આ બ્લૉગ શોધો

2 માર્ચ, 2018

તસ્વીરે દર્દ (દર્દનાક ચિત્ર)-2

અંજુમને હિમાયતે ઇસ્લામના વાર્ષિક અધિવેશનોમાં ડૉ. ઇકબાલ જે કવિતાઓ વાંચતા એમાં 'તસ્વીરે દર્દઅથવા'દર્દનાક ચિત્રપણ એક છે. આ કવિતામાં એમણે પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર દેશવાસીઓની અસંવેદનશીલતાનું વર્ણન કર્યું છે. આ સાથે જ એમણે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જો તેઓ પોતાનું વર્તન નહીં બદલે તો પાયમાલ પણ થઈ શકે છે. તેથી પોતાની બેહતરી માટે સંપીને પ્રયાસ કરે એ આવશ્યક છે.


(૩૬) થી (૪૦)
કીયા રિફઅત કી લઝ્ઝત સે ન દિલ કો આશ્ના તૂને
ગુઝારી ઉમ્ર પસ્તીમેં મિસાલે નકશે પા તૂને
રહા દિલ બસ્તએ મહેફિલ મગર અપની નિગાહોં કો
ફિદા કરતા રહા દિલકો હસીનોં કી અદાઓં પર
મગર દેખી ન ઇસ આઈનેમેં અપની અદા તૂને
તઅસ્સુબ છોડ નાદાંદહર કે આઈના ખાને મેં
યહ તસ્વીરે હૈં તેરી જિનકો સમઝા હૈ બુરા તૂને
સરાપા નાલ એ બેદાદ સોઝે ઝિન્દગી હો જા
સપન્દ આસાગરહમેં બાંધ રખી હૈ સદા તૂને
        (શબ્દાર્થ - રિફઅતઃ ઊંચાઈબુલંદી આશ્નાઃ ઓળખીતો પસ્ત ઃ અધમતાનીચતા મિશાલે નકશે પા ઃ નિશાનની જેમ ;દિલ બસ્તએ મહેફિલઃ મહેફિલ કે સભાનો શોખીન દહર ઃ સમયકાળદુનિયા)
        ભાવાર્થ ઃ આ બંદમાં ઇકબાલ આલિમે બે અમલ અર્થાત્ આચરણહિન ધાર્મિક વિદ્વાનને સંબોધે છે જે ધર્મનો ઠેકેદાર બની બેઠો છે. કેટલાક વિવેચકોએ આના વિવેચનમાં રાજકીય કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને મદેનઝર રાખ્યું છે પરંતુ એવું નથી. ઇકબાલનું સંબોધન ધર્મના ઠેકેદાર મુલ્લાઓ વિરુદ્ધ છે જેમણે તુચ્છ મતભેદોને મોટા મોટા બતાવી લોકોના હૃદયમાં ઘૃણાના બીજ વાવી દીધા છે. કહે છે દિલને ઉચ્ચતા આપવાનો કદી પ્રયત્ન જ ન કર્યો અને જીવન પગના નિશાનની જેમ અધમતામાં જ વિતાવ્યું. અર્થાત્ સમગ્ર જીવન વેરઝેર અને ઘૃણામાં જ પ્રસાર કર્યું. તું તારી જાતમાં જ સમેટાઈને મહેફિલોમાં પણ સ્વકેન્દ્રી જ રહ્યો. આ મહેફિલોની બહાર પણ ઘણું બધું છે એ તેં જોયું જ નહીં. બીજાઓની સુંદરતા ઉપર મોહિત થતો રહ્યો પરંતુ તારી અંદર જ છુપાયેલી સુંદરતાને જોવા જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. કુદરતે કરેલા સર્જનોમાં તું પક્ષપાત કરતો રહ્યો. દેશ અને દેશવાસીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ એના બદલે તેં આંખ આડા કાન  કરી લીધા અને જીભને સીવી લીધીજાણે કશું થયું જ નથી. આશય એ છે કે જે બાબતોમાં વિરોધ કરવો જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ ત્યાં વિરોધ કરતો નથી કે અવાજ ઉઠાવતો નથી.
(૪૧) થી (૪૫)
સફાએ દિલકો કિયા આરાઈશે રંગે તઅલ્લુકસે
કફે આઈના પર બાંધી હૈ અય નાદાં! હિના તૂને
ઝમીં કયા આસ્માં ભી તેરી કજબીની પે રોતા હૈ
ગજબ હૈ સતરે કુર્આં કો ચલીપા કર દિયા તૂને
ઝબાં સે ગર કિયા તૌહીદ કા દાવા તો કયા હાસિલ
બનાયા હૈ બુતે પિન્દારકો અપના ખુદા તૂને
કુંવે મેં તૂને યૂસુફ કો જો દેખા ભી તો કયા દેખા
અરે ગાફિલ! જો મુતલક થા મુકય્યદ કર દિયા તૂને
હવસ  બાલાએ મિમ્બર હૈ તુઝે રંગીં બયાની કી
નસીહત ભી તિરી સૂરત હૈઇક અફસાના ખ્વાની કી
        (શબ્દાર્થ - હિના ઃ મહેંદી કજબીની ઃ વક્રદૃષ્ટિ ચલીપા ઃ શૂળીખ્રિસ્તીક્રોસ તૌહીદ ઃ એકેશ્વરવાદ બુત ઃ મૂર્તિ પિંદાર ઃ વિચારકલ્પનાઅભિમાન મુતલક ઃ પ્રકટજાહેર મુકય્યદ ઃ કેદી)
        ભાવાર્થ ઃ જો અંતઃકરણ પવિત્ર-નિર્મળ હોય તો પછી કોઈ જાતના રંગની આવશ્યકતા નથી હોતીપરંતુ હે આલિમે બેઅમલ! (આચરણ વિનાના વિદ્વાન) તેંે તો દર્પણની સ્વચ્છ સપાટી ઉપર મહેદી લગાવી એને રંગવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે. તું એટલો વક્રદૃષ્ટા છે કે માત્ર ધરતી જ નહીં આકાશ પણ તારા આ અભિગમથી વિરુદ્ધ થઈ દુઃખી  થઈ ગયા છેએ પણ રડે છે. તે તો કુઆર્નની આયતોના ખોટા અર્થઘટન કર્યા છે. તું તારી જીભથી તો અલ્લાહના એક હોવા (એકેશ્વરવાદ) વિશે ગવાહી આપે છે પરંતુ કાર્મિક રીતે પોતાના નિજી સ્વાર્થ માટે વિચારો અને કલ્પનાઓની ઘણી મૂર્તિઓને વસાવી રાખી છે. તેં હઝરત યૂસુફ અ.સ.ની હકીકત વર્ણવતાં હદ અને કેદથી સ્વતંત્ર ઘણી બાબતોને તેંે હદ અને કેદના વર્તુળમાં કેદ કરી દીધી. તારો આશય તો આ જ છે કે મિમ્બર ઉપર રંગીંબયાની અર્થાત્ જોરદાર તકરીરો કરતા રહેવી પરંતુ તું જે નસીહતો કરે છે એ માત્ર અફસાનાખ્વાની (કથા કરણી)થી વધુ કંઈ નથી.
(૪૬) થી (૫૨)
દિખા વહ હુસ્ને આલમ સોઝ અપની ચશ્મે પુરનમકો
જો તડપાતા હૈ પરવાનેકોરૃલાતા હૈ શબનમકો
તિરા નઝારા હી અય બુલહવસ! મકસદ નહી ંઇસકા
બનાયા હૈ કિસીને કુછ સમઝ કર ચશ્મે આદમકો
અગર દેખા ભી ઇસને સારે આલમકો તો કયા દેખા
નઝર આઈ ન કુછ અપની હકીકત જામ સે જમકો
શજર હૈ ફિરકા આરાઈતઅસ્સુબ હૈ સમર ઇસકા
યહ વહ ફલ હૈ કિ જન્નતસે નિકલવાતા હૈ આદમ કો
ન ઉઠા જઝ્બએ ખુરશીદસે ઇક બર્ગે ગુલ તક ભી
યહ રિફઅતકી તમન્ના હૈ કિ લે ઊડતી હૈ શબનમકો
ફિરા કરતે નહીં મજરૃહે ઉલ્ફત ફિક્રે દરમાંમેં
યહ ઝખ્મી આપ કર લેતે હૈં પૈદા અપને મરહમ કો
મહબ્બતકે શરરસે દિલ સરાપા નૂર હોતા હૈ!
ઝરાસે બીજસે પૈદા રિયાઝે તૂર હોતા હૈ
        (શબ્દાર્થ - ચશ્મે પુરનમ ઃ ભીની આંખો પરવાના ઃ પતંગિયું બુલહવસ ઃ ખૂબ જ લાલચુ શજર ઃ વૃક્ષ ઝાડ સમર ઃ ફળ ખુરશીદ ઃ સૂર્ય બર્ગે ગુલ ઃ ફૂલની પાંખડી ફિક્રે દરમાં ઃ ઇલાજની ચિંતા શરર ઃ ચિંગારી)
        ભાવાર્થ ઃ આ પંક્તિઓમાં ઇકબાલ પોતાના સમકાલીન આલિમે બે અમલને સલાહ આપે છે કે પોતાની ભીની આંખોમાં એ સૌંદર્ય પેદા કર કે જે પતંગિયાના હૃદયમાં તડપ જન્માવે છે અને એના કારણે ઝાકળને અશ્રુભીના થવું પડે છે. તું જે રીતે સૃષ્ટિના મામલાઓને જુએ છે એ કુદરતે સમજી વિચારીને સહેતુક કરેલા નિર્માણને અનુસરે છેકેમકે ઈશ્વરે માનવ આંખને કોઈ કારણથી જ નિર્માણ કરી છે. ઈરાનના રાજા જમશેદે જમ નામના જે પ્યાલાનું નિર્માણ કરાવ્યું હતું એમાં એ વિશ્વભરના દૃશ્યોને જોઈ લેતો હતો એમ છતાંય  વાસ્તવિકતાના દૃશ્યો જોવાથી એ વંચિત જ રહ્યો. પોતાની હકીકતને ક્યારે પણ સમજી શક્યો નહીં. સાંભળી લેફિરકા પરસ્તી,પક્ષપાતભેદભાવ આ બધા એ વૃક્ષ સમાન છે જેના ફળ વેર-દ્વેષ જ છે. અર્થ એ છે કે ફિરકાપરસ્તીથી સમાજમાં તોડફોડ થાય છે,સમાજને જ નુકસાન ભોગવવું પડે છે. હઝરત આદમ અને ફરિશ્તાઓ વચ્ચે જે ભેદભાવ થયા એના પરિણામે જ આદમને જન્નતમાંથી નીકળવું પડ્યું.  આગળની પંક્તિમાં ઇકબાલ કહે છે સૂર્ય આટલી દૂર રહીને પણ પોતાનું કાર્ય કરે છે એમ છતાંય એક ફૂલની પાંદડી પણ એનાથી ઊંચકાતી નથી. આનાથી વિપરિત ઝાકળ ઊડીને અવકાશમાં ભળી જાય છે કેમ કે તે બુલંદ ફિત્રત- ઉચ્ચતાના સ્વભાવની માલિક છે. પ્રેમ બાણથી વીંધાયેલા લોકો ઇલાજની ચિંતા કરતા નથીતેઓ તો જાતે જ પોતાનું મરહમ બનાવી લે છે. એમને તબીબની દવાની કોઈ હાજત નથી હોતી. આ મહોબ્બતની ચિંગારી જ છે જેના થકી હૃદય પ્રકાશમાન થાય છે. મહોબ્બતના નાનકડા બીજથી જ તૂર પર્વત ઉપર ઉદ્યાનોનું નિર્માણ થાય છે. ઇકબાલનો આશય એ છે કે મહોબ્બતની ભાવના થકી જ માનવ હૃદય કાર્યકારી રીતે ઈશ્વરના નૂર (પ્રકાશ)થી પ્રકાશિત થઈ જાય છે.
(૫૩) થી (૬૧)
દવા હર દુખ કી હૈ મજરૃહ તેગએ આરઝૂ રહના
ઇલાજ એ ઝખ્મ હૈ આઝાદ અહસાન સે રફૂ રહના
શરાબે બેખુદીસે તા ફલક પરવાઝ હૈ મેરી
શિકસ્તે રંગસે સીખા હૈ મૈંને બનકે બૂ રહના
થમે કયા દીદએ ગિરયાં વતનકી નોહા ખ્વાનીમેં
ઇબાદત ચશ્મે શાઇર કી હૈ હરદમ બાવઝૂ રહના
બનાએં કયા સમઝ કર શાખે ગુલ પર આશિયાં અપના
ચમનમેં આહ! કયા રહના જો હો બે આબરૃ રહના
જો તૂ સમઝે તો આઝાદી હૈ પોશીદા મહોબ્બત મેં
ગુલામી હૈ અસીર ઇમ્તિયાઝે મા વ તૂ રહના
યહ ઇસ્તિગ્ના હૈ પાની મેં નગૂં રખતા હૈ સાગર તો
તુઝે ભી ચાહીએ મિસલે હબાબ આબરૃ રહના
ન રેહ અપનોંસે બેપરવા ઇસીમેં ખૈર હૈ તેરી
અગર મંઝૂર હૈ દુનિયામેં ઓ બેગાના ખૂ રહના
શરાબે રૃહ પરવહ હૈ મહબ્બત નૌએ ઇન્સાં કી
સિખાયા ઇસને મુઝકો મસ્ત બે જામ વ સબૂ રહના
મહબ્બત હીસે પાઈ હૈ શિફા બીમાર કૌમોંને
કીયા હૈ અપને બખ્તએ ખુફતા કો બેદાર કૌમોંને
મહબ્બત હી સે પાઈ હૈ શિફા બીમાર કૌમોં ને
કિયા હૈ અપને બખ્તએ ખુફતા કો બેદાર કૌમોંને
        (શબ્દાર્થ - તેગ ઃ તલવાર મજરૃહ ઃ ઘાયલજખ્મી રફૂ ઃ ફાટેલા કપડાને દોરાથી ગૂંંથી લેવું બેખુદી ઃ બેશુદ્ધિઅજ્ઞાન ;તા ફલક ઃ આકાશ સુધી પરવાઝ ઃ ઉડાન નોહાખ્વાની ઃ રડવું પોશીદા ઃ છુપાયેલી અસીર ઃ કેદી ઇસ્તિગ્ના ઃ લાપરવાહી હુબાબઃ પાણીનો પરપોટો ; નૌએ ઇન્સાં ઃ માનવજાતિ બખ્તએ ખુફતા ઃ સૂતેલું ભાગ્ય)
        ભાવાર્થ ઃ આ પંક્તિઓમાં ઇકબાલ યુગની સ્થિતિ વિશે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતાં કહે છે કે દુનિયામાં જેટલાં દુઃખ-દર્દ છે એનો ઇલાજ મહોબ્બત છે. મારા વિચારોની ઉડાન આકાશ સુધી છે એનું કારણ આ છે કે મેં ફૂલોથી પ્રેરણા મેળવી છે. એમનો રંગ ભલે ઊડી જાય પરંતુ તેઓ વાતાવરણને પોતાની ખુશ્બૂથી મહેકાવી દે છે. દેશ અને દેશવાસીઓની અસંવેદનશીલતા માટે હું કહું છું એ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. માત્ર મારા માટે જ નહીં પરંતુ દરેક કવિ માટે આ કાર્ય બંદગીથી ઓછું નથી કે તે પોતાના સર્જન થકી આ પરિસ્થિતિ વિશે ચર્ચા કરતો રહે. પરંતુ દેશવાસીઓની અકર્મણ્યતા પરાકાષ્ઠા ઉપર હોય તો એક જાગૃત અને સ્વાભિમાની સર્જક માટે આ વિચારવાની બાબત છે કે જ્યાં ઇજ્જત-આબરૃ  ન હોય ત્યાં વસવાથી શો ફાયદોદરેક માણસે એ સમજવું જોઈએ કે સ્વતંત્રતા મહોબ્બતમાં છુપાયેલી છે. એનાથી વિપરિત પક્ષપાત અને વેર-દ્વેષમાં ગુલામી છે.
        આ નિસ્પૃહા કે બેપરવાઇ જ છે જે પ્યાલાને પાણીમાં ડુબાડી રાખે છે. બિલકુલ એવી જ રીતે જેમ કોઈ નદીના પાણીમાં પરપોટા ઉપર નીચે થયા કરે છે પરંતુ ડૂબતા નથી. તારા માટે આવશ્યક છે કે તું પણ નિઃસ્પૃહ થઈ જાય. તેં તો વેરઝેર અને ઘૃણાથી પોતાની જાતને બીજાથી અલગ કરી રાખી છેજો જગતમાં રહેવું હોય તો આ રીત છોડી દેઅને બધાથી મળીને સંપીને રહે. કારણ કે પ્રેમ અને મહોબ્બત જ માનવજાતિને આનંદી અને પ્રસન્ન રાખે છે. હું શરાબ પીધા વિના પણ મસ્ત અને ચૂર રહું છું એનું કારણ પ્રેમ છે. પ્રેમની ભાવના જ એવી છે જેનાથી બીમાર કોમો સાજી થાય છે. અને એના કારણે જ એમનામાં જાગૃતિ આવે છે. અહીં ઇકબાલનો આશય એ છે કે ઘૃણા અને ભેદભાવને લીધે કોમો કે જાતિઓ વિનાશ નોંતરે છે અને પ્રેમની ભાવના જ છે જેનાથી કોમો કે જાતિઓ સફળતા મેળવે છે.
(૬૨) થી (૬૯)
બયાબાને  મહબ્બત દશ્તે ગુરબત ભીવતન ભી હૈ
યહ વીરાના કફસ ભીઆશિયાના ભીચમન ભી હૈ
મહબ્બત હી વહ મંઝિલ હૈ કિ મંઝિલ ભી હૈ સહરા ભી
જરસ ભીકારવાં ભીરાહબર ભીરાહઝન ભી હૈ
મર્ઝ કહતે હૈં સબ ઇસકોયહ હૈ લેકિન મર્ઝ ઐસા
છુપા જિસમેં ઇલાજે ગરદિશે ચર્ખે કુહન ભી હૈ
જલાના દિલકા હૈ ગોયા સરાપા નૂર હો જાના
યહ પરવાના જો સોઝાં હોતો શમ્એ અંજૂમન ભી હૈ
વહી ઇક હુસ્ન હૈલેકિન નઝર આતા હૈ હર શયમેં
યહ શીરીં ભી હૈ ગોયાબે સુતૂં ભી કોહકન ભી હૈ
ઉજાડા હૈ તમીઝે મિલ્લત વ આઈને કૌમોંકો
મિરે અહલે વતન કે દિલમેં કુછ ફિક્રે વતન ભી હૈ?
સુકૂત આમોઝ તોલ દાસ્તાને દર્દ હૈ વરના
ઝબાં ભી હૈ હમારે મુંહ મેં ઔર તાબે સુખન ભી હૈ
"નમી ગર દીદ કો તહરિશ્તએ મ્આની રિહા કરદમ
હિકાયત બૂદ બે પાયાંબખામોશી અદા કરદમ"
        (શબ્દાર્થ - જરસ ઃ એ ઘંટ કે કાફલાની રવાનગી વખતે વગાડવામાં આવે છે ;  મર્ર્ઝ ઃ બીમીરી)
        ભાવાર્થ ઃ કવિતાના છેલ્લા બંદમાં ઇકબાલ આ નિર્ણય ઉપર આવે છે કે આ જગતમાં પ્રેમ જ બધું છે. એનાથી જ સૃષ્ટિ ટકેલી છે. પ્રેમ ક્યારેક વેરાન રણ તો ક્યારેક દેશનું પ્રતીક બની જાય છે. ક્યારેક બગીચો. ક્યારેક વીરાનોક્યાંક ચમનનું રૃપ ધારણ કરી લે છે. પ્રેમ ભાવના છે જે મંઝિલ તો ક્યારેક રેગિસ્તાનતો ક્યારેક કાફલાને રવાના કરતા સમયે વગાડવામાં આવતું ઘંટતો ક્યારેક કાફલો પોતે જક્યારેક માર્ગદર્શક તો ક્યારેક લુંટારો બની જાય છે. આમ તો લોકો પ્રેમને એક બીમારી સાથે સરખાવે છેપરંતુ આ એક એવી બીમારી છે જેમાં સૃષ્ટિની બીમારીઓનો ઇલાજ છુપાયેલો છે. આ ભાવનાથી જ્યારે હૃદય બળે છે ત્યારે સરાસર પ્રકાશ પથરાઈ જાય છે કેમકે આ એક એવું પતંગિયું  છે જે મીણબત્તીની તાકતનું પરિણામ બની જાય છે.
        પ્રેમ એક એવું સૌંદર્ય છે જે બધી જ વસ્તુઓમાં ઝલકે છે. શીરીંફરહાદમાં આમ તો ઘણો
 તફાવત છે પરંતુ પ્રેમની અનુભૂતિએ જ એમને એકબીજાથી પ્રભાવિત કરી રાખ્યા છે. વેરઝેર
 અને ઘૃણાએ કોમો કે જાતિઓની બરબાદી નોંેતરી છે. પરંતુ અફસોસ મારા દેશવાસીઓને
 આ બાબતે કોઈ ચિંતા નથી. આ કથા આમ તો હજી પણ લાંબી ચાલી શકે એમ છે કારણ કે 
મારા વિચારોની અમાપતા ઘણી છે. કવિતાને તેઓ નઝીરીના ફારસી શે'ર સાથે પૂર્ણ કરે છે
 જેનો અર્થ એ છે કે વિષયની લંબાઈ પૂર્ણ થતી ન હોતી તેથી મેં એને છોડી દીધો. આ એક એવું
 વર્ણન છે જે ખૂબ જ વિસ્તૃત છે. તેથી ચુપ થઈ જવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય
 નથી.  
("યુવાસાથી" સામાયિક ,માર્ચ ૨૦૧૮માં પ્રકાશિત મારો લેખ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો