશમાં બળાત્કારીઓ વિરુદ્ધ જન આક્રોશ ફાટી નીકળ્યો હો. એમને સખતમાં સખત સજા કરવાની લોકમાગણી બુલંદ થઈ હતી. પરિણામે ર૦૧૩માં સરકારને બળાત્કારના કાયદામાં સુધારો કરવાની ફરજ પડી હતી.
નાની બાળકીઓઉપર વધી રહેલા બળાત્કારનોની સંખ્યા દર્શાવે છે કે આપણે એક સમાજ તરીકે પતન પામ્યા છીએ. માણસાઈની છેલ્લામાં છેલ્લી પાયરીએ આવીને આપણે ઊભા છીએ. સામાન્ય માણસો વ્યતિત થઈ જાય એ સમજી શકાય પરંતુ લશ્કરના શિસ્તબદ્ધ સૈનિકો 'AFSPA' કાયદાનો ગેરલાભ ઉઠાવી નિર્દોષ મહિલાઓ ઉપર બળાત્કાર ગુજારે ત્યારે સમાજે અને વિશેષતઃ સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.
જ્યારે પણ કોમી હુલ્લડો ફાટી નીકળે છે ત્યારે હુલ્લડખોરો માટે (બીજા જૂથની) સ્ત્રીઓ સોફટ ટાર્ગેટ હોય છે. આવા નરાધમો બળાત્ર દ્વારા પોતાની મર્દાનગી નહીં નામરદાનગી જ જાહેર કરતાં હોય છે. ખરો પુરૃષ સ્ત્રી ઉપર અત્યાચાર કદાપિ ન કરે. આવા (ના)મરદો ઉપર પોલી કેસ પણ થતા નથી એ પાછી એક બલિહારી છે !
બળાત્કારની ઘટનાઓને રોકવા માટે સરકારે ત્વરિત પગલાં લેવા જાઈએ. મહિલાઓએ કરાટે અને બીજા સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવા જ જાઈએ અને સાથે સાથે પુરૂષોને ઉત્તેજિત કરે એવા ટૂંકા વો પહેરવાથી પણ પરહેજ કરવો જાઈએ. સામે પક્ષે પુરૂષોએ પોતાના વિચારો બદલવાની સાથે પોતાના મન ઉપર કાબૂ રાખતા પણ શીખવું જાઈએ. એક હાથથી તાળી પડતી નથી. જવાબદારી બંને પક્ષે આવે છે. એટલે જ ઇસ્લામે ીઓને પોતાના અંગઉપાંગોને યોગ્ય રીતે ઢાંકીને બહાર નીકળવાનો આદેશ આપ્યો તો પુરૂષોને નજર નીચી રાખવાની પણ આજ્ઞા આપી છે.
નિર્ભયા કેસ પછી સોશિયલ મીડિયામાં જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો. એમાં ઘણા રસપ્રદ સૂચનો પણ આવ્યા હતા. કેટલાક લોકો બળાત્કારીઓને ફાંસીની સજા માગી રહ્યા હતા તો કેટલાક એમને જાહેર જનતાની વચ્ચે ફાંસીએ લટકાવવા કે ગોળી મારી દેવી જાઈએ એવા સૂચનો પણ કરી રહ્યા હતા. કેટલાક લોકો બળાત્કારીનો લિંગ કાપી નપુંસક બનાવવાની તરફેણમાં પણ હતા તો કેટલાક એને જાહેરમાં પથ્થર મારી, મારી  નાખવાની તરફેણમાં હતા. ટૂંકમાં બળાત્કાર જેવા જઘન્ય અપરાધ ઉપર લગામ કસવા સરકારે ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરવી જાઈએ એ સમયની માગ છે.

અપહરણઃ

રાષ્ટ્રીય અપરાધ નોંધણી બ્યૂરો અનુસાર અપહરણ અને ભગાડી જવાના મોટાભાગના કિસ્સાઓમાં છોકરીઓ અને ીઓ ભોગ બને છે. છોકરીઓનો વેપાર પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટાપાયે થાય છે. બાંગ્લાદેશ અને નેપાળથી હજારોની સંખ્યામાં ીઓ અને છોકરીઓને ભિન્ન સીમાઓથી ભારતમાં પ્રવેશ કરાવી દેશના અલગ-અલગ પ્રદેશોમાં દેહ વ્યાપાર માટે મજબૂર કરવામાં આવે છે. સૈદ્ધાંતિક રીતે ૧૮ વર્ષથી ઓછી વયની છોકરી અને ૧૬ વર્ષથી ઓછી વયના છોકરાને એના કાયદાકીય વાલી કે માતા-પિતાની સહમતી વિના લઈ જવા અથવા ફોસલાવવાને ‘અપહરણ’ ગણવામાં આવે છે. જ્યારે ભગાડી જવા કે અગવા કરવા (છહ્વઙ્ઘેર્ષ્ઠૈંહ)નો અર્થ છે એક ીને આ ઉદ્દેશથી બળજબરીથી કે ધોખાબાજીથી લઈ જવી કે એની સાથે ફોસલાવીને અવૈદ્ય રીતે સંભોગ કરવામાં આવે અથવા એની ઈચ્છા વિરુદ્ધ એને કોઈ વ્યÂક્ત સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે. અપહરણના મામલે પીડિતાની સહમતી મહ¥વ નથી. જ્યારે ભગાડી જવાના કે અગવા કરવાના કેસમાં પીડિતાની સ્વૈÂચ્છક સહમતી અપરાધીને માફ કરાવી દે છે.
આંકડાઓને સાચા માનીએ તો ભારતમાં એક દિવસમાં સરેરાશ ૪૩ છોકરીઓ કે ીઓનું અપહરણ કરવામાં આવે છે. આમ વાર્ષિક ૧પ,૬૧૭ કેસ બને છે.
અપહરણ તથા ભગાડી જવાના કિસ્સાઓને રોકવા માટે ‘ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ’ (આઈટીપીએ-૧૯૮૬) તથા ‘ઇન્ડીસેન્ટ રિપ્રેજન્ટેશન ઓફ વુમન એકડ’ જેવા કાયદાઓ છે. પરંતુ આમાં કેટલીક ત્રુટીઓને દૂર કરવાની આવશ્યકતા છે. આઈટીપીએ-૧૯૮૬ વેશ્યાવૃત્તિ રોકવાને બદલે એને નિયંત્રિત કરવાની વાત કરે છે. આમાં મહિલા વેશ્યાવૃત્તિને ગુનો ગણવામાં આવે છે. પરંતુ પુરૂષ અથવા ગ્રાહકને નહીં !

વેશ્યાવૃત્તિ ઃ

પ્રસિદ્ધ શાયર  સાહિર લુધિયાનવીએ કહ્યું હતું કે ‘ઔરત ને મર્દ કો જનમ દિયા ઔર મર્દને ઉસે બાઝાર દિયા’ આ એક કડવી વાસ્તવિકતા છે. દેશમાં વેશ્યાવૃત્તિ વધતી જઈ રહી છે. એક વેબસાઈટના આંકડાને સાચા માનીએ તો દેશમાં વેશ્યાવૃત્તિ કાયદાકીય રીતે પ્રતિબંધિત છે. પરંતુ એને જાણે સ્વીકારી લેવામાં આવી છે. દેશમાં ર૩ લાખથી વધુ વેશ્યાઓ કે ગણિકાઓ છે અને પોણા ત્રણ લાખ વેશ્યાગૃહો છે. વર્ષે દહાડે પર૦ અબજ રૂપિયાનો આ ધંધો છે. જયજી ક્રિષ્ણનાથ, એમ.ડી. અને વિશ્વનાથ આર.નાયર ‘એન્સાયકલોપીડિયા ઓફ સેકસ્યુઆલિટી’માં લખે છે કે ‘યુવાન છોકરીઓને ખરીદી મંદિરમાં સમર્પિત કરી દેવાની દેવદાસી પ્રથા ભારતમાં ઈ.સ.૩૦૦થી ચાલી આવે છે. આ છોકરીઓને મંદિરના મહંત પૂજારીઓ અને મુસાફરો ઉપભોગના સાધન તરીકે ઉપયોગ કરતા.’ આજની તારીખમાં પણ કર્ણાટકના કેટલાક ભાગોમાં આ પ્રથા ચાલી રહી છે એ આશ્ચર્યજનક બાબત છે. મહારાષ્ટ્રના બેલગાંવમાં લગભગ ૩૩૦૦ દેવદાસીઓ આજે પણ છે. દેવદાસી પ્રથા ભારતીય સમાજમાં ૧૯૮રના અધિનિયમથી પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવી છે.
વેશ્યાવૃત્તિ, એવું કહેવાય છે કે વિશ્વનો સૌથી જૂનો ધંધો છે. આજથી ૪૦૦૦ વર્ષ પહેલા ગ્રીસમાં વેશયાવૃત્તિ સંબંધિત કાયદો ઘડવામાં આવ્યો હતો. વેશ્યાવૃત્તિની નાબૂદી માટે સંયુકત રાષ્ટ્રોએ ઈ.સ.૧૯૪૯માં દેહ અપરાધ રોકવા માટે ઘોષણાપત્ર જારી કર્યો હતો. જેમાં ીઓ અને બાળકો વિરુદ્ધ કાયદો લાગુ કરવાની વાત કહેવામાં આવી હતી.
વિશ્વના મોટાભાગના
આભાર - નિહારીકા રવિયા  દેશોમાં વેશ્યાવૃત્તિને કાયદેસરની માન્યતા આપવામાં આવી છે. ત્યાં એમને ‘સેકસ વર્કર’ તરીકે ઓળખવામાં આવે છે. આ વેશ્યાઓને ટેકસ પણ ચૂકવવો પડે છે. એની સામે સરકાર એમના સારા સ્વાથ્ય માટે યોગ્ય પગલા લે છે.
આપણા દેશમાં વેશ્યાવૃત્તિ માટે ીઓ અને બાળકીઓની તસ્વીર તથા કન્યા ભ્રૂણ હત્યામાં વૃદ્ધિ થઈ રહી છે એવો રિપોર્ટ ર૦૦૮માં સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. દેશમાં વેશ્યાઓ બિનતંદુરસ્ત વાતાવરણમાં જીવી રહી છે. મોટાભાગની ગણિકાઓ આ ધંધામાં ગરીબી કે લાચારીવશ આવી ગઈ છે. જા કે હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. સોફીસ્ટીકેટેડ અર્થાત્‌ ભણેલી  ગણેલી વેશ્યાઓનો- જેમને ‘કોલગર્લ’ કહેવામાં આવે છે. આધુનિક વેશ્યાવૃત્તિનું એક નવું રૂપ છે. વન નાઈટ સ્ટેન્ડ આધુનિક સમાજનો દંભ આ છે કે વેશ્યાને બૂરી નજરથી જાવામાં આવે છે. જ્યારે કોલગર્લનો મોબાઈલ નંબર ધીમા અવાજે પૂછી લેવામાં આવે છે. એમાં કોઈ તિરસ્કાર નથી હોતો પરંતુ માન હોય છે !
યુનિસેફના એક પ્રોજેકટ ઓફિસરના કહેવા મુજબ મેં એશિયાના ઘણા બધા વેશ્યાલયો જાયા, જ્યાં ીઓ અને બાળકીઓને ૪ટ૪ના નાનકડા કમરાઓમાં બંદ જાઈ, જેમાં  ન તો બારી હતી ન યોગ્ય પ્રકાશ, આ ીઓ અને બાળકીઓ પ્રતિ દિન ૧૬ વ્યÂક્તઓને પોતાની સેવાઓ આપી માત્ર પ૦-૧૦૦ રૂપિયાની જ બચત કરી શકતી હતી. (બીજી રકમ વેશ્યાલયોના માલિકો અને દલાલો ખાઈ જતા હતા)  આ ઉપરાંત આ ગણિકાઓ સાથે મારપીટ, શારીરિક તથા માનસિક શોષણ, અત્યાચાર, એઈડ્‌સ, ટીબી જેવી બાબતો મુખ્ય હતી, આ ીઓમાંથી જેઓ ભાગવાનો પ્રયત્ન કરતી એને મેથીપાક ચખાડી સીધી દોર કરી દેવામાં આવતી અથવા તો ૬-૭ હજારમાં એને વેચી દેવામાં આવતી.
વેશ્યાવૃત્તિ વિરુદ્ધ ભારત સરકારે કેટલાક કાયદાઓ લાગુ કર્યા છે પરંતુ એ પૂરતા નથી   વર્ષ ર૦૦૭માં દેહવ્યાપાર નિવારણ અને ધનઉપાર્જન માટે યૌન શોષણના કારણે દેહવ્યાપારથી પીડિત લોકોની સુરક્ષા,પુનવર્સન અને સમાજમાં પુનઃ પ્રતિષ્ઠા અપાવવા ર૦૦૭માં ઉજ્જવલ યોજના શરૂ કરવામાં આવી હતી. દેશમાં અનૈતિક વ્યાપાર (નિવારણ) અધિનિયમ ૧૯પ૬ છે જેમાં ૧૯૭૮ અને ૧૯૮૬માં કેટલાક મહ¥વના સંશોધનો કરવામાં આવ્યા હતા. આને અનૈતિક (નિવારણ) અધિનિયમ, ૧૯પ૬ કરી દેવામાં આવ્યું છે.
કેટલીક સ્વૈસ્વૈચ્છિક સંસ્થાઓ ગણિકાઓના સ્વાસ્થ્ય અને એમના બાળકો  માટે, શિક્ષણ માટે સરસ કાર્યો કરી રહી છે  પરંતુ ગણિકાઓની સ્થિતિ માં હજી પણ કોઈ સુધારો જાવામાં નથી આવ્યો.
સરકાર જો ખરેખર કઈ કરવા માગતી હોય તો મહિલાઓની આ સ્થિતિમાં સુધારો કરવા માટેના પગલા લેવા જોઈએ.
••••