આ બ્લૉગ શોધો

21 ડિસેમ્બર, 2017

તસ્વીરે દર્દ

તસ્વીરે દર્દ-1
-ડોક્ટર ઇકબાલ
રજૂઆત:મોહમ્મદ સઈદ શેખ (૯૬૨૪૦૪૬૬૭૭)
અંજુમને હિમાયતે ઇસ્લામના વાર્ષિક અધિવેશનોમાં ડૉ. ઇકબાલ જે કવિતાઓ વાંચતા એમાં 'તસ્વીરે દર્દઅથવા 'દર્દનાક ચિત્રપણ એમાંથી એક છે. આ કવિતામાં એમણે પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપર દેશવાસીઓની અસંવેદનશીલતાનું વર્ણન કર્યું છે. આ સાથે જ એમણે ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જો તેઓ પોતાનું વર્તન નહીં બદલે તો પાયમાલ પણ થઈ શકે છે. તેથી પોતાની બેહતરી માટે સંપીને પ્રયાસ કરે એ આવશ્યક છે.
(૧) થી (૪)
નહીં મિન્નત કશે તાબે શનીદન દાસ્તાં મેરી
ખમોશી ગુફતગુ હૈબેઝબાની હૈ ઝુબાં મેરી
યહ દસ્તૂરે ઝબાંબંદી હૈ કૈસા તેરી મહેફિલમેં
યહાં તો બાત કરનેકો તરસતી હૈ ઝુબાં મેરી
ઉઠાએ કુછ વર્ક લાલેનેકુછ નરગિસનેકુછ ગુલને
ચમનમેં હર તરફ બિખરી હુઈ હૈ દાસ્તાં મેરી
ઉડા લી કમરિયોંનેતૂતિયોંનેઅન્દલીબોંને
ચમન વાલોંને મિલ કર લૂટ લી તર્ઝે ફુગાં મેરી
        (શબ્દાર્થ - મિન્નત કશે તાબે શનીદન ઃ કોઈ સાંભળવાની હિમ્મત નથી કરી શકતું  દસ્તૂરે ઝુબાંબંદી ઃ વાત કરવાની મનાઈ)
        ભાવાર્થ ઃ મારી દાસ્તાન કે કથા સાંભળવાની કોઈ હિમ્મત નથી કરી શકતું. એ વાતનો મને દુઃખ છે કે મારી કથા પ્રત્યે કોઈએ ધ્યાન નથી આપ્યું. તેથી મેં ચુપ રહેવાનું યોગ્ય માન્યું છે. આવી સ્થિતિમાં મારી ચુપ જ મારી ભાષા બની ગઈ છે. બીજા શે'રમાં તેઓ દેશવાસીઓ કહે છે તારી સભામાં વાત કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે જો કે મને અહીં કોઈની સાથે વાત કરવાની ખૂબ તલબ છે. એમ છતાંય આ પણ વાસ્તવિકતા છે કે મારી કથાના કેટલાક પૃષ્ઠો કેટલાક ફૂલોએ અર્થાત્ કેટલાક છોડોએ ઊઠાવી લીધા છે. જ્યારે આ પૃષ્ઠો બાગમાં વિખરાયેલા પડયા હતા. આવી રીતે કેટલાક લોકોએ મારી શૈલી અને વિચારો ઉપર કબજો કરીને એને લૂંટી લેવાનો પ્રયત્ન કર્યો છે.
(૫) થી (૮)
ટપક એ શમ્અ! આંસૂ બનકે પરવાને કી આંખોસે
સરાપા દર્દ હૂંહસરત ભરી હૈ દાસ્તાં મેરી
ઇલાહી! ફિર મઝા કયા હૈ યહાં દુનિયામેં રહનેકા?
હયાતે જાવેદાં મેરીન મર્ગે નાગેહાં મેરી
મિરા રોના નહીંરોના હૈ યહ સારે ગુલિસ્તાંકા
વહ ગુલ હૂં મૈંખિઝાં હૂં હર ગુલકી હૈ ખિઝાં મેરી
"દરીં હસરત સરા ઉમરયસ્ત અફસૂને જરસ દારમ
ઝ ફૈઝે દિલ તબીદન હા ખરોશે બે નફસ દારમ"
(શબ્દાર્થ - ખિઝાં ઃ પાનખર)
        ભાવાર્થ ઃ આ સ્થિતિમાં ઇકબાલ શમ્અ/ મીણબત્તીને સંબોધીને કહે છે કે હું તો પગથી માથા સુધી દર્દ બનીને રહી ગયો છું. અને મારી કથામાં હવે અભિલાષાઓ સિવાય બીજું કશું નથી. એ શમઅ! તું મારા દુઃખ દર્દની સાથી બની જા અને પતંગિયાની આંખમાંથી અશ્રુ બનીને ટપકી જા. આશય આ છે કે જેવી રીતે હું કૌમના દર્દ માટે અશ્રુ વહાવી રહ્યો છું એમાં તું પણ મારો સાથ આપ. આગળના શે'રમાં ઇકબાલ ઈશ્વરથી કહે છે કે તું મને બતાવ હે ઈશ્વર! કે તારા બનાવેલા આ જગતમાં જીવવા માટે કે રહેવા માટે મને આનંદ કેમ પ્રાપ્ત નથીન તો મારા જીવન ઉપર ન જ મારા મૃત્યુ ઉપર મને કોઈ અધિકાર છે! અને આ કંઈ મારા એકલાની ફરિયાદ નથી. આ તો બધા જ લોકોની ફરિયાદ છે. હું તો એક એવા પુષ્પની જેમ છું જે સમગ્ર ઉદ્યાનની પાનખર અને બરબાદીને પોતાની પાનખર સમજે છે. અભિલાષા અને નિરાશાની આ દુનિયામાં મારી જાત તો આગાહી કરવાવાળી એક ઘંટી સમાન છે. જે તડપની અનુભૂતિ હું કરૃં છું એનું પ્રાગટ્ય પણ જોશપૂર્વક મારી કવિતામાં કરૃ છુંપરંતુ અફસોસ આ છે કે મારા દર્દાનુભૂતિ ઉપર કોઈ ધ્યાન નથી આપતું.
(૯) થી (૧૬)
રિયાઝે દહરમેં નાઆશનાએ બઝમે ઇશરત હૂં
મૈં હર્ફે ઝેરે લબશરમિંદએ ગોશે સમાઅત હૂં
પરેશાં હૂંં મૈં મુશ્તે ખાકલેકિન કુછ નહીં ખુલતા
સિકંદર હૂંં કિ આઈના હૂંં યા દર્દે કદૂરત હૂં
યહ સબકુછ હૈ મગર હસ્તી મિરી મકસદ હૈ કુદરતકા
સરાપા નૂર હો જિસકી હકીકતમેં વહ ઝુલ્મત હૂં
ખઝીના હૂંંછુપાયા મુઝકો મુશ્તે ખાકે સેહરાને
કિસીકો કયા ખબર હૈ મેં કહાં હૂં ં કિસકી દૌલત હૂં
નઝર મેરી નહીં મમનૂને સૈર એ અરસએ હસ્તી
મૈં વહ છોટી સી દુનિયા હૂં કિ આપ અપની વિલાયત હૂં
ન સેહબા હૂંન સાકી હૂંન મસ્તી હૂંન પૈમાના
મૈં ઇસ મયખાનાએ હસ્તીમેં હર રાયકી હકીકત હૂં
મુઝે રાઝે દો આલમ દિલકા આઇના દિખાતા હૈ
વહી કહતા હું જો કુછ સામને આંખોકે આતા હૈ
        (શબ્દાર્થ - હુર્ફે ઝેરે લબ ઃ ધીમા અવાજે બોલવું જેથી બીજાને સંભળાઈ ન શકે શર્મિન્દએ ગોશે સમાઅત ઃ જે વાત કાન સુધી ન પહોંચે સૈર અરસએ હસ્તી ઃ જીવનના મેદાનનું ભ્રમણ શહેબા ઃ દારૃ)
        ભાવાર્થ ઃ હું દુનિયાના બગીચામાં એવી વ્યક્તિ છું જે આનંદ અને ઉલ્લાસથી વંચિત છે. હું તો એ લોકોમાંથી છું જેના પર આનંદ-ઉલ્લાસ પણ અશ્રુ વહાવે છે. મારા બગડેલા ભાગ્યનું વર્ણન પણ કરી શકું એમ નથી. મારો અવાજ હોંટો સુધી સીમિત રહી જાય છે. તેથી બીજા લોકો એ સાંભળવાથી પણ વંચિત રહી જાય છે. હું આમ તો મુઠ્ઠીભર માટી સમાન છું પરંતુ આજ દિન સુધી નથી સમજી શકયો કે હું અડધી દુનિયાના વિજેતા સિકંદરની જેમ છું કે પછી જમશેદના એ પ્યાલા જેવો કે જેમાં સમગ્ર વિશ્વના દૃશ્યો એ જોઈ લેતો હતોકે પછી ધૂળ જેવો તુચ્છ. આશય એ છે કે ફાની દુનિયામાં મેં અસ્તિત્વ તો ટકાવી રાખ્યું છે પરંતુ એને સમજી નથી શકયો. આ બધી અનુભૂતિઓ છતાંય એટલું તો નક્કી છે કે મારા અસ્તિત્વ પાછળ કુદરતનો કોઈ હેતુ છેઅને હું એક એવા અંધકાર સમાન છું જે હકીકતમાં પ્રકાશ સમાન છે. હું એક એવા ખજાના સમાન છું જે કોઈ રણની રેતીમાં છુપાયેલો છે. આ જ કારણ છે કે હજી સુધી કોઈ જાણી નથી શકયું કે હકીકત શું છે અને હું કોની મત્તા છુંમારી દૃષ્ટિને શું આવશ્યકતા છે કે જીવનની સાથે સમગ્ર સૃષ્ટિ ઉપર નાખેજ્યારે કે મારી જાત પોતે જ એક નાનકડી દુનિયા સમાન છે જેમાં મારી પોતાની સલ્તનત છે.
        ઇકબાલ કહે છે કે ન તો હું શરાબ છુંન સાકી છુંન મસ્તી છું ન પ્યાલો. આનાથી વિપરીત જીવનના શરાબખાનામાં ઉપસ્થિત દરેક વસ્તુની વાસ્તવિકતાનો પ્રતીક છું. આશય આ છે કે સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરે માનવને કુલ મુખત્યાર બનાવીને મોકલ્યો છે. એના વિના જીવન અપૂર્ણ અને અર્થહીન છે. મારૃં હૃદય એવા અરીસા સમાન છે જેમાં લોક-પરલોકના રહસ્યો સ્પષ્ટરૃપે પ્રતિબિંબિત થાય છે આ જ કારણ છે કે હું મારી પંક્તિઓમાં એ વાસ્તવિકતાઓને સામે લાઉ છું જેને હું જોઉં છું.
(૧૭) થી (૨૦)
અતા ઐસા બયાં મુઝકો હુઆ રંગીં બયાનોંમેં
કિ બામે અર્શકે તાઇર હૈં મેરે હમઝબાનોંમેં
અસર યહ ભી હૈ ઇક મેરે જુનૂને ફિત્નએ સામાંકા
મિરા આઈનાએ દિલ હૈ કઝીકે રાઝદાનોંમેં
રુલાતા હૈ તિરા નઝારાએ હિન્દુસ્તાં! મુઝકો
કિ ઇબરતખૈઝ હૈ તેરા ફસાના સબ ફસાનોંમેં
દિયા રોના મુઝે ઐસા કિ સબ કુછ દે દિયા ગોયા
લિખા કલકે અઝલને મુઝકો તેરે નોહા ખ્વાનોંમેં
        (શબ્દાર્થ - જુનૂને ફિત્નએ સામાં ઃ એ જુનૂન કે જોશ જે અવ્યવસ્થા સર્જે ઇબરતખૈઝ ઃ પાઠ શીખવા જેવો)
        ભાવાર્થ ઃ ઇકબાલ કહે છે કે કુદરતે મને રંગીબયાં અર્થાત્ વાક્ચતુર લોકોમાં એવા ઉચ્ચ સ્થાને બિરાજ્યો છે કે ફરિશ્તાઓ પણ મને સાંભળે છે. મારી પ્રેમની ભાવનાને કારણે હું મારી કવિતામાં જીવન-મરણના રહસ્યો પ્રકટ કરવાની ક્ષમતા ધરાવું છું. એ પછી ઇકબાલ પોતાના સમયના ભારતની દર્દનાક તસ્વીર રજૂ કરે છે અને કહે છે તારી અફસોસજનક સ્થિતિ ઉપર મારૃં હૃદય ખૂબ રડે છે કેમકે દુનિયાના બીજા અફસાના કે કથાઓમાં તારી કથાથી પાઠ શીખવા જેવો છે. તારી દર્દનાક સ્થિતિ ઉપર રડવાથી કુદરતે મારૃં નામ રડનારાઓમાં સામેલ કરી દીધું છે.
(૨૧) થી (૨૪)
નિશાને બર્ગે ગુલ તક ભી ન છોડા ઇસ બાગમેં ગુલચી
તિરી કિસ્મતસે રઝમ આરાઈયાં હૈં બાગબાનોમેં
છુપા કર આસ્તીંમેં બિજલિયાં રખી હૈં ગરદૂંને
અનાદિલ બાગકે ગાફિલ ન બેઠેં આશિયાનોંમેં
સુન એ ગાફિલ સદા મેરી! યહ ઐસી ચીઝ હૈ જિસકો
વઝીફા જાન કર પળ્હતે હૈં તાઇર બોસ્તાનોંમેં
વતનકી ફિક્ર કર નાદાં! મુસીબત આનેવાલી હૈ
તિરી બરબાદીયોંકે મશ્વરે હૈં આસમાનોમેં
        (શબ્દાર્થ - રઝમ આરાઇયાં ઃ લડાઈ માટે કતારબદ્ધ થવું ગરદૂં ઃ આકાશ અનાદિલ ઃ કોયલ ગાફિલઃ બેધ્યાન સદા ઃ અવાજ વઝીફા ઃ રટણ કરવુંમંત્રોચ્ચાર તાઇર ઃ પક્ષીઓ)
        ભાવાર્થ ઃ ઇકબાલ ફૂલ તોડનાર અર્થાત્ દુશ્મનથી સંબોધીને કહે છે કે જ્યારે બાગના માળી અને રખેવાળ જ અરસપરસ લડતા હોય તો બાગની બરબાદીમાં પછી કોઈ શંકા રહેતી નથી. આમ પણ આકાશે વીજળીઓ છુપાવી રાખી છે એવામાં બાગની કોયલો અર્થાત્ વતનવાસીઓએ બેધ્યાન રહેવું જોઈએ નહીં. નહિંતર બરબાદી સિવાય કશું જ મળવાનું નથી. મારો અવાજ ધ્યાનથી સાંભળો! આ એવો અવાજ છે જે બાગમાં પક્ષીઓ મંત્રોચ્ચાર સમજીને ઉચ્ચારે છે અર્થાત્ બીજા લોકો તો મારી વાત સાંભળે છે પરંતુ વતનવાસીઓ તમે બેધ્યાની વર્તો છો. મારા પ્રિય! તું કેટલો નાદાન-ભોળોભાળો છે કે દેશની રક્ષા કરવાનો તને ખ્યાલ પણ નથીજ્યારે કે આકાશમાં તારી બરબાદીની ચર્ચા-વિચારણા ચાલુ છે.
(૨૫) થી (૨૮)
ઝરા દેખ ઇસ કો જો કુછ હો રહા હૈહોને વાલા હૈ
ધરા કયા હૈ ભલા અહદે કુહનકી દાસ્તાનોંમેં
યહ ખામોશી કહાં તકલઝ્ઝતે ફરિયાદ પૈદા કર
ઝમીં પર તૂ હોઔર તેરી સદા હો આસમાનોંમેં
ન સમઝોગે તો મિટ જાઓગે એ હિન્દોસ્તાં વાલો!
તુમ્હારી દાસ્તાં તક ભી ન હોગી દાસ્તાનોંમેં
યેહી આઇને કુદરત હૈ યેહી અસ્લૂબે ફિતરત હૈ
જો હૈ રાહે અમલમેં ગામઝન મહબૂબે ફિતરત હૈ
(શબ્દાર્થ - અસ્લૂબે ફિતરત ઃ કુદરતનો કાનૂન)
        ભાવાર્થ ઃ થોડુંક અવલોકન આ દૃશ્ય વિશે પણ કર કે જે થઈ રહ્યું છે અને જે થવાનું છેપરંતુ તું ભૂતકાળની વાર્તાઓમાં ખોવાયેલો છેવર્તમાનમાં આવી વાર્તાઓનું કોઈ મહત્ત્વ નથી. જરા બતાવ! તું કયાં સુધી ચુપ રહીશપોતાનો અવાજ ઊંચો કર કે જેથી તુંઃ ધરતી ઉપરથી ફરિયાદ કરે તો એનો પડઘો આકાશ સુધી પહોંચે. ભારતવાસીઓને સંબોધીને ઇકબાલ કહે છે કે મારી ચેતવણીઓ છતાંય જો તમે જાગૃત થાવ અને જે કાંઇ ગતિવિધિ થઈ રહી છે એના ઉકેલ માટે સંઘર્ષરત્ નહીં થાવ તો પછી ભૂતકાળ અને વર્તમાનકાળની દાસ્તાનમાં - કથાનકોમાં તમારો ઉલ્લેખ પણ નહીં હોય. કુદરતનો કાનૂન આ જ છે કે જે લોકો સંઘર્ષ કરે છે એ જ કુદરતના પ્રિય હોય છે.
(૨૯) થી (૩૨)
હુવૈદા આજ અપને ઝખ્મે પિન્હાં કરકે છોડૂંગા
લહૂ રો રો કે મહફિલકો ગુલિસ્તાં કરકે છોડૂંગા
જલાના હે મુઝે હર શમ્અએ દિલકો સોઝે પિન્હાંસે
તિરી તારીક રાતોંમેં ચરાગાં કરકે છોડૂંગા
મગર ગુન્ચેકી સૂરત હો દિલે દર્દ આશ્ના પૈદા
ચમનમેં મુશ્તે ખાક અપની પરેશાં કરકે છોડૂંગા
પિરોના એક હી તસ્બીહમેં ઇન બિખરે દાનોંકો
જો મુશ્કિલ હૈ તો મુશ્કિલકો આસાં કરકે છોડૂંગા
        (શબ્દાર્થ - હુવૈદા ઃ પ્રકટજાહેર ઝખ્મે પિન્હાં ઃ છુપાયેલા જખમ સોઝે પિન્હાં ઃ છુપાયેલી બળતરા)
        ભાવાર્થ ઃ આ પંક્તિઓમાં ઇકબાલ ખૂબ જ દુઃખ પરંતુ જુસ્સાપૂર્વક એલાન કરે છે કે આજે હું મારા છુપાયેલો જખ્મોને પ્રકટ કરીને રહીશ. મારી આંખોમાંથી લોહી વહેશે જે આખા બાગ અને વતનમાં ફેલાઈ જશે. મારા હૃદયની બળતરાથી દરેક હૃદયની મીણબત્તી પ્રજવલિત કરીશઅને આ જ મીણબત્તીઓથી અય વતન હું તારી અંધકારભરી રાતોને જગમગાવી દઈશ. હું તો મારા પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છું શરત એ છે કે તારા વાસીઓના અંતરમાં દર્દે દિલ પેદા થઈ જાય. મારા દેશવાસીઓ ઘૃણા અને નફરતની આગમાં બળી રહ્યા છે એમની વચ્ચે એકતાની ભાવના જન્માવવી મુશ્કેલ કાર્ય છે.  એમ છતાંય આ મુશ્કેલ કાર્યને હું સરળ કરીને જ જંપીશ.
(૩૩) થી (૩૫)
મુઝે અય હમનશીં! રહને દે શુગલે સીના કાવી મેં
કિ મૈં દાગે મુહબ્બતકો નુમાયાં કરકે છોડૂંંગા
દિખા દૂંગા જહાંકો જો મિરી આંખોને દૈખા હૈ
તુઝે ભી સૂરતે આઈના હૈરાં કરકે છોડૂંગા
જો હૈ પરદોંમે પિન્હાંચશ્મે બીના દેખ લેતી હૈ
ઝમાનેકી તબિઅતકા તકાઝા દેખ લેતી હૈ
(શબ્દાર્થ - શુગલે સીના કાવીઃ તડપવામાં વ્યસ્ત નુમાયાં ઃ જાહેરસ્પષ્ટ)
        ભાવાર્થ ઃ મને એ મારા મિત્ર! મારી છાતીના જખ્મોને ખોદવામાં અને મને તડપવામાં વ્યસ્ત રહેવા દે કે જેથી પ્રેમના દાગ પ્રકટ થઈ જાય. મારી નજરોએ જે વાસ્તવિક દૃશ્યો જોયા છે એને દુનિયાને પણ દેખાડી દઈશ. જેથી તેઓ વેર અને ઘૃણાને છોડી એકસંપ થઈ શકે. પછી ઇકબાલ કહે છે કે માત્ર હું જ નહીં પરંતુ જેઓ છુપી દૃષ્ટિ રાખે છે તેઓ વાસ્તવિકતાને જોઈ લે છે અને પોતાના પ્રવર્તમાન તકાદાઓને પણ ઓળખી લે છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો